Surat Sweepers Honor Ceremony 2021 : સુરતમાં પાટીલે સફાઈ કામદારોને આપ્યો ટાર્ગેટ

author img

By

Published : Dec 25, 2021, 5:01 PM IST

Surat Sweepers Honor Ceremony 2021 : સુરતમાં પાટીલે આપ્યો સફાઈ કામદારોને આપ્યો ટાર્ગેટ

સુરત શહેરને આખા દેશમાં બીજા નંબરે લાવનાર સફાઈ કામદારોનું સન્માન (Surat Sweepers Honor Ceremony 2021) કરવામાં આવ્યું હતું. ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે સુરતના (Clean City Surat 2021 ) સફાઈ કામદારોને એક નવો ટાર્ગેટ આપ્યો હતો.

સુરતઃ આજરોજ દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ.અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે સુરત શહેરને આખા દેશમાં બીજા નંબરે લાવનાર સફાઈ કામદારોનું સન્માન કાર્યક્રમનું (Surat Sweepers Honor Ceremony 2021) આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એક હજારથી વધુ સફાઈ કામદારો ઉપસ્થિત રહ્યા હતાં. ઉપરાંત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, (BJP President C R Patil in Surat) કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશ (Union Minister Darshana Jardosh in Surat) તથા સુરત મહાનગરપાલિકાના કમિશનર, મેયર, ધારાસભ્ય, કોર્પોરેટર સાથે મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ ઉપસ્થિત રહી હતી. આ તમામ લોકો દ્વારા સુરતના સફાઇ કામદારોનું સન્માન કરવામાં આવ્યું હતું.

પાટીલે આવતા વર્ષે પહેલો નંબર લાવવા ટાર્ગેટ આપ્યો

આવતા વર્ષે સુરત શહેરના આખા દેશમાં પહેલો નંબર આવવો જોઈએઃ પાટીલ

આ સન્માન કાર્યક્રમમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા (Surat Sweepers Honor Ceremony 2021) તમામ સફાઈ કામદારોનો આભાર માનતા કહ્યું હતું કે કચરો ફેંકનારાને કારણે આ શહેર એક નહીં બે વાર 14માં નંબરે ગયું હતું. ફરી બીજા નંબર અપાવ્યો (Clean City Surat 2021) એ પણ એક નહીં પરંતુ બે વાર ખરેખર તમને નતમસ્તકે અભિનંદનને પાત્ર છો. આ એવોર્ડ ફક્તને ફક્ત આપના કારણે મળે છે. મને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ દેશના ભૂતપૂર્વ સ્વ અટલ બિહારી વાજપેયીએ આપ્યો હતો એટલે મારાં માટે તો યાદગાર પ્રસંગ તો ખરો જ. સુરત આજે સ્વચ્છતામાં અગ્રીમ છે તેનો ફાળો સ્વચ્છતા કર્મચારીઓને જાય છે. તે ઉપરાંત તેમણે કહ્યું કે અટલ બિહારી વાજપેયી કહ્યું હતું કે તમે જો જવાબદારી ઉપાડી ન હોત તો વિચાર કરો કેવી સ્થિતિ હોત. આજે પણ આ દેશની લોકશાહી જીવી રહી છે તેનું મુખ્યકારણ બાબા સાહેબ આંબેડકર છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિશામાં કામ કરી રહ્યા છે. મોદીજીએ એક મેસેજ આપ્યો છે કે સફાઈકર્મીનું કામ ખુબ મોટું છે. આવતા વર્ષે આપણે સુરત શહેરના આખા દેશમાં પહેલો નંબર આવવો જોઈએ, જેમાં તમારી મદદ ઈચ્છું છું. તમારી સાથે જ ઉભો છું.

આ પણ વાંચોઃ Exclusive Interview Bharat Pandya: મને અટલજીના અસ્થિ વિસર્જન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતુ: ભરત પંડ્યા

બાકીના દેશોમાં જે ઓમિક્રોનની ઝડપ છે એના પ્રમાણમાં આપણા દેશમાં ઓછી છે

વધુમાં તેમણે (BJP President C R Patil in Surat) એમ પણ જણાવ્યું કે આપણા દેશમાં સો કરોડથી વધુ લોકોને 134 કરોડથી વધુ વેક્સિન આપવામાં આવી છે. એના કારણે આપણે સુરક્ષિત છીએ એવું આપણે માનીયે છીએ. બાકીના દેશોમાં જે ઓમિક્રોનની ઝડપ છે. એના પ્રમાણમાં આપણા દેશમાંં ઓછી છે. સૌએ તકેદારી રાખવાની જરૂર છે એટલા જ માટે સરકાર દ્વારા 11થી 5નો કર્ફ્યુનો સમય નક્કી કર્યો છે.

અટલ બિહારી વાજપેયજીએ જે પ્રયત્નો કર્યા હતા તેને ધ્યાનમાં રાખીને સુરત શહેર સ્વછતામાં જે બીજો ક્રમ મેળવ્યો

કેન્દ્રીયપ્રધાન દર્શના જરદોશે (Union Minister Darshana Jardosh in Surat) આઝાદીના અમૃત મહોત્સવ વર્ષની ઉજવણીના પ્રસંગે જણાવ્યું કે આજે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. અટલ બિહારી વાજપેયજીએ જે પ્રયત્નો કર્યા હતાં. તેને ધ્યાનમાં રાખીને સુરત શહેર સ્વછતામાં જે બીજો ક્રમ (Clean City Surat 2021) મેળવ્યો છે. તે સૌ સફાઈ કામદારોનું સન્માન કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે (Surat Sweepers Honor Ceremony 2021) લોકોને અને સૌ સફાઈ કામદારોને ખૂબખૂબ અભિનંદન પાઠવ્યાં હતાં.

આ પણ વાંચોઃ Birth Anniversary: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો આજે જન્મદિવસ, જૂનાગઢમાં પ્રસંશકો દ્વારા મીઠા સંભારણા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.