Fire Robot in Surat : સુરતમાં આગમાં ફસાયેલા વ્યકિતને ફાયર રોબોટ પકડી પાડશે, શું છે આ રોબોટ જાણો

author img

By

Published : Apr 1, 2022, 2:32 PM IST

Updated : Apr 1, 2022, 3:03 PM IST

Fire Robot in Surat : સુરતમાં આગમાં ફસાયેલા વ્યકિતને ફાયર રોબોટ પકડી પાડશે, શું છે આ રોબોટ જાણો

સુરત શહેરમાં આગની ઘટનાને લઇને સ્વદેશી રિમોર્ટ કંટ્રોલ ફાયર રોબોટ (Fire Robot in Surat) આવ્યું છે. આ રોબોટ દાદર ઉપર ખૂબ જ સરળતાથી જઈ શકે છે. સાથે રોબોટમાં કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. તો આગની ઘટનામાં આ રોબોટ (Remote Control Fire Robot) કેવી રીતે સરળતાથી કામ આપે છે જાણો..

સુરત : સુરત શહેરમાં વધતી જતી આગની ઘટનાને લઇને હવે આગની ઘટનાઓમાં ફાયર રોબોટ (Fire Robot in Surat) જોવા મળશે. આજે સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગને એક સ્વદેશી ફાયર રોબોટ આપવામાં આવ્યું છે. આ ફાયર રોબોટ જેની કિંમત 1.42 લાખ છે. આ રોબોટ દાદર ઉપર પણ ખૂબ જ સરળતાથી જઈ શકે છે. અને આ રોબોટના મદદથી 60 મીટર સુધી પાણીનો મારો ચલાવી શકાશે.

આગને કાબુમાં લેવા માટે શહેરમાં સ્વદેશી ફાયર રોબર્ટ

રિમોટથી રોબોટ કંટ્રોલ - આ ઉપરાંત ફાયર રોબોટ 180 ડિગ્રીએ રોલેટ થશે. જોકે ગુજરાતમાં ફાયર રોબોટ પહેલા અમદાવાદમાં હતું. પરંતુ હવે સુરતમાં આગ જેવી ઘટનાઓમાં આ ફાયરરોબોટની મદદ લેવામાં આવશે. જેથી ફાયરના જવાનોને ખૂબ જ ઉપયોગી બની રહેશે. તે ઉપરાંત અન્ય સાત જેટલી ફાયરની ગાડીઓ પણ આપવામાં આવી છે. અને આ રોબોટને મદદથી ખૂબ જ ફોર્સથી પાણીનો મારો ચલાવી શકાશે. આ રોબોટને રિમોટથી કંટ્રોલ (Remote Control Fire Robot) કરવામાં આવશે.

આ પણ વાંચો : Fire Department Ahmedabad: અમદાવાદ ફાયર વિભાગની 50થી વધુ ગાડીઓ ધૂળ ખાઈ રહી છે, મેઇન્ટેનન્સ બાકી

એક મિનિટની અંદર 400 લીટર પાણીનો ઉપયોગ - એડિશનલ ફાયર ઓફિસર વસંત પરીખ જણાવ્યું કે, આજે સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગને (Surat Fire Department) સાત જેટલી ગાડીઓ અને ફાયર રોબોટનું મેયરના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. ફાયર રોબોટની ખાસિયત એ છે કે, આ રોબોટ દ્વારા અમે લોકો 50 મીટર સુધી રિમોટથી કંટ્રોલ કરી શકીશું. આ રોબોટમાં એક મોનિટર પર લગાવવામાં આવ્યું છે. જેનો એક મિનિટની અંદર 400 લીટર પાણીનો ઉપયોગ કરી શકાશે. તથા 180 ડિગ્રીએ રોલેટ થશે.

રોબોટમાં બે કેમેરા - વધુમાં જણાવ્યું કે, આ ફાયર રોબોટમાં બે કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. એમાં એક કેમેરો થર્મલ અને બીજો ક્યુબન કેમેરા લગાવવામાં આવ્યા છે. આમાં થર્મલ કેમેરાની મદદથી અતિશય સ્મોક અને નાઇટમાં કોઈ દેખાતું ન હોય તો તેની મદદથી અમે જોઈ શકીશું. કોઈ ફસાયેલો હશે તો પણ અમે જોઈ શકીશું. હાલતા સુરત ફાયર વિભાગ પાસે આ એક જ રોબોટ છે. બીજું અમદાવાદમાં આ જ રીતનું એક રોબોટ છે. એટલે કે ગુજરાત ફાયર વિભાગ (Gujarat Fire Department) પાસે બે રોબોટ છે.

આ પણ વાંચો : Fire in Surat Bank: સુરતના બેંક ઓફ બરોડાની મુખ્ય શાખામાં આગ લાગતા રૂમ બળીને ખાખ

"કેમેરા દ્વારા તમામ દ્રશ્ય જોઈ શકાય" - સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલ જણાવ્યું કે, આ ફાયર રોબર્ટ સ્વદેશી ટેકનોલોજીના રોબોટ છે. આનો રિમોટ 150 મીટર સુધી ઓપરેટ કરી શકે છે. એમાં બે પાઇપલાઇન આપવામાં આવી છે. જ્યારે કોઈ ગોડાઉન અંદર ગ્રાઉન્ડ પાર્કિંગમાં આગ લાગી હોય તેમાં તેના મૂળ સુધી પહોંચવું ખૂબ જ જરૂરી બને છે. અને તેમાં ફાયરના જવાનો પણ પહોંચી નથી શકતા. ત્યાં આ રોબોટ ખૂબ જ સરળતાથી (Fire Robot Overcame Fire) પહોંચી શકશે. અને સમગ્ર માહિતી આ રોબોટ દ્વારા મળી શકશે. આ ઉપરાંત બે કેમેરા જે આગના સ્મોકમાં પણ પિક્ચર લઇ શકશે. આ રોબર્ટના મદદથી સુરત સુરક્ષિત બનશે.

Last Updated :Apr 1, 2022, 3:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.