વિદેશી વિદ્યાર્થીઓને પણ લાગ્યો નવરાત્રિનો રંગ, મન મૂકીને ઝૂમ્યા ગરબાને તાલે

author img

By

Published : Sep 30, 2022, 3:41 PM IST

વિદેશી વિદ્યાર્થીઓને પણ લાગ્યો નવરાત્રિનો રંગ, મન મૂકીને ઝૂમ્યા ગરબાને તાલે

સુરતમાં નવરાત્રિ મહોત્સવનો રંગ બરાબરનો (Navratri Festival) જામ્યો છે. ત્યારે હવે અહીં રહેતા વિદેશી વિદ્યાર્થીઓ પણ નવરાત્રિના (foreign students in Navratri Festival) રંગમાં રંગાઈ ગયા છે. અહીં તેઓ પણ ગુજરાતીઓ (Garba Lover) સાથે ગરબે ઝૂમતા જોવા મળ્યા હતા. તેેમને ગરબે ઝૂમતા જોઈએ સૌ કોઈ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા.

સુરત રાજ્યમાં અત્યારે નવરાત્રિ મહોત્સવને (Navratri Festival) લઈને ગરબા પ્રેમીઓમાં (Garba Lover) ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રી મહોત્સવ ને લઈ ઉત્સાહ્મ પર જોવા મળી રહ્યું છે ગરબાના તાલે ખેલૈયા ઝૂમી રહ્યા છે ત્યારે સાત સમંદર પારથી આવેલા વિદેશીઓ (foreign students in Navratri Festival) પણ નવરાત્રિના પર્વ પર જાણે ગુજરાતી થઈ ગયા છે. સુરતમાં આવેલા ફ્રાન્સનાં 2 વિદ્યાર્થીઓ આવી રીતે ગરબા (Navratri Festival) કરે છે કે, ભલભલા જોઈને પણ આશ્ચર્યમાં મુકાઈ જાય.

વિદેશી વિદ્યાર્થીઓ શીખ્યા નવા સ્ટેપ્સ રોટરી ક્લબ એજ્યુકેશન એક્સચેન્જ પ્રોગ્રામ (Rotary Club Education Exchange Program) હેઠળ ફ્રાન્સથી સુરત આવેલા 2 વિદેશી વિદ્યાર્થીઓને નવરાત્રીનો પર્વ એટલી હદે ગમી ગયો છે કે, તેમણે ગરબા કરવા ખાસ ગરબાના અનેક સ્ટેપ (New Garba Steps) પણ શીખી લીધાં છે.

સુરતમાં નવરાત્રિ મહોત્સવનો રંગ બરાબરનો જામ્યો

ભારતીય સંસ્કૃતિથી થયા પ્રભાવિત વિદ્યાર્થી શાલી અને હુસેન પોતાના દેશથી હજારો કિલોમીટર દૂર ભારત આવ્યા છે. ખાસ કરીને ગુજરાતના સુરત શહેરમાં રહીને તેઓ ભારતીય સંસ્કૃતિથી (indian culture and tradition) ખૂબ જ પ્રભાવિત થઈ ગયા છે. માત્ર 2 જ મહિના થયા છે, પરંતુ ફ્રાન્સથી આવેલા હુસેને ગુજરાતી પણ શીખી લીધી છે. પહેલા ગણેશ ઉત્સવની રંગતમાં રંગાઈ ગયા હતા અને હવે ગરબાના.

પહેલા ગણેશોત્સવની કરી ઉજવણી વિદેશી વિદ્યાર્થી હુસેનની ગુજરાતી ભાષા સાંભળીને કોઈ પણ વ્યક્તિને આશ્ચર્ય થઈ જશે કે, માત્ર 2 મહિનામાં ઘણી બધી ગુજરાતી તેને સારી રીતે શીખી લીધી છે. તેમણે જણાવ્યું હતું કે, મને ગરબા ખૂબ જ ગમી ગયું છે. આ શીખવામાં થોડી મુશ્કેલી આવી હતી, પરંતુ હાલ ગરબા (Navratri Festival) રમીને મજા આવી જાય છે. અગાઉ ગણેશ ઉત્સવ ઉજવણી કરી હતી. હિન્દુ સંસ્કૃતિથી હું પ્રભાવિત થયો છું. આ સાથે મને ભારતીય વ્યંજન પણ ખૂબ ગમી ગયા છે. કારણ કે, તે ખૂબ જ તીખા અને મસાલેદાર હોય છે. અહીંના લોકો ખૂબ જ સારા છે. જ્યારે હું મારા પરિવારથી મળીશ ત્યારે ચોક્કસથી ભારતીય સંસ્કૃતિ વિશે જણાવીશ..

પ્રથમ વાર હું ગરબા રમી રહી છું વિદ્યાર્થિની શાલીએ જણાવ્યું હતું કે, નવરાત્રિ પર્વને હું ખૂબ જ ઉત્સાહથી ઉજવી રહી છું. પ્રથમ વાર હું ગરબા (Navratri Festival) રમી રહી છું. ગરબામાં ઘણી મજા આવી ગઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.