કોંગ્રેસ કેમ આટલી ડરી ગઈ છે? એમને EDની નોટીસથી આટલો ડર કેમ લાગે છે :સી.આર.પાટીલ

author img

By

Published : Jun 15, 2022, 4:33 PM IST

કોંગ્રેસ કેમ આટલી ડરી ગઈ છે? એમને EDની નોટીસથી આટલો ડર કેમ લાગે છે :સી.આર.પાટીલ

ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા ગતરોજ પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ (C R patil slams to congress ) પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધી અને એમના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસ પર EDની નોટીસ આપવામાં આવી છે તે મુદ્દે મીડિયા સમક્ષ બ્રિફીંગ કર્યું હતું.

સુરત: ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ (C R patil slams to congress ) દ્વારા ગતરોજ પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી (Surat c r patil press meet ) હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધી અને એમના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસ પર EDની નોટીસ (ed notice to rahul gandhi ) આપવામાં આવી છે. જેનું મીડિયા સમક્ષ બ્રિફીંગ કર્યું હતું. EDના કારણે કોગ્રેસ આટલી ગભરાઈ કેમ જાય છે. સોનિયા અને રાહુલ ગાંધીને EDએ સ્ટેટમેન્ટ માટે નોટિસ મોકલી છે.

આ પણ વાંચો: રાહુલનું ઓપરેશન રેસ્ક્યુ પૂર્ણઃ 106 કલાક બાદ બોરવેલમાંથી બહાર કાઢી દવાખાનામાં હાલ હળવો તાવ

આ પેહલા જયારે કેસ થયો હતો ત્યારે તેમણે કોર્ટમાંથી બેલ લીધી હતી. આ બંનેઉ આજે બેલ ઉપર છે. આમાં જયારે તેમને સ્ટેટમેન્ટ માટે બોલવામાં આવે ત્યારે તે લોકો પોતાના બચાવ માટે કોગ્રેસ રાજકીય મુદ્દો આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જો તેઓ સાચા હોય તો EDથી તેમણે ભાગવું જોઈએ નહિ. આ નોટીસને કારણે કોંગ્રેસ ગભરાઈ છે. હાલમાં બંનેએ કોર્ટમાંથી આગોતરા જામીન પણ લીધેલા છે.

આ પણ વાંચો: Flamingo Pink Celebration: મનમોહક ગુલાબી ફ્લેમિંગો પક્ષી જોવા છે? તો પહોંચી જજો અહીં

આવા સંજોગોમાં ED તરફથી નોટીસ (Rahul gandhi national herald case) આપીને જવાબ લખાવવા માટે બોલાવવામાં આવે એનો અર્થ એ છે કે, આ ક્રીમીનીલ કેસ છે અને એવા ક્રિમીનલ કેસના ડરથી રાજકીય મુદ્દો બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ કેસનો ફોર્મ્યુલા ખુબ જુનો થઇ ગયો છે, ભ્રષ્ટાચાર કરવો અને જ્યારે સત્ય સામે આવે ત્યારે રાજકીય મુદ્દો બનાવીને ચગાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે, આ લોકોએ દેશની સંપત્તિને લુંટી છે, આ કેસમાં સ્વયંસ્પષ્ટ થઇ ગયું છે.

કોંગ્રેસ કેમ આટલી ડરી ગઈ છે? એમને EDની નોટીસથી આટલો ડર કેમ લાગે છે :સી.આર.પાટીલ
કોંગ્રેસ કેમ આટલી ડરી ગઈ છે? એમને EDની નોટીસથી આટલો ડર કેમ લાગે છે :સી.આર.પાટીલ

પવન બંસલ, મલ્લિકા અર્જુન ખડગે: વધુમાં જણાવ્યું કે, જે રીતે એમણે યંગ ઇન્ડિયા કંપની (young india company) બનાવી અને બધાજ શેર હોલ્ડર્સને પૂછ્યા વગર શેર ટ્રાન્સફર કરી દીધા અને ફક્ત 50 લાખની કિંમતે આખી પ્રોપર્ટીને પોતાના નામે લઇ જવાનો પ્રયત્ન કર્યો હતો. એના કારણે આ કેસ થયો છે અને સોનિયા ગાંધી સહીત બીજા બે લોકો સામે કેસ થયેલા છે. અને એમાંથી થોડાક વર્ષો પહેલા જ કેટલાક લોકોએ એનો જવાબ પણ લખાવ્યો હતો જેમાં પવન બંસલ, મલ્લિકા અર્જુન ખડગે એમાં એમણે પણ જવાબ લખાવ્યો છે અને એમણે પણ સ્વરીતે આ જવાબ લખાવી દેવો જોઈએ અને પોતાની વાત રજુ કરી દેવી જોઈએ.

લોકશાહીને લાંછન: આપણે ઇન્દિરા ગાંધી વખતે જોયું કે, નામદાર કોર્ટનાં હુકમ પછી જ્યારે એમનું ઈલેક્શન રદ્દ થયું ત્યારે કોંગ્રેસ કટોકટી લાદ્યા સુધી લઇ ગયા હતા. આ દેશની લોકશાહીને લાંછન લગાડવાનો પણ પ્રયત્ન કર્યો હતો અને પોતાના બચાવમાં કટોકટીનો ઉપયોગ કર્યો હતો. આજે પણ જ્યારે આ કરોડો રૂપિયાની મિલકતો હડપવાનો જ્યારે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો પ્રયત્ન હતો એ પ્રયત્ન જ્યારે નિષ્ફળ જઈ રહ્યો છે અને EDએ જ્યારે લોકો સમક્ષ મુક્યું છે ત્યારે એને રાજકીય રંગ આપવો એ કોંગ્રેસને શોભતું નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.