NIA એ જલીલ મુલ્લાને જવા દેવાયો, બન્ને ટીમો થઈ રવાના

author img

By

Published : Aug 1, 2022, 12:18 PM IST

Updated : Aug 1, 2022, 2:01 PM IST

NIA મદરેસામાં અરબી શિખવતા જલીલની કરી રહી છે પૂછપરછ

દિલ્હીની NIA ટીમે ગુજરાતમાં વિવિધ જગ્યાએ દરોડા (NIA Raids In Six States) પાડ્યા હતા. ત્યારે હવે આજે બીજા દિવસે NIA સુરતના 25 વર્ષીય શિક્ષક જલીલમુલાની અટકાયત કરી તેની પૂછપરછ કરી (Interrogation of persons named Jalilmulla) રહી છે. તો હવે બીજા દિવસે કયા ખૂલાસા થયા જોઈએ આ અહેવાલમાં.

સુરત: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ રવિવારે ગુજરાત, મધ્યપ્રદેશ, બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં સર્ચ ઓપરેશન (NIA Raids In Six States) હાથ ધર્યું હતું. "આઈએસઆઈએસને લગતી પ્રવૃત્તિઓ સાથેના જોડાણમાં" "શંકાસ્પદ" 6 રાજ્યોમાં દરોડા પાડી 13 જગ્યાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે હવે NIAએ સુરતમાં મદરેસામાં ભણાવતા શિક્ષકની અટકાયત કરી હતી. હાલ, ઝલીલ મુલ્લાને જવા દેવામાં આવ્યો. NIA અને ATS દ્વારા ફરી પૂછપરછ માટે બોલાવવામાં આવે તેવી શકયતા જણાઈ રહી છે. હાલ, NIA અને ATS ની ટિમ પણ રવાના થઈ છે.

શિક્ષક શંકાના દાયરામાં - NIAએ આજે (સોમવારે) બીજા દિવસે સુરતના કાંસકીવાડમાં રહેતા 25 વર્ષીય મદરેસા શિક્ષક જલીલમુલાની અટકાયત કરી હતી. આ શિક્ષકની ઓનલાઈન વૉઈસ ઑફ હિન્દના નામે બનેલા ગૃપમાં સંડોવણી હોવાની શંકા છે. તો હવે NIA આ શિક્ષકની પૂછપરછ (Interrogation of persons named Jalilmulla) કરી હતી. હાલ, તેમને છોડી દેવામાં આવ્યો હતો. જણાવવમાં આવી રહ્યું છે કે, તેમની આજે 4 કલાક પૂછપરછ કરવામાં આવી હતી.

સુરતના શિક્ષકની સંડોવણી હોવાની આશં

NIAએ શરૂ કરી પૂછપરછ - રવિવારે આશરે સાડા અગિયાર કલાક સુધી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી ગુજરાત ATS અને સુરત સ્પેશિયલ ઓપરેશન ગૃપના અધિકારીઓએ સુરતના કાસકીવાડ રહેતા જલીલમુલ્લા નામના શખ્સની પૂછપરછ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, NIA અને ATS સંયુક્ત ટીમે SOGની ટીમને સાથે રાખીને રવિવારે વહેલી સવારે કકાંસકીવાડમાં દરોડા (NIA Raids In Six States પાડ્યા હતા. અહીંયા રહેતા અને ઉનની મદરેસામાં અરબી ભાષા શિખવતા 25 વર્ષીય જલીલને પૂછપરછના (Interrogation of persons named Jalilmulla) ઈરાદે અટકાયતમાં લેવાયો હતો.

કર્ણાટકનો ઝૂફરી મેસેજ કરતો હતો ફોરવર્ડ - વર્ષ 2021માં કર્ણાટકના ભટકલથી ઝૂફરી જવાહર દામુદીને અટકાયતમાં લેવાયો હતો. ઝૂફરી ISISની સાઈબર એન્ટીટી અબૂ હાઝરી અલબદરી દ્વારા મુસ્લિમોને ઉછેરવા માટે અને યુવાનોને ISISના સભ્ય બનાવવા ઉશ્કેરતા અનુવાદિત થયેલા મેસેજ વૉઈઝ ઑફ હિન્દના નામે ભારતમાં ઓનલાઈન ગૃપમાં પ્રસારિત કરતો હતો. આ મોડ્યુલ હજી પણ અસ્તિત્વમાં હોવાનું અને તેની સાથે સંકળાયેલા શંકાસ્પદ યુવાનો દેશભરમાં આ પ્રવૃત્તિ કરતા હોવાની આશંકા સાથે 6 રાજ્યોમાં 13 સ્થળે થયેલી રેડ (NIA Raids In Six States) વચ્ચે સુરતના મૌલવીને પૂછપરછ માટે અટકાયતમાં લેવાયો હતો.

આ પણ વાંચો- આસામમાં NIAએ માઓવાદીઓ સાથે સંબંધ ધરાવતા દંપતીની કરી ધરપકડ

સત્તાવાર રીતે આ ઈસમની ધરપકડ કરાઈ નથી - રવિવાર બાદ સોમવારે પણ NIA દ્વારા આ મૌલવીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જોકે, અત્યાર સુધી સત્તાવાર રીતે આ ઈસમની ધરપકડ કરાઈ નથી, પરંતુ દેશ વિરોધી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા મોડ્યુલમાં સુરતના યુવાનની સંડોવણી આ પ્રકરણમાં છે કે નહીં. આ એજન્સીઓ સતત પૂછપરછ કરી રહી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી અને ભરૂચમાં NIAની ટીમ દ્વારા સતત વોચ (NIA watch in South Gujarat) રાખવામાં આવી છે.

આ પણ વાંચો- NIAએ ગુજરાત સહિત 5 રાજ્યોમાં હાથ ધર્યું સર્ચ ઓપરેશન

સુરતના શિક્ષકની સંડોવણી હોવાની આશંકા - સુરતનો આ શિક્ષક ઓનલાઈન વૉઈસ ઑફ હિન્દના (Online Voice of Hind) નામે બનેલા ગૃપમાં સંડોવાયેલા હોવાની આશંકાથી દિલ્હીની નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીએ ગુજરાતમાં અમદાવાદ, નવસારી, ભરૂચ અને સુરત ખાતે દરોડા પાડ્યા હતા. ISIS મોડ્યુલમાં કેટલાક યુવાનો જોડાયા હોવાની આશંકાના આધારે દરોડાની (NIA Raids In Six States) કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Last Updated :Aug 1, 2022, 2:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.