Beware: દિલ્હીના વિદ્યાર્થીએ મહિલાના નામે ફેક ID બનાવી સુરતના યુવકને કર્યો બ્લેકમેલ, યુવકે કંટાળીને કરી આત્મહત્યા

author img

By

Published : Nov 20, 2021, 10:51 AM IST

Beware: દિલ્હીના વિદ્યાર્થીએ મહિલાના નામે ફેક ID બનાવી સુરતના યુવકને કર્યો બ્લેકમેલ, યુવકે કંટાળીને કરી આત્મહત્યા

સોશિયલ મીડિયા (Social Media) પર અજાણ્યા વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ (Friend Request) સ્વીકારવી કેટલી ભારે પડી શકે છે. તેનું એક ઉદાહરણ જોવા મળ્યું છે સુરતમાં. દિલ્હીના એક વિદ્યાર્થીએ મહિલાના નામે ફેક એકાઉન્ટ (Fake Account) બનાવી સુરતના એક યુવકને ફ્રેન્ડ રિક્વેસ્ટ (Friend Request) મોકલી હતી. ત્યારબાદ આરોપીએ યુવક પાસેથી બળજબરીપૂર્વક રૂપિયા પડાવ્યા હતા. આ વાતથી કંટાળી આખરે યુવકે આત્મહત્યા કરી લીધી હતી. તો સાયબર ક્રાઈમે (Cyber Crime) આ ગુનામાં સંડોવાયેલા આરોપીની હરિયાણાથી ધરપકડ કરી હતી. આરોપી વિદ્યાર્થી બિભત્સ વીડિયો (Nasty videos) બનાવી વીડિયો વાઈરલ (Video Viral) કરવાની ધમકી આપી રહ્યો હતો.

  • દિલ્હીના વિદ્યાર્થીએ ફેક એકાઉન્ટ (Fake Account) બનાવી સુરતના યુવકને ફસાવ્યો
  • આરોપી વિદ્યાર્થી સુરતના યુવક પાસેથી પૈસાની કરતો હતો માગણી
  • દિલ્હીમાં બીટેક કરનારા આરોપી વિદ્યાર્થી સાદાબ ખાને બનાવ્યું હતું ફેક એકાઉન્ટ (Fake Account)
  • વારંવાર પૈસાની માગણીથી કંટાળી આખરે યુવકે આત્મહત્યા (Suicide) કરી
  • સાયબર ક્રાઈમે (Cyber Crime) હરિયાણાના ફરીદાબાદથી આરોપીની ધરપકડ કરી

સુરતઃ સોશિયલ મીડિયાનો (Social Media) ઉપયોગ કરતા તમામ લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતના એક યુવકને મહિલાના નામે ફેક એકાઉન્ટ (Fake Account) બનાવી દિલ્હીના એક વિદ્યાર્થીએ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. આરોપી વિદ્યાર્થી સાદાબ ખાને (Accused student Sadab Khan) ઈન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ (Fake account on Instagram) બનાવી યુવક સાથે વાતચીત કરી હતી. તે દરમિયાન વીડિયો કોલીંગ કરી બિભત્સ વીડિયો બનાવ્યો હતો અને આ વીડિયો વાઈરલ (Video viral) કરવાની ધમકી આપી હતી.

યુવકે આરોપીને આત્મહત્યાનું કહ્યું તેમ છતાં આરોપીએ વધુ પૈસા માગ્યા

આ પણ વાંચો- સુરતમાં ઇન્સ્ટાગ્રામ પર નગ્ન વીડિયો વાયરલ કરવાની ધમકીઓથી કંટાળી યુવાને કરી આત્મહત્યા

યુવકે આરોપીને આત્મહત્યાનું કહ્યું તેમ છતાં આરોપીએ વધુ પૈસા માગ્યાઆ સાથે જ આરોપીએ સુરતના યુવક પાસેથી બળજબરીપૂર્વક પૈસા પડાવ્યા હતા. યુવકે છેલ્લે તેની પાસે પૈસા નથી તેમ કહેવા છતાં પણ આરોપીએ વધુ 5,000 રૂપિયાની માગ કરી હતી. ત્યારબાદ કંટાળી યુવકે આત્મહત્યા કરી હતી. જોકે, સાયબર ક્રાઈમે આરોપી સાદાબ ખાનને હરિયાણાથી ઝડપી પાડ્યો છે. આરોપી દિલ્હીમાં બીટેકનો વિદ્યાર્થી છે. યુવકે આત્મહત્યા (Suicide) પહેલા આરોપીને આ અંગે જણાવ્યું પણ હતું અને રૂમમાં ફાંસો લગાવવા જઈ રહ્યો છું એ પણ બતાવ્યું હતું. તેમ છતાં આરોપીઓને દયા આવી નહતી અને વધુ 5,000 રૂપિયાની માગણી કરી હતી.

સાયબર ક્રાઈમે (Cyber Crime) હરિયાણાના ફરીદાબાદથી આરોપીની ધરપકડ કરી
સાયબર ક્રાઈમે (Cyber Crime) હરિયાણાના ફરીદાબાદથી આરોપીની ધરપકડ કરી

આ પણ વાંચો- સુરત સાયબર પોલીસે ખ્યાતનામ હોસ્પિટલની ફેક ID બનાવી લોકોને છેતરતી ગેંગના વધુ એક આરોપીની કરી ધરપકડ

આપને જણાવી દઈએ કે, 31 ઓક્ટોબરે કોઈ અજાણ્યા શખ્સે ઈન્સ્ટાગ્રામ ઉપર _shreya097 નામનું ફેક એકાઉન્ટ બનાવી તે એકાઉન્ટમાંથી સુરતના એક યુવકને રિકવેસ્ટ મોકલી હતી. ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં વાતચીત કરી પોતે છોકરી હોવાની ઓળખાણ આપી હતી. ત્યારબાદ તેણે અનેક મેસેજ કોલ અને બિભત્સ વાતચીત કરી યુવકને ફસાવ્યો હતો. ત્યારબાદ યુવકને ઉત્તેજિત કરી વીડિયો કોલ પણ કર્યો હતો. ત્યારપછી આ શખ્સે યુવકનો બિભત્સ વીડિયો બનાવી તેને વોટ્સએપ પર મોકલ્યો હતો અને આ વીડિયો યુવકના સગાસંબંધીઓમાં વાઈરલ કરવાની ધમકી આપી હતી. જોકે, યુવક ડરી જતા વીડિયો ડિલીટ કરવા તેની પાસેથી અનેક વખત પૈસા પણ પડાવ્યા હતા.

પોલીસે આરોપી પાસેથી મોબાઈલ જપ્ત કર્યા
પોલીસે આરોપી પાસેથી મોબાઈલ જપ્ત કર્યા

આરોપીએ વીડિયો ડિલીટ કરવાના વધુ 5,000 રૂપિયા માગ્યા હતા

યુવકે પેટીએમ (PAYTM) એકાઉન્ટ દ્વારા BHARATPE098923568 15 yesbankltd પર 20,000 રૂપિયા મોકલી આપ્યા હતા. તેમ છતા વધુ રૂપિયાની માગણી કરી હતી. યુવકે પોતાના ફ્લેટમાં પંખાના હૂક સાથે દોરી બાંધી આત્મહત્યા કરતો હોવાનો ફોટો પણ આરોપીને મોકલ્યો હતો. તેમ છતાં આરોપીએ વીડિયો ડિલીટ કરવા માટે વધુ 5,000ની માગણી કરી કરી હતી અને પૈસા નહીં મોકલે તો તેની બહેનના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Instagram Account) ઉપર વીડિયો મોકલવાની ધમકી આપી હતી. યુવક આત્મહત્યા કરી લે તે હદ સુધી દુષ્પ્રેરણા આપી હતી. આના કારણે યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. તો આ અંગે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

21 વર્ષીય આરોપી સાદાબ ખાન દિલ્હીમાં બીટેકનો વિદ્યાર્થી છે

સાયબર ક્રાઈમ બ્રાન્ચના એસીપી યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આરોપીની ધરપકડ હરિયાણાના ફરીદાબાદથી કરવામાં આવી છે. 21 વર્ષીય આરોપી સાદાબ ખાન દિલ્હીમાં બીટેકનો વિદ્યાર્થી છે. આરોપી ઈન્સ્ટાગ્રામ પર મહિલાના નામનું ખોટું એકાઉન્ટ (Fake account) બનાવે છે. ત્યારબાદ અલગ અલગ લોકોને ફ્રેન્ડ રિક્વેસ્ટ (Friend Request) મોકલી તેમની સાથે બિભત્સ વાતચીત કરી વીડિયો કોલ કરે છે. ત્યારબાદ વીડિયો કોલનું સ્ક્રિન રેકોર્ડિંગ કરી તેને વાઈરલ કરવાની ધમકી આપે છે અને લોકો પાસેથી પૈસા પડાવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.