હીરાના પડીકામાં રેતી ભરીને દોઢ કરોડના હીરા પચાવનારા વેપારી અને દલાલોની સામે છેતરપિંડીની ફરિયાદ

author img

By

Published : Aug 6, 2021, 2:17 PM IST

સુરત

રતના વરાછા વિસ્તારમાં હીરા દલાલ અને એક વેપારીએ વેચાણના ઇરાદાથી 9 વેપારીઓ પાસેથી કુલ 1.59 ના હીરા લઈ રૂપિયા ન ચૂકવી હીરાના પડી ગામમાં રેતી ભરીને કરોડો રૂપિયાના હીરા બચાવી છેતરપિંડી (cheating) કરી છે. જોકે, પોલીસે હીરા દલાલ અને વેપારી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાતા વેપારી મયુરે પોલીસ કસ્ટડીથી બચવા ઝેર પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આરોપી હીરા દલાલ ચતુર લાલજી પાનસેરીયા અને હીરા વેપારી મયુર સામે પોલીસે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી છે.

  • હીરાના પડીકામાં રેતી ભરીને દોઢ કરોડના હીરા પચાવી છેતરપિંડી (cheating)
  • હીરાદલાલ અને એક વેપારીએ વેચાણના ઇરાદાથી 9 વેપારીઓ પાસેથી કુલ 1.59 ના હીરા લઈ રૂપિયા ન ચૂકવી
  • આરોપી ચતુર અને મયુર વિરુદ્ધ ફરિયાદ થતાં મયુર નામના આરોપીએ ઘરમાં ઝેર પી લીધું

સુરત: પેમેન્ટની ચૂકવણી નહીં કરવી પડે આ માટે હીરા દલાલ અને વેપારીએ હીરાના પડીકામાં રેતી ભરીને દોઢ કરોડના હીરા પચાવી છેતરપિંડી (cheating) કરી છે જે અંગે વરાછા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ થઈ છે એટલું જ નહીં આરોપી ચતુર અને મયુર વિરુદ્ધ ફરિયાદ થતાં મયુર નામના આરોપીએ ઘરમાં ઝેર પી લીધું હતું. હાલ આરોપીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો છે જ્યાં તેની હાલત ગંભીર છે.

રેતી ભરીને કરોડો રૂપિયાના હીરા બચાવી છેતરપિંડી કરી છે

સુરતના વરાછા વિસ્તારમાં હીરા દલાલ અને એક વેપારીએ વેચાણના ઇરાદાથી 9 વેપારીઓ પાસેથી કુલ 1.59 ના હીરા લઈ રૂપિયા ન ચૂકવી હીરાના પડી ગામમાં રેતી ભરીને કરોડો રૂપિયાના હીરા બચાવી છેતરપિંડી કરી છે. જોકે, પોલીસે હીરા દલાલ અને વેપારી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાતા વેપારી મયુરે પોલીસ કસ્ટડીથી બચવા ઝેર પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આરોપી હીરા દલાલ ચતુર લાલજી પાનસેરીયા અને હીરા વેપારી મયુર સામે પોલીસે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી છે. બંને પેમેન્ટ ન આપવા પડે એ માટે હીરાનાં પડીકાંમાં રેતી ભરીને આપ્યા હતા.

આ પણ વાંચો: સેલવાસમાં ભાગીદારીના ધંધામાં 1.51 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ

તમામ વેપારીઓએ ભેગા થઈ વરાછા પોલીસમાં અરજી આપી હતી

વરાછા વિસ્તારમાં રહેતા હીરા વેપારી નાનુભાઈએ હીરાના દલાલ ચતુર ભાઈ મારફતે રૂપિયા 31 લાખના હીરા વેચવા માટે આવ્યા હતા. જોકે, સમયસર પેમેન્ટ નહીં મળતા તપાસ થઈ હતી અને આ હીરા દલાલે બીજા સાત વેપારીઓને પણ ચૂનો ચોપડીને 1.59 કરોડનું ફૂલેકું ફેરવ્યું હતું. ચતુરભાઈ આહીરા વરાછામાં રહેતા મયુરભાઈને વેચવા આવ્યા હોવાનું કહ્યું હતુ. એક મહિના ઉપરાંતનો સમય થયો છતાં પણ પેમેન્ટ નહીં આવતા નાનુભાઈએ તપાસ કરી હતી. આ દરમિયાન ચતુરભાઈએ પોતાનું પેમેન્ટ આપી દેવાનું દબાણ કરી પઠાણી ઉઘરાણી કરી હતી.

હીરાના પડીકામાં રેતી ભરીને દોઢ કરોડના હીરા પચાવી છેતરપિંડી
હીરાના પડીકામાં રેતી ભરીને દોઢ કરોડના હીરા પચાવી છેતરપિંડી

ચતુરભાઈએ બીજા સાત વેપારીઓ સાથે મળીને કુલ 1.59 કરોડના હીરા ઉઘારીમાં લીધા

હીરા બજારમાં થતી ચર્ચા પ્રમાણે આ ચતુરભાઈએ બીજા સાત વેપારીઓ સાથે મળીને કુલ 1.59 કરોડના હીરા ઉઘારીમાં લઈને પૈસા ચૂકવાયા ન હોવાનું બહાર આવ્યું હતું. તમામ વેપારીઓએ ભેગા થઈ વરાછા પોલીસમાં અરજી આપી હતી. અઠવાડિયાની તપાસ બાદ આખરે ચતુરભાઈ તેમજ તેના મિત્ર મયુર સામે ઠગાઈનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: લેકાવાડામાં બિલ્ડરે સ્કીમ મુકી 50થી 60 જેટલા લોકોને છેતરી કરોડો ઓઇયાં કર્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.