સુરત ચેમ્બર ઓફ કોમર્સની મેનેજીંગ કમિટીની ચૂંટણીમાં પરિવર્તન પેનલના આઠેય ઉમેદવારોની ડીપોઝીટ ડૂલ

author img

By

Published : Mar 29, 2021, 4:26 PM IST

સુરત ચેમ્બર ઓફ કોમર્સની મેનેજીંગ કમિટીની ચૂંટણીમાં પરિવર્તન પેનલના આઠેય ઉમેદવારોની ડીપોઝીટ ડૂલ

સુરત ચેમ્બર ઓફ કોમર્સની મેનેજીંગ કમિટીના આજીવન સભ્યોની 46 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં પરિવર્તન પેનલના આઠેય ઉમેદવારોની ડીપોઝીટ ડૂલ થઈ ગઈ હતી.

  • સહકાર પેનલના 46 અને પરિવર્તન પેનલના 8 સભ્યો વચ્ચે ચૂંટણીજંગ
  • 7000 પૈકી કુલ 1731 સભ્યોએ મતદાન કરતાં લગભગ 25 ટકા મતદાન નોંધાયું
  • મોટાભાગના ઉમેદવારો 1500થી વધુ મત મેળવવામાં રહ્યા સફળ

સુરત: અનેક વિવાદો વચ્ચે ચેમ્બરના ઇતિહાસમાં બીજી વખત ચેમ્બર ઓફ કોમર્સની મેનેજીંગ કમિટીના આજીવન સભ્યોની 46 બેઠક માટે સહકાર પેનલના 46 અને પરિવર્તન પેનલના 8 એમ કુલ 54 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. જેમાં 7000 પૈકી કુલ 1731 સભ્યોએ મતદાન કરતાં લગભગ 25 ટકા મતદાન નોંધાયું હતું. જે પૈકી 156 વોટ ગેરમાન્ય ઠરતા 1575 વોટની ગણતરી કરવામાં આવી હતી. જેમાં સહકાર પેનલના 46 ઉમેદવારોને વિજયી ઘોષિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ચેમ્બરની મેનેજીંગ કમિટીની ચૂંટણી: ભાજપના કમળ સમાન ચૂંટણી ચિન્હ પરિવર્તન પેનલને ફાળવતા વિવાદ

મોટાભાગના ઉમેદવારો 1500થી વધુ મત મેળવવામાં સફળ

સહકાર પેનલના ઉમેદવારોને 1545થી 1480 વચ્ચે વોટ મળ્યા હતા. જ્યારે પરિવર્તન પેનલનું કમળ ખીલ્યું પણ ન હતું. પરિવર્તન પેનલના આઠેય ઉમેદવારોની ડીપોઝીટ ડૂલ થઇ હતી. ડિપોઝિટ બચાવવા 472 વોટ જરૂરી હતા, પરંતુ પરિવર્તન પેનલનો એકેય ઉમેદવાર 207થી વધુ વોટ ન મેળવી શક્યા ન હતા. બીજી તરફ ચૂંટણી કમિટી દ્વારા જે ઉમેદવારોના ફોર્મ રદ્દ કરાયા હતા. તે પૈકી મોટાભાગના ઉમેદવારો 1500થી વધુ મત મેળવવામાં સફળ રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.