પ્રથમવાર સુરતમાંથી મળ્યું MD ડ્રગ્સ જપ્ત કરાયું, પોલીસને ગુમરાહ કરવા માટે તેણે કહ્યું કાંઈક આમ

author img

By

Published : Sep 30, 2022, 10:52 PM IST

પ્રથમવાર સુરતમાંથી મળ્યું MD ડ્રગ્સ જપ્ત કરાયું, પોલીસને ગુમરાહ કરવા માટે તેણે કહ્યું કાંઈક આમ

સુરતના સુરત પોલીસ દ્વારા 1.60 કરોડના MD ડ્રગ્સ જપ્ત (Surat Police Seized MD Drugs ) કરવામાં આવ્યું છે. અફઝલ ગુરુ નામનો વ્યક્તિ મુંબઈથી એક વ્યક્તિ પાસેથી આ ડ્રગ્સનો જથ્થો કોઈ પ્રાઇવેટ વાહન મારફત (MD drugs found in Surat were seized)સુરત લાવ્યો હતો. તેને સુરત શહેરમાં ઘુસાડી રહ્યો હતો.

સુરત ડાયમંડ સિટીમાં પ્રથમવાર (First time MD drugs found in Surat) સુરત પોલીસ દ્વારા 1.60 કરોડના MD ડ્રગ્સ જપ્ત (Surat Police Seized MD Drugs) કરાયું હતું. શહેરના એન્ટ્રી પોઇન્ટ એવા નિયોલ ચેકપોસ્ટ પાસેથી પોલીસે મૂળ અજમેરના અફઝલ ગુરુ પાસેથી 1 કિલો 670 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી (Surat Police arrested MD Drugs Accused ) પાડ્યો હતો. પોલીસે જ્યારે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસને ગુમરાહ કરવા માટે તેને MD ડ્રગ્સ ફટકડી હોવાનું જણાવ્યું હતું.

શહેરના એન્ટ્રી પોઇન્ટ એવા નિયોલ ચેક પોસ્ટ પાસેથી પોલીસે મૂળ અજમેરના અફઝલ ગુરુ પાસે થી 1 કિલો 670 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો.

મુંબઈથી પ્રાઇવેટ વાહન મારફત MD ડ્રગ્સ આવ્યું સુરતના ઇતિહાસમાં સૌથી મોટો MD ડ્રગ્સનો કેસ (Surat MD Drugs Case) પોલીસ ચોપડે નોંધાયો છે. અફઝલ ગુરુ નામનો વ્યક્તિ મુંબઈથી એક વ્યક્તિ પાસેથી આ ડ્રગ્સનો જથ્થો કોઈ પ્રાઇવેટ વાહન મારફત સુરત લાવ્યો હતો. તેને સુરત શહેરમાં ઘુસાડી રહ્યો હતો. તે દરમિયાન સુરત પોલીસે તેને ઝડપી લીધો હતો. પોલીસને શંકા ના જાય તે માટે અફઝલ MD ડ્રગ ટ્રાવેલિંગ બેગમાં સંતાડીને લાવ્યો હતો. પોલીસ પકડે નહીં તે માટે ચેકપોસ્ટ પહેલા તે વાહનમાંથી ઉતરી ગયો હતો. પગપાળા ચાલીને ચેકપોસ્ટ પસાર કરી રહ્યો હતો.

અન્ય રાજ્યોમાં પણ થશે તપાસ અફઝલને અટકાવીને તેની બેગ પોલીસ દ્વારા ચેક કરતાં તેમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં પોલીસને તે જથ્થો ફટકડીનો હોવાનું જણાવ્યું હતું, પરંતુ પોલીસ પાસે પાકી બાતમી હોવાથી પોલીસે સઘન તપાસ કરી હતી. જેને પગલે તે જથ્થો ગેરકાયદે એમડી ડ્રગ્સનો જ હોવાનો ફલિત થયું હતું. જેથી પોલીસે તાત્કાલિક અફઝલની અટકાયત કરીને તેની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, મુંબઈના એક વ્યક્તિએ તેને આ ડ્રગ આપ્યું હતું. તેને ડ્રગ સપ્લાય કરનાર (Surat Police arrested MD Drug Supplier) આ વ્યક્તિના પિતા પણ ડ્રગ કેસમાં જ મુંબઈની જેલમાં બંધ છે. પોલીસ કમિશનર (Surat Police Commissioner) અજય તોમરે જણાવ્યું હતું કે, આ કેસમાં અન્ય રાજ્યોમાં પણ તપાસ કરવામાં આવશે અને આરોપી સુરતમાં કોણે આ ડ્રગ સપ્લાય કરવાનો હતો. તે અંગેની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.