મોદી-યોગીના ફોટોવાળી સાડીના નામે સુરતના વેપારી સાથે લાખોની ઠગાઈ

author img

By

Published : Mar 9, 2022, 4:53 PM IST

સુરત

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી (UP Assembly Election 2022)ના પ્રચારમાં સાડીઓ આપવાની છે અને ઓર્ડર મોટો છે. કહી સુરતના કાપડ વેપારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી (Surat Merchant Fraud) કરનાર બે આરોપીઓની સલાબતપુરા પોલીસે ધરપકડ કરી છે.

સુરત: યુપીમાં ચૂંટણી (Uttar Pradesh Assembly elections) પ્રચાર માટે સાડી જોઈએ છે કહી રૂ.10.27 લાખની (Surat Merchant Fraud) સાડી ખરીદી વેપારીને પેમેન્ટ આપવાના બહાને રફુચક્કર થનાર બે આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. મૂળ બિહારનો વતની અને સુરતમાં ડિંડોલી ખાતે રહેતો 30 વર્ષીય આશિષ રામચંદ્ર પ્રસાદ રીંગરોડ બેગમવાડી સ્થિત રોહિત માર્કેટમાં બજરંગ સિલ્ક મિલ્સ અને શ્રી બાલાજી સિલ્ક મિલ્સના નામે સાડીનો વેપાર કરે છે.

10000 સાડી ઓર્ડર

તેને ત્યાં ગ્રાહક સંતોષ દુબે સાથે અવારનવાર ખરીદી કરવા આવતો રામાનંદ રામવચન ઉપાધ્યાય ગત 21 ફેબ્રુઆરીના રોજ તેની દુકાને આવ્યો હતો અને કહ્યું હતું કે, મારી રીંગરોડ કુબેરજી પ્લાઝાના ત્રીજા માળે શ્રીરામ વસ્ત્ર વિભાગ નામની સાડીની દુકાન છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પ્રચાર માટે સાડીઓ મોકલવાની છે કહી 10000 સાડીનો રામાનંદે ઓર્ડર આપ્યો હતો.

આ પણ વાંચો:Ukraine Russia Invasion : ભૂતપૂર્વ મિસ યુક્રેને છોડ્યું કીવ, કહી પોતાની આપવીતી

ઓર્ડર પૈકીની રૂ.10,27,687ની કિંમતની 3435 નંગ સાડી તૈયાર હોય તે લેવા માટે રામાનંદ એક અજાણ્યા ટેમ્પો ચાલકને લઈ ગત 1 માર્ચની બપોરે આશિષની દુકાને આવ્યો હતો. ટેમ્પોમાં સાડી ભરાવ્યા બાદ તે આશિષને પેમેન્ટ આપવા પોતાની નંબર વિનાની મોપેડ પર બેસાડી કુબેરજી પ્લાઝાના પાર્કીંગમાં લઈ ગયો હતો અને ત્યાં મોપેડ પાર્ક કરવાનું કહી રફુચક્કર થઈ ગયો હતો.

દુકાનની વાત કરેલી તે કોઈ બીજાની જ નીકળી

આ મામલે વેપારીએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, રામાનંદ ઘરે પણ નહોતો અને કુબેરજી પ્લાઝામાં પોતાની દુકાનની વાત કરેલી તે કોઈ બીજાની હતી. જેથી ગત રોજ આશિષે સલાબતપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં રામાનંદ ઉપરાંત તેના ઘર નજીક રહેતા અને ટેમ્પોમાં સાડી ભરી સગેવગે કરનાર અશોક રામમિલન નિસાદની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો:Traffic Police Special Drive: સુરતમાં હેલમેટ ન પહેરનાર અને સીટ બેલ્ટ ન બાંધનારને પકડવાની ડ્રાઇવ

આર્થિક તંગીના કારણે ગુનાખોરીનો રસ્તો અપનાવ્યો

આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આરોપી રામાનંદના પુત્રને ખેંચની બીમારી છે જ્યારે દીકરીને ગાયનેક સમસ્યા હોવાના કારણે સારવારનો ખર્ચ પુરો કરતા આર્થિક તંગી અનુભવી રહ્યો હતો. તો બીજી બાજુ અન્ય આરોપી અશોકને પગમાં મલ્ટિપલ ફ્રેક્ચર હોવાના કારણે સારવાર ચાલુ છે. આ ઉપરાંત તેનો છોકરો પડી ગયા બાદ માનસિક બિમાર થઈ ગયો હતો. અશોકની પત્ની પણ હૃદયરોગથી પીડિત છે જેના કારણે તેઓએ આ ગુનો આચર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.