Omicron Variant In Surat: ઓમિક્રોનની દહેશત વચ્ચે મહાનગરપાલિકા એક્શન મોડમાં, શાળા-કોલેજોમાં પણ થઈ રહ્યા છે ટેસ્ટિંગ

author img

By

Published : Dec 6, 2021, 3:19 PM IST

Omicron Variant In Surat: ઓમિક્રોનની દહેશત વચ્ચે મહાનગરપાલિકા એક્શન મોડમાં, શાળા-કોલેજોમાં પણ થઈ રહ્યા છે ટેસ્ટિંગ

રાજ્યમાં ધીરેધીરે ઓમિક્રોન (omicron variant in gujarat)નો ખોફ વધી રહ્યો છે. સુરત મહાનગરપાલિકા (surat municipal corporation corona) દ્વારા તકેદારીના ભાગરૂપે (omicron variant in ahmedabad) મહત્વના પગલાં લેવામાં આવી રહ્યા છે. એરપોર્ટ પર તમામ મુસાફરોનું ટેસ્ટિંગ (corona testing at surat airport) કરવામાં આવી રહ્યું છે. તો સ્કૂલ-કૉલેજોમાં પણ કોરોના ટેસ્ટિંગ (corona testing in school and colleges in surat) શરૂ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, જો સ્કૂલ-કૉલેજો બેદરકારી રાખશે તો તેમને 14 દિવસ સુધી બંધ કરવાનો કડક નિયમ પણ બનાવવામાં આવ્યો છે.

  • સ્કૂલ-કૉલેજોમાં કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે
  • સ્કૂલો બેદરકારી રાખે તો 14 દિવસ બંધ કરવામાં આવશે
  • એરપોર્ટ પર કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે

સુરત: મહાનગરપાલિકા દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય દેશ અને રાજ્યમાં ઓમિક્રોનની એન્ટ્રી (omicron variant in gujarat)ને લઈને સુરત મહાનગરપાલિકા (Omicron Variant In Surat) એલર્ટ થઇ ચુકી છે. સ્કૂલ, કોલેજમાં વિદ્યાર્થીઓ ફરી કોરોના સંક્રમિત ન થાય તે માટે ટેસ્ટિંગ (corona testing in surat) શરૂ કરવામાં આવ્યું છે. બેદરકારી દાખવનારી સ્કૂલ-કૉલેજને 14 દિવસ સુધી બંધ કરાવાનો કડક નિયમ બનાવાયો છે.

એરપોર્ટ પર તમામ લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે

ભારત દેશના તેલંગાણા, મુંબઈ (omicron variant in mumbai) ત્યારબાદ ગુજરાતના જામનગર (omicron variant in jamnagar)માં ઓમિક્રોનની દહેશત જોવા મળી છે. તેને લઈને સુરત મહાનગરપાલિકા (surat municipal corporation corona) એક્શન મોડમાં આવી ગઈ છે. શહેરના રેલવે સ્ટેશન (surat railway station), બસ સ્ટેશન (surat bus station) તથા એરપોર્ટ ઉપર બહારથી આવનારા તમામ મુસાફરોનું ટેસ્ટિંગ (corona testing at surat airport) કરવામાં આવી રહ્યું છે.

7 દિવસ ઘરમાં આઇસોલેટ રહેવું ફરજિયાત

કોઈ મુસાફર જે તે રાજ્ય કે શહેરમાંથી પોતાની સાથે RTPCR રિપોર્ટ લાવ્યો હોય તેમ છતાં જે તે સ્થળે ફરજિયાતપણે તેમનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. અન્ય દેશોમાંથી આવનારા યાત્રીઓનું ફરજિયાત પણે ટેસ્ટિંગ કરી 7 દિવસ માટે પોતાના ઘરે આઇસોલેટ કરવામાં આવી રહ્યા છે. આવી તમામ પ્રકારની તૈયારીઓ સાથે સુરત મહાનગરપાલિકા ઓમિક્રોનને લઈને એક્શન મોડમાં આવી ગઈ છે.

ઓમિક્રોનની દહેશત વચ્ચે શાળા-કોલેજોમાં ટેસ્ટિંગ

ભારતમાં ઓમિક્રોનની એન્ટ્રી (omicron variant in india)થી સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની તમામ સ્કૂલ-કોલેજો (corona testing in school and colleges in surat)માં વારાફરથી તમામ વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જે પણ શાળા-કોલેજો દ્વારા આ મામલે બેદરકારી દાખવવામાં આવશે તો તે શાળા-કોલેજોને 14 દિવસ માટે બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: રાજકોટ એરપોર્ટ પર મુસાફરોનું ઓમિક્રોન વાયરસ બાબતે ચેકિંગ કરાતું નથી: રામ મોકરિયા

આ પણ વાંચો: ગુજરાતમાં હજુ સુધી ઓમિક્રોનના એટલા કેસો નથી, જેથી વાયબ્રન્ટ સમીટ પર અસર પડે: આરોગ્ય પ્રધાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.