Cannabis seized in Surat: SOGએ રિક્ષાની તપાસ કરતા સામે આવી ચોંકાવનારી ઘટના

author img

By

Published : Apr 27, 2022, 11:39 AM IST

Cannabis seized in Surat: SOGએ રિક્ષાની તપાસ કરતા સામે આવી ચોંકાવનારી ઘટના

સુરત SOGએ 91 કિલો ગાંજા સાથે એક આરોપીની ધરપકડ (Cannabis seized in Surat) કરી હતી. SOGની ટીમે આરોપીને પકડવા માટે પોલીસકર્મીઓની (SOG Team Operation in Surat) અલગ અલગ ટીમ બનાવી હતી.

સુરતઃ સુરત સ્પેશિયલ ઓપરેશન્સ ગૃપે બાતમીના (SOG Team Operation in Surat ) આધારે 91 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. આ સાથે જ SOGએ ઓડિશાથી ગાંજાનો જથ્થો મગાવનારા એક આરોપીની પણ ધરપકડ કરી (Cannabis seized in Surat) હતી. આ ગાંજાની કિંમત 9,00,000 કરતા વધુ હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે મુદ્દામાલ કર્યો કબજે

બાતમીના આધારે પકડાયો આરોપી - સુરત SOGને આ અંગે બાતમી મળી હતી કે, આરોપી ઑટો રિક્ષા મારફતે ગાંજાના જથ્થાની હેરાફેરી કરી સુરત શહેરમાં ગાંજો ઘૂસાડી રહ્યો છે. ત્યારે પોલીસકર્મીઓએ આરોપીને પકડી પાડવા માટે વોચ ગોઠવી હતી.

આ પણ વાંચો- Cannabis dealer in South Gujarat: દક્ષિણ ગુજરાતના સૌથી મોટા ગાંજા ડીલર પાડી બ્રધર્સની તમામ સંપત્તિઓ જપ્ત

પોલીસે આટલો મુદ્દામાલ કર્યો કબજે - SOGની ટીમે સરથાણા વિસ્તારમાં વોચ ગોઠવી કામરેજ તરફથી સુરત શહેરમાં પ્રવેશતી GJ-05-BV 6258 નંબરની ઑટો રિક્ષાને રોકી હતી. પોલીસે રિક્ષાની તપાસ કરતા તેમાંથી 9,14,690 રૂપિયાની કિંમતનો 91 કિલો ગાંજો મળી (Cannabis seized in Surat) આવ્યો હતો. આ સાથે જ પોલીસે 35 વર્ષીય આરોપી અરવિંદકુમાર રામચંદ્ર પ્રજાપતિ ઉર્ફે પિન્ટુની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી પાસેથી 5,000 રૂપિયાની કિંમતનો એક મોબાઈલ, ગાંજાની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી રિક્ષા, આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, પાનકાર્ડ તથા એક ન્યૂઝ ચેનલનું આઈ-કાર્ડ મળી કુલ 10,24,690 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ પણ વાંચો- Cannabis Seized from Banaskantha : ડીસા પોલીસે ગાંજા સાથે આરોપીની કરી અટકાયત

મળતીયા મારફતે ઓટો રીક્ષામાં સંતાડી - આરોપીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે, ઉત્કલ નગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં સુરત પોલીસે નાર્કોટિક્સના કેસો કરી ઘણા ડ્રગ્સ માફિયાનોને જેલભેગા કર્યા હોવાથી ગાંજાનો સંગ્રહ કરવો મુશ્કેલ હતો. આથી ઓડિશા ખાતે રહેતા વોન્ટેડ આરોપીએ ગાંજાનો (Cannabis seized in Surat) જથ્થો મોકલ્યો હતો. જ્યારે મળતિયાએ ઑટો રિક્ષામાં આ જથ્થો સુરત પહોંચાડ્યો હતો. સુરતમાં અશ્વિનીકુમાર વિસ્તારમાં વેચાણ કરતા વોન્ટેડ આરોપીને આ જથ્થો આપવાનો હતો. તો આરોપીઓ સામે સરથાણા પોલીસ સ્ટેશનમાં (Sarthana Police Station) NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.