Drug Seized In Surat: શહેરમાં 1.92 કરોડની કિંમતનો ગાંજો ઝડપાયો

author img

By

Published : Nov 24, 2021, 9:46 AM IST

Drug Seized In Surat

સુરત ક્રાઈમ બ્રાન્ચની (Surat Crime Branch) ટીમે અધધ કહી શકાય તેમ 1.92 કરોડની કિમતનો 1 હજાર 9 કિલો 290 ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ મહારાષ્ટ્ર પાસિંગ ટ્રકમાં ચોરખાનું બનાવી ગાંજાની ફેરાફેરી કરી રહ્યા હતા. પોલીસે ટ્રક, ગાંજાનો જથ્થો, મોબાઈલ વગેરે મળી કુલ 1 કરોડ 12 લાખ અને 13 હજારની (cannabis worth more than 1 crore was seized in Surat) મત્તા કબજે કરી હતી.

  • આરોપીઓ મહારાષ્ટ્ર પાસિંગ ટ્રકમાં ચોરખાનું બનાવી કરી રહ્યા હતા ગાંજાની ફેરાફેરી
  • પોલીસે ટ્રક, ગાંજાનો જથ્થો, મોબાઈલ વગેરે મળી કુલ 1,12,13,000 હજારની મત્તા કબજે કરી
  • સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન શરૂ કરાયું

સુરત: સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન (No Drugs in Surat City Campaign) શરુ કરવામાં આવ્યું છે. ભૂતકાળમાં સુરત પોલીસની અલગ અલગ ટીમ દ્વારા ગાંજો, દારૂ, અફીણ, MD ડ્રગ્સ સહીતના નશીલા પદાર્થો ઝડપી પાડવામાં આવ્યા છે. પરંતુ હવે સુરત પોલીસે મસમોટો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે.

સુરતમાં અધધ 1.92 કરોડની કિમતનો 1 હજાર 9 કિલો 290 ગ્રામ ગાંજો ઝડપાયો

પોલીસે 2ની ધરપકડ કરી

સુરત ક્રાઈમ બ્રાન્ચની (Surat Crime Branch) ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે કડોદરા વેડછા પાટિયા નજીકથી એક ટ્રક ઝડપી પાડ્યો હતો. પોલીસે ટ્રકમાં તપાસ કરતા તેમાં ચોરખાનાં બનાવેલા હતા અને તેની અંદર ગાંજાનો જથ્થો (Drug Seized In Surat) છુપાવવામાં આવ્યો હતો. જેથી પોલીસે ટ્રક કબજે લઇ નાનપુરા સ્થિત ખલીફા સ્ટ્રીટમાં રહેતા 24 વર્ષીય મોહમદ ફઈમ મોહમદ રફીક શેખ અને નાનપુરા ખ્વાજાદાનાં દરગાહ પાસે રહેતા 45 વર્ષીય મોહમદ યુસુફ ગોસ મોહમ્મદ શેખને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે ટ્રકમાં તપાસ કરતા તેમાંથી 1009.290 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ ગાંજાના જથ્થાની કિંમત 1 કરોડ 92 હજાર રૂપિયા થાય છે. જેથી પોલીસે ટ્રક, 4 મોબાઈલ અને ગાંજાનો જથ્થો મળી કુલ 1 કરોડ, 12 લાખ 13 હજારની મત્તા કબજે કરી હતી.

આ પણ વાંચો: ભિલાડ RTO ચેક પોસ્ટ પરથી એલર્ટ ચેકીંગમાં 6 લાખનો ગાંજો ઝડપાયો

ગંજામ જિલ્લાના બરમપુરગામ નજીક દિલીપ ગૌડા વોન્ટેડ

1 કરોડથી વધુની કિમતનો ગાંજાનો જથ્થો (cannabis worth more than 1 crore was seized in Surat) ઝડપાતા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી. ઝડપાયેલા બન્ને આરોપીની કડક પૂછપરછમાં બહાર આવ્યું હતું કે, બન્ને આરોપીઓ ઓરિસ્સા રાજ ગંજામ જિલ્લાના બરમપુરગામ નજીક દિલીપ ગૌડા નામના શખ્સ પાસેથી ટ્રકમાં ભરી લાવ્યા હતા અને ડીંડોલી સ્થિત રહેતા અરુણ સાહેબરાવ મહાડીકને આપવાના હતા. જેથી પોલીસે ડીંડોલી તિરુપતિ રો હાઉસમાં રહેતા અરુણ સાહેબરાવ મહાડીકની પણ ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: દાહોદ SOG પોલીસે કરોડોનો ગેરકાયદેસર રીતે વાવેતર કરાયેલ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો

NDPSના કેસ કરી 119 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે

સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે, સપ્ટેબર 2020થી નો ડ્રગ્સ ઇન સુરત સિટી ઝુંબેશ (No Drugs in Surat City Campaign) શરુ કરવામાં આવી હતી. આ ઝુંબેશ હેઠળ સુરત પોલીસ દ્વારા અનેક NDPSના કેસ કરી 119 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ ગાંજો સપ્લાય કરવામાં કોની કોની ભૂમિકા છે તેની તપાસ પણ કરવામાં આવી રહી છે. 1 હજાર 9 કિલો 290 ગ્રામ ગાંજો ટ્રકમાં ચોર ખાનું બનાવી સંતાડવામાં આવ્યો હતો. સાથે જ તેઓએ લોકોને અપીલ કરી હતી કે તમારા ધ્યાનમાં આવી કોઈ પ્રવુતિઓ તો પોલીસને જાણ કરવામાં આવે. કોઈ પણ સંજોગોમાં યુવાઓને નશાના રવાડે ચડવા દેવામાં આવશે નહિ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.