Surat Cocaine Case : ડ્રગ્સ પેડલરને પકડવા ક્રાઈમ બ્રાન્ચે જીવ મૂકયો જોખમમાં

author img

By

Published : Jul 19, 2022, 11:54 AM IST

Surat Cocaine Case : ડ્રગ્સ પેડલરને પકડવા ક્રાઈમ બ્રાન્ચે જીવ મૂકયો જોખમમાં

સુરત શહેરમાં ફરી એકવાર ક્રાઈમ બ્રાન્ચે મોટી માત્રામાં કોકેઇન (Surat Cocaine Case) ઝડપી પાડ્યું છે. પોલીસે મુંબઈથી આવતા દંપતી પાસે લાખોનું રૂપિયાનું કોકેઈન સાથે ફિલ્મી ઢબે પકડી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત સુરત પોલીસને જોઈને એક (Surat Crime Case) ડ્રગ્સ પેડલર નદીમાં કુદયો ગયો હતો. ત્યારે શું છે સમગ્ર મામલો જૂઓ વિગતવાર.

સુરત : રાજ્યમાં નશાખોરી દિવસેને દિવસે સતત વધી રહી છે. ત્યારે ફરી એકવાર સુરત (Surat Cocaine Case) શહેરમાં લાખનું કોકેઇન ઝડપાયાના સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં પોલીસે તાપી નદીના પાળા પાસેની દંપતિને કોકેઈન સાથે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યા હતા. આ કોકઈન મુંબઇથી મંગાવી (Drug Peddlers From Mumbai in Surat) શહેરમાં જુદાં-જુદાં સ્થળોએ વેચાણ કરતાં મુખ્ય પેડલર ઇસ્માઇલ ગુર્જર ઉર્ફે ઇસ્માઇલ પેન્ટરને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસને જોઈ મુંબઇના ડ્રગ્સ પેડલર નદીમાં માર્યો કુદયો

આ પણ વાંચો : અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું 4 કિલો કોકેઇન ડ્રગ્સ, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 20 કરોડ

અન્ય બે આરોપીના કરી ધરપકડ - સુરત શહેર SOG પોલીસે 26 જૂનના રોજ કડોદરા રોડ નિયોલ ચેકપોસ્ટ પાસેથી મુંબઇથી ફોર્ચ્યુનર કારમાં 39.10 લાખની કિંમતના 39.100 ગ્રામ કોકેઇન સુરત આપવા આવેલા દંપતી ઈબ્રાહીમ હુસેન ઓડિયા અને તેની પત્ની તન્વીરને ઝડપી પાડયા હતા. પોલીસની પૂછપરછમાં આરોપી દંપતીએ આ કોકેઇન મુંબઈમાં નાઇઝીરિયન પાસેથી લઈને સુરત રાંદેર વિસ્તારમાં રહેતા બે યુવકોને ડિલિવરી કરવામાં આવ્યા હોવાની કબૂલાત સામે આવી હતી. તેને લઈને SOG પોલીસે (Surat Drugs Peddler) આ ગુનામાં સંડોવાયેલા વધુ બે આરોપી એવા મુંબઇથી કોકેઇન મંગાવનાર ફરહાદ સઇદ શેખ અને શાહિદ અલ્તાફ સૈયદને ઝડપી પાડયા હતા.

આ પણ વાંચો : Kutch Cocaine Seized Quantity: મુન્દ્રામાં મીઠાની આડમાં કરોડોનું કોકેઇન

પોલીસને જોઇ ઇસ્માઇલ નદીમાં કુદયો હતો - આ આરોપીઓની પૂછપરછમાં મુંબઇથી લાવવામાં આવતો કોકેઇન અને મેફ્રાડોન જેવા ડ્રગ્સ (Surat Drugs Case) સુરતમાં જુદાં-જુદાં સ્થળોએ ઇસ્માઇલ ઉર્ફે ઇસ્માઇલ ગુર્જર ઉર્ફે ઇસ્માઇલ પેન્ટર મુબારક શેખ પેડલર તરીકે વેચાણ કરતા જણાવતા પોલીસ તેને પકડવા માટે કાર્યરત હતી. તેને ક્રાઇમ બ્રાન્ચે કોઝવે નજીકથી ઝાડી ઝાંખરામાંથી પકડી લીધો હતો. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે કોઝવેના પાળા પાસે ઊભેલા ઇસ્માઇલને પકડવા માટેનો પ્રયત્ન કરતા તે તાપી નદી કોઝવેના પાણીમાં કૂદીને કિનારાની ઝાડી ઝાંખરામાં સંતાઈ ગયો હતો. જેને લઇને સુરત ક્રાઇમ બ્રાન્ચે તાપી નદીનું પાણી ઊંડું હોવાના કારણે હોડકાનો ઉપયોગ કરી ઝાડી-ઝાંખરામાં સર્ચ કરી વોન્ટેડ આરોપીને (Surat Crime Case) ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.