સ્ટેટ GST વિભાગના ‘ઇન્સ્પેક્‌ટર રાજ’ સામે ચેમ્બર દ્વારા કેન્દ્રિય નાણાં પ્રધાનને રજૂઆત

author img

By

Published : Dec 19, 2020, 4:19 PM IST

સ્ટેટ GST વિભાગ

નાયલોન સ્પીનર્સ એસોસીએશન, સુરત તથા અન્ય એસોસીએશનો તરફથી મળેલી રજૂઆતને પગલે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા દેશના નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ અને સ્ટેટ જીએસટી વિભાગના ચીફ કમિશનર જે.પી. ગુપ્તાને સ્ટેટ જીએસટી વિભાગના સુરત ખાતેના અધિકારીઓ દ્વારા ઇન્સ્પેક્‌ટર રાજ ચલાવી ખોટી રીતે ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવતી કનડગત બાબતે રજૂઆત કરવામાં આવી છે.

  • સુરત GST વિભાગ દ્વારા ઇન્સ્પેક્‌ટર રાજ
  • ઉદ્યોગકારોને GST વિભાગ દ્વારા હેરાનગતિ
  • ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી નાણાં પ્રધાનને રજૂઆત

સુરતઃ નાયલોન સ્પીનર્સ એસોસીએશન, શહેર તથા અન્ય એસોસીએશનો તરફથી મળેલી રજૂઆતને પગલે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કેન્દ્રિય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ અને સ્ટેટ જીએસટી વિભાગના ચીફ કમિશનર જે.પી. ગુપ્તાને સ્ટેટ જીએસટી વિભાગના સુરત ખાતેના અધિકારીઓ દ્વારા ઇન્સ્પેક્‌ટર રાજ ચલાવી ખોટી રીતે ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવતી કનડગત બાબતે રજૂઆત કરવામાં આવી છે.

સ્ટેટ GST વિભાગના ‘ઇન્સ્પેક્‌ટર રાજ’ સામે ચેમ્બર દ્વારા કેન્દ્રિય નાણાં પ્રધાનને રજૂઆત

GST વિભાગ દ્વારા કડક કાર્યવાહી

છેલ્લાં ઘણા સમયથી ઉદ્યોગકારો દ્વારા ઇ–વે બીલ જનરેટ કરતી વખતે ટ્રાન્ઝેકશન ટાઇપના સિલેકશન કરતી વખતે જો ભૂલ થાય છે તો તેવા સંજોગોમાં સ્ટેટ જીએસટી વિભાગના સુરત ખાતેના મોબાઇલ સ્ક્‌વોડ દ્વારા આખું કન્સાઇન્મેન્ટ જપ્ત કરી લેવામાં આવે છે. ત્યારબાદ ઉદ્યોગકારોને એવું જણાવવામાં આવે છે કે, અપીલ થકી આ માલ તથા વાહનને છોડાવવું પડશે. જ્યારે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્‌ટ ટેક્‌સીસ (સીબીઆઇસી)ના પરીપત્ર નં. 64/33/2018 તારીખ 14/9/2018 મુજબ આ પ્રકારની ભૂલો અંતર્ગત માત્ર રૂપિયા એક હજારની પેનલ્ટી કરવાની જોગવાઇ છે. આવી કાનુની જોગવાઇને નજર અંદાજ કરી સ્ટેટ સુરત જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા કરોડો રૂપિયાનો માલ અને વાહન સાથે જપ્ત કરવો એ ગેરવ્યાજબી અને તદ્દન મનમાનીભરી કાર્યવાહી હોવાથી ઉદ્યોગકારોને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે.

ઉદ્યોગકારોને ‘ઇન્સ્પેક્‌ટર રાજ’ની અનુભુતિ

વળી, ઇ–વે બીલ જનરેટ કરતી વખતે ટ્રાન્ઝેકશન ટાઇપના સિલેકશન કરતી વખતે અજાણતામાં થતી ભૂલમાં કોઇપણ પ્રકારની કરચોરી થતી નથી, ત્યારે અધિકારીઓની આ પ્રકારની કાયદા વિરૂદ્ધની કાર્યવાહીએ ઉદ્યોગકારોને ‘ઇન્સ્પેક્‌ટર રાજ’ની અનુભુતિ કરાવી રહી છે. આથી ઉદ્યોગકારોની આ પ્રકારની થતી હેરાનગતિને તાત્કાલિક ધોરણે અટકાવવા માટે ચેમ્બર દ્વારા કેન્દ્રિય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ તથા સ્ટેટ જીએસટી વિભાગના ચીફ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.