સરકારી રેકોર્ડ બનાવવાનું વ્યાપક કૌભાંડ પકડાયું, સાયણ તલાટીઓ અને સરપંચે કર્યું કૌભાંડ

author img

By

Published : Jun 25, 2021, 7:02 PM IST

સરકારી રેકોર્ડ બનાવવાનું વ્યાપક કૌભાંડ પકડાયું, સાયણ તલાટીઓ અને સરપંચે કર્યું કૌભાંડ

રાજ્યમાં પંચાયત વિભાગના સરપંચો અને તલાટીઓનું અત્યાર સુધીનું કદાચ પ્રથમ સૌથી મોટું ગુનાહિત કૃત્ય (Government record assessment scam) સાયણ ખાતેથી બહાર આવ્યું હતું. પૂર્વ સરપંચની ખોટી સહીસિક્કા સાથે બાંધકામ મંજૂરીપત્રક, નકશા અને અરજીઓ જેવા ખોટા કાગળો બનાવી સરકારી કામે ખરા તરીકે દર્શાવવાનો ગુનો નોંધાયો છે. તેમાં સાયણના સરપંચ, ઉપસરપંચ અને 3 તલાટીએ મિલીભગત કરતા ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

  • ઓલપાડ તાલુકાના સાયણમાં બહાર આવ્યું બિગ સ્કેમ-(Government record assessment scam)
  • સાયણ ગ્રામ પંચાયત સરપંચ, ઉપસરપંચ અને ત્રણ તલાટી સહિત કુલ 5 સામે ફરિયાદ
  • બિલ્ડિંગો, ઘરોની ગેરકાયદે આકારણી કરી તલાટી, સરપંચે કૌભાંડ આચર્યું

સુરતઃ Government record assessment scamઆ કૌભાંડ અંગે બહાર આવેલી વિગતો મુજબ સાયણ ગ્રામ પંચાયતના જે તે સમયના સરપંચ અને હાલના ઉપસરપંચ અશ્વિન રમેશચંદ્ર ઠક્કર અને હાલના સરપંચ અનિલ સુખદેવ પટેલ સહિત તલાટી કમ મંત્રી દિનેશ હરગોવન પટેલ, દિલીપ જ્યંતી પટેલ તથા માસ્ટર માઈન્ડ વિજય ડાહ્યાભાઈ પટેલે સાથે મળી વ્યાપક કૌભાંડ (Government record assessment scam) આચર્યું છે. તલાટીઓ અને સરપંચોએ ભેગાં મળી પૂર્વ સરપંચના ખોટા સહીસિક્કાને આધારે આરોપીઓએ કૌભાંડી મિલીભગત કરી હતી.

આ પણ વાંચોઃ વિવાદોથી ઘેરાયેલા ઓલપાડ પોલીસ સ્ટેશનના PSIને સુરત ગ્રામ્ય પોલીસ વડાએ કર્યા સસ્પેન્ડ

2014થી 2019 સુધી કર્યું કૌભાંડ

આ કૌભાંડમાં (Government record assessment scam) બોગસ પ્લાન/નકશા,બાંધકામ મંજૂરીપત્રક સાથે આકારણી અરજીપત્રક જેવા મોટાપાયે ખોટા સરકારી રેકોર્ડ બનાવવા સાથે ખોટા પુરાવાઓને આધારે સાયણ ગ્રામ પંચાયતમાં 2014થી 2019 સુધી અલગઅલગ સામાન્ય સભામાં 268 જેટલી અલગ અલગ મિલકતોની આકારણી અને 10થી વધુ હાઇરાઈઝ બિલ્ડીંગો ભાગીદારી પેઢી અને વ્યક્તિગત નામ નામફેર કરવા 28 ગેરકાયદેે બનેલા રો હાઉસની આકારણી કરી ગંભીર કહી શકાય તેવું (Government record assessment scam) કૌભાંડ આચર્યું છે. જાગૃત નાગરિક દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કરેલી ફરિયાદમાં થયેલા હુકમને ઉચ્ચ અધિકારીની સૂચનાના આધારે હાલ પોલીસે ગુનામાં સંડોવાયેલા સાયણ ગ્રામ પંચાયતના સરપંચ,ઉપસરપંચ અને ત્રણ તલાટી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કૌભાંડની જો નિષ્પક્ષ તપાસ થાય તો અનેક ચોંકાવનારી બાબત બહાર આવે તેમ છે.

મુખ્ય સૂત્રધાર વિજય પટેલ

આ કૌભાંડનો (Government record assessment scam) ભેજાંબાજ વિજય પટેલ સુરત તલાટી મંડળનો હાલ મંત્રી પણ છે. ઉપસરપંચ અશ્વિન ઠક્કર પર પણ ખંડણીનો ગુનો નોંધાઇ ચૂક્યો છે. સમગ્ર ઘટના પાછળ વિજય પટેલનું દિમાગ ચાલ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે પૂર્વ સરપંચ અને હાલના ઉપસરપંચ અશ્વિન ઠક્કર પર ભૂતકાળમાં ખંડણી માંગવાનો ગુનો નોંધાઇ ચૂક્યો હોવાનું જાણવા મળ્યું હતું

આ પણ વાંચોઃ Coronavirus in Water - જાણો લેબોરેટરીમાં કઈ રીતે પાણીમાંથી કોરોના વાઇરસ શોધવામાં આવે છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.