શોર્ટકટ બની સજા, મોજશોખ પૂરા કરવા ચોરીને આપતો હતો અંજામ

author img

By

Published : Oct 1, 2022, 12:57 PM IST

શોર્ટકટ બની સજા, મોજશોખ પૂરા કરવા ભાઈ કોકના ઘર ખાલી કરવા લાગ્યા

સુરતમાં મિત્રોની સંગતમાં પોતાના મોજશોખ (theft case in Surat) પુરા કરવા એક યુવાન ચોરીના રવાડે ચડી ગયો હતો. એક એપાર્ટમેન્ટમાં લાખોની ચોરી કરતા પોલીસ તપાસમાં આ યુવાનની ધરપકડ કરવામાં આવી છે. (Surat Crime News)

સુરત સીટીલાઈટ સ્થિત આવેલા નેમિનાથ એપાર્ટમેન્ટમાં 21.07 લાખની (theft case in Surat) ચોરી થઇ હતી. આ બનાવમાં સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીએ ચાર છ મહિનાથી બેકાર અને ખરાબ મિત્રોની સગતમાં પોતાના મોજશોખ પુરા કરવા ચોરીના રવાડે ચડી ગયાનું સામે આવ્યું છે. (Accused theft in Surat)

મોજશોખ પુરા કરવા ચોરી કરી, પોલીસે ધરપકડ કરી જેલભેગો કર્યો

શું હતો સમગ્ર મામલો ગત 19મી સપ્ટેમ્બર 2022ના રોજ સીટીલાઈટ ખાતે આવેલા નેમિનાથ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રિયાંક રાજેન્દ્ર કુમાર શાહના ઘરમાં ચોરી થઈ હતી. અજાણ્યો શખ્સ કાચની બારીનું સ્લાઈડીંગ લોક તોડી ઘરમાં પ્રવેશ્યો હતો અને ઘરમાંથી સોનાના ડાયમંડ દાગીના મળી કુલ 21.07 લાખની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર મામલે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવમાં સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે અલથાણ ખાતે માન સરોવર બંગ્લોઝ પાસે રહેતા આરોપી સુમિત તુલસીસિંહ રાજપૂતને ઝડપી પાડ્યો હતો. (Theft friends company in Surat)

8.31 લાખનો મુદામાલ કબજે કર્યો DCB પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી 7.70 લાખના સોના ચાંદીના દાગીના, એક મોબાઈલ, એક બાઈક તેમજ રોકડા રૂપિયા 21 હજાર મળી કુલ 8.31 લાખનો મુદામાલ (Surat Police) કબજે કર્યો હતો. પોલીસ તપાસમાં ઉમરા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. (Surat Crime News)

મોજશોખ પૂરા કરવા ચોરીના રવાડે પોલીસે જણાવ્યું હતું કે આરોપી ખરાબ મિત્રોની સગતમાં અને પોતાના મોજશોખ પૂરા કરવા ચોરીના રવાડે ચડી ગયો હતો. આરોપી કોલેજમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે તે સારા ઘરનો છોકરો છે અને કોલેજ પૂર્ણ કર્યા બાદ તેણે પોતાનો ધંધો શરૂ કર્યો હતો. પરંતુ તેમાં તે સફળ રહ્યો ના હતો અને તે ચાર છ મહિનાથી બેકાર હતો. આખરે ખરાબ મિત્રોની સંગત અને પોતાના મોજશોખ પુરા કરવા તે ચોરીના રવાડે ચડી ગયો હતો. (Stealing to fulfill a hobby)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.