સુરતમાં NSUI દ્વારા ગ્રાન્ટેડ કોલેજોનું ખાનગીકરણનો ફરી વિરોધ

author img

By

Published : Aug 8, 2021, 9:54 AM IST

સુરત

સુરતના સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની કેમ્પસમાં આજે ફરી પાછી શહેર NSUI દ્વારા કેમ્પસમાં ફરી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીનો વિરોધ દર્શાવ્યો હતો.

  • NSUI દ્વારા ગ્રાન્ટેડ કોલેજોનું ખાનગીકરણ લઈને વિરોધ
  • NSUI તથા કોગ્રેસ દ્વારા અન્ય વિદ્યાર્થી સંગઠનો દ્વારા સતત વિરોધ
  • 2,000 રૂપિયાઓની નકલી નોટો ઉડાવામાં આવી હતી

સુરત: શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની કેમ્પસમાં આજરોજ શહેર NSUI દ્વારા 9 ગ્રાન્ટેડ કોલેજોનું ખાનગીકરણને લઈને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના જ કેમ્પસમાં ફરીને વિરોધ દર્શાવ્યો હતો. આ ગ્રાન્ટેડ કોલેજના ખાનગીકરણને લઈને શહેર NSUI તથા કોગ્રેસ દ્વારા અન્ય વિદ્યાર્થી સંગઠનો દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે.

100 વર્ષ જૂની કોલેજનું ખાનગીકરણ થવા દઈશું નહીં

સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના કેમ્પસમાં કુલ 6 કોલેજો આવી છે. તેમાંથી MTB ARTS કોલેજએ સૌથી જૂની કોલેજ છે. 100 વર્ષ કરતા જૂની આ કૉલેજનું ખાનગીકરણ થવું જોઈએ નહીં. આ કૉલેજ જ્યાં છે તેની જમીનને શહેરના વીર ભામાશાઓએ સસ્તું શિક્ષણ માટે દાન કર્યું હતું. આજે આ કૉલેજનું અસ્તિત્વ જોખમમાં મુકાય ગયું છે. રાજ્ય સરકાર અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા આ કૉલેજના શિક્ષણને વ્યાપારીકરણ બનાવી દીધું છે.

લો આ પૈસા અને શિક્ષણનું વ્યાપારીકરણ કરો

સુરત NSUI દ્વારા ઘણા દિવસથી 9 ગ્રાન્ટેડ કોલેજોમાં ખાનગીકરણને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજરોજ ફરી પાછી NSUI દ્વારા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના કેમ્પસમાં આજ બાબતે ફરી-ફરીને વિરોધ કર્યો હતો. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના સેક્રેટરીના પર 2,000 રૂપિયાઓની નકલી નોટો ઉડાવામાં આવી હતી. તમે ખોટા છો તમે વિદ્યાર્થીઓ તથા કોલેજના પ્રોફેસરો સંચાલકો જોડે ખોટું કર્યું છે. આ માટે તમારી ઉપર નકલી નોટો ઉડાડવામાં આવી છે. તમારે શિક્ષણનું વ્યાપારીકરણ કરવું છે તો આ લો પૈસા અને કરો વ્યાપારીકરણ વગેરે બાબતો લઈને NSUI દ્વારા સેક્રેટરી રજૂઆત કરી હતી.

સુરતની સૌથી જૂની 100 વર્ષ જૂની સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી

સુરતની સૌથી જૂની 100 વર્ષ જૂની સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી છે. જેની અંદરથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આજે ગુજરાત અને ભારત દેશમાં નામ રોશન કરીને બહાર આવ્યા છે. એને બચવાની મુહિમ છે. NSUI યુથ કોગ્રેસ અને આજ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ બધા સાથે મળી આજે અમે આવેદન આપવા આવ્યા છીએ. છેલ્લા ઘણા દિવસથી અમારી યુનિવર્સિટી અને સરકાર સામે લડાઈ ચાલી રહી છે. પરંતુ અમે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીમાં પણ આવેદન આપીને જણાવવા માગીએ છીએ કે, સરકારનો હાથો બની તમે કોઈ કામ નથી કરતા. જેટલી પણ કોલેજોનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે તે થવું જોઈએ નહીં.

ગ્રાન્ટેડ કોલેજોની એક પણ રૂપિયાની ફીસ વધવી જોઈએ નહીં

સરકાર તમારા પર ગમે તેટલું દબાણ કરે જે રીતે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે કે, અમારી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી તથા કોલેજનું જોડાણ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સાથે રાખવા માંગીએ છીએ. એ પ્રકારનું લખાણ સરકારને પણ આપે કે મારી ગ્રાન્ટેડ કોલેજનું જોડાણ અમારી સાથે જ રાખવા માગીએ છીએ. અમને ખાતરી આપે કે આ ગ્રાન્ટેડ કોલેજોની એક પણ રૂપિયાની ફીસ વધવી જોઈએ નહીં.

2,000 રૂપિયાઓની નકલી નોટો ઉડાવામાં આવી હતી
2,000 રૂપિયાઓની નકલી નોટો ઉડાવામાં આવી હતી

ભાજપ સરકાર સાઠગાઠ કરીને શિક્ષણનું વ્યાપારીકરણ કરવા માંગે છે

જો સરકાર ફરજ પાડે તો આ જે ખાનગી યુનિવર્સિટી બની છે. એક ખાનગી યુનિવર્સિટીનું એફિલેશન રદ કરવા માટે સરકારને પત્ર લખે. ગ્રાન્ટેડ કોલેજોની એક પણ કોલેજ અમે ખાનગી યુનિવર્સિટીમાં જવા દેવા માંગતા નથી. કારણ કે, આજે જગ્યા આપનાર છે જે કરોડો રૂપિયાની જગ્યા જે સુરતના ભામાસાઓએ દાનમાં આપી હતી. 100 વર્ષે પહેલાની આ જગ્યા જયારે યુનિવર્સિટી ન હતી બની ત્યારથી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી તેનું મુખ્ય ઉદ્દેશ સસ્તુ શિક્ષણ અને સારું શિક્ષણ હતું, પરંતુ આજે સસ્તુ શિક્ષણ અને સારું શિક્ષણના નામે ક્યાંકને ક્યાંક સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, ભારતીય જનતા પાર્ટી તથા ભાજપ સરકાર સાઠગાઠ કરીને શિક્ષણનું વ્યાપારીકરણ કરવા માંગે છે.

આ પણ વાંચો: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ NSUI ની Merit Based Progression ની માગ સ્વીકારી

5,000 વિદ્યાર્થીઓ આજે પ્રવેશની રહે જોઈને બેઠા છે

વ્યાપારીકરણ અમે કરવા દઈશું નહીં સુરતના કુલ પાંચ 5,000 વિદ્યાર્થીઓ આજે પ્રવેશની રાહ જોઈને બેઠા છે. 12નું રીઝલ્ટ આવી ગયું છે, પરંતુ યુનિવર્સિટી કહે છે અમે પ્રવેશ નથી આપવાના કોલેજ કહે છે કે, નથી આપવાના તો આ 5,000 વિદ્યાર્થીઓ 500 અને 1000 રૂપિયામાં BA, B.Com અને BS.C કરીને નીકળતા હતા એના માટે આજે પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયો છે. તો અમે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીને કહેવા માંગીએ છીએ કે શિક્ષણનો વેપાર આ 100 વર્ષ જૂની સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીમાં કરવા જશો તો સુરતના જે શિક્ષણવિદો શિક્ષણ પ્રેમીઓ છે.

સુરત NSUI દ્વારા ગ્રાન્ટેડ કોલેજોનું ખાનગીકરણનો ફરી વિરોધ

આ પણ વાંચો: VNSGUમાં NSUI દ્વારા ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીમાં સમાવેશ બાબતે અનોખો વિરોધ

અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો આજે સુરત NSUI યુથ કોગ્રેસનો પ્રશ્ન નથી અમે તમામ એવા શિક્ષણ વેદોને સાથે લેવાના છે. સુરત અને દક્ષિણ ગુજરાતનો પ્રશ્ન છે. અમારી સાથે વાલી મંડળ પણ સંપર્કમાં છે. અહીંયાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ સંપર્કમાં છે. કર્મચારીઓનો પણ પ્રશ્ન છે. પરાધ્યાપકોનો પગાર પેન્શન વગેરેનો પ્રશ્ન છે. તમામને સાથે લઈ અને એક નોન પોલિટિકલ એક બેકગ્રાઉડ બનાવી રહ્યા છીએ. જો આ લોકો ખાનગી યુનિવર્સિટીમાં જશે તો આ રૂપાણી સરકારને ભલે વર્ષ બાકી હોય પણ ખાનગી યુનિવર્સિટી શિક્ષણ ધંધો બનાવવા માટે તો કદાચ તમામ લોકો સાથે મળી સરકારને ઉઠલાવાનો અને બિન રાજકીય રીતે ઉગ્ર આંદોલન કરીશું. આ લડાઈ ઘર-ઘર સુધી અને દક્ષિણ ગુજરાતના ગામડાઓ સુધી લઈ જવામાં આવશે. તેમ NSUIના પ્રવક્તાએ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.