ઓડિસા મારફ્ત ગાંજાનો જથ્થો સુરત લાવતા 2 મહિલા સહિત 4ની ધરપકડ

author img

By

Published : Dec 2, 2021, 7:32 PM IST

ઓડિસા મારફ્ત ગાંજાનો જથ્થો સુરત લાવતા 2 મહિલા સહિત 4ની ધરપકડ

ઓડિસા રાજયથી ટ્રેન મારફતે ગાંજાનો જથ્થો લાવી સુરતમાં ઘુસાડવા (smuggling marijuana to Surat via Odisha)નો પ્રયાસ કરતા ઓડિસાવાસી બે મહિલા અને બે પુરુષ પાસેથી પ્રતિબંધિત ગાંજા સાથે સુરત SOGની ટીમે ઝડપી પાડી 3,99,200ની મત્તા કબજે કરી હતી. "નો ડ્રગ્સ ઇન સુરત સીટી" (No drugs in Surat city) અભિયાન અંતર્ગત સુરત SOGના પોલીસકર્મી (surat sog police) પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મળેલી માહિતી મુજબ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

  • ટ્રેન મારફતે ગાંજાનો જથ્થો લાવી સુરતમાં ઘુસાડવાનો પ્રયાસ
  • ઓડિસાવાસી 2 મહિલા અને 2 પુરુષ પાસેથી પ્રતિબંધિત ગાંજા સાથે ઝડપાયા
  • કુલ 4,27,200નો મુદામાલ કબજે

સુરત: ઓડિસા રાજયથી ટ્રેન મારફતે ગાંજાનો જથ્થો લાવી સુરતમાં ઘુસાડવા (smuggling marijuana to Surat via Odisha)નો પ્રયાસ કરતા ઓડિસાવાસી બે મહિલા અને બે પુરુષ પાસેથી પ્રતિબંધિત ગાંજા સાથે સુરત SOGની ટીમે ઝડપી પાડી 3,99,200ની મત્તા કબજે કરી હતી. "નો ડ્રગ્સ ઇન સુરત સીટી" (No drugs in Surat city) અભિયાન અંતર્ગત સુરત SOGના પોલીસકર્મી (surat sog police) પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મળેલી માહિતી મુજબ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તિરુપતિ હોટલની સામે જાહેર રોડ પરથી ઓડિસા રાજ્યથી સુરત શહેર ખાતે ગાંજાની ડિલિવરી કરવા માટે આવેલા આરોપી 52 વર્ષીય હનુમાન ગોપીનાથ બહેરા, 47 વર્ષીય મહિલા આરોપી અને ગાંજો લેવા આવનાર 19 વર્ષીય મહિલા આરોપી તેમજ 24 વર્ષીય આરોપી કાલીયા ઉર્ફ રામ ગોબિંદા પહાનને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

ઓડિસા મારફ્ત ગાંજાનો જથ્થો સુરત લાવતા 2 મહિલા સહિત 4ની ધરપકડ

કુલ 4,27,200નો મુદામાલ કબજે

આરોપી હનુમાન અને પ્રતિભા પતિ-પત્ની છે.આ ચારેય આરોપી મૂળ ઓડિસાના ગંજામ જિલ્લાના છે. આરોપીઓ આ ગાંજો કોણે આપવા સુરત આવ્યા હતા તે અંગે ની તપાસ પોલીસે શરૂ કરી છે. આરોપી ટ્રેન મારફતે ગાંજો લઈ સુરત (marijuana smuggling by train in surat) આવ્યા હતા. આરોપી પાસેથી ગાંજાનો જથ્થો વજન 39.920 કે.જી જેની અંદાજીત કિંમત 3,99,200, તથા રોકડ 17,500 તેમજ 2 મોબાઈલ ફોન જેની અંદાજિત 10,500 મળી કુલ 4,27,200નો મુદામાલ કબજે કર્યો હતો.

ઓડિસા મારફ્ત ગાંજાનો જથ્થો સુરત લાવતા 2 મહિલા સહિત 4ની ધરપકડ
ઓડિસા મારફ્ત ગાંજાનો જથ્થો સુરત લાવતા 2 મહિલા સહિત 4ની ધરપકડ

આ પણ વાંચો: સુરતમાં અફીણની ડિલિવરી કરવા રાજસ્થાનના વિદ્યાર્થીનો ઉપયોગ

આ પણ વાંચો: છેલ્લા છ મહિનામાં 100થી વધુ યુવાઓએ ડ્રગ્સની લત છોડવા સુરતના વ્યસન મુક્તિ કેન્દ્રની મુલાકાત લીધી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.