હવે સેલવાસ-દમણમાંથી પણ પ્રવાસીઓ Tribes India Outletમાંથી આદિવાસી ઉત્પાદનોની ખરીદી કરી શકશે

author img

By

Published : Jun 8, 2021, 4:19 PM IST

Tribes India outlet

દેશના આદિવાસીઓની કલાને પ્રોત્સાહન આપી દેશ વિદેશમાં આદિવાસી ઉત્પાદનોનું વેચાણ કરીને રોજગારી આપતી ટ્રાઇબલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ડેવલોપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (TRIFED)ના હવે દાદરા નગર હવેલી અને દમણમાં પણ 2 Tribes India Outletનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ Tribes India Outletમાંથી પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકો આદિજાતિ પેઇન્ટિંગ્સ, વાંસ-શેરડીની હસ્તકલાની ચીજવસ્તુઓ તેમજ તેના ધાન્ય, પહેરવેશની ખરીદી કરી શકશે.

  • પ્રશાસક પ્રફુલ પટેલના હસ્તે ટ્રાઇબ્સ ઇન્ડિયા આઉટલેટનું ઉદ્ઘાટન
  • આદિવાસી હસ્તકળા માટે જાણીતું છે Tribes India Outlet
  • ટ્રાઇફેડ દ્વારા આદિવાસી કારીગરોને અપાય છે રોજગારી અને પ્રોત્સાહન

સેલવાસ : કેન્દ્ર શાસિત દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાં દમણ અને સેલવાસમાં બે નવા Tribes India Outlet (આદિજાતિ દુકાન)નું પ્રશાસક પ્રફુલ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ટ્રાઇબલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ડેવલોપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (TRIFED)એ એક રાષ્ટ્રીય કક્ષાની સહકારી મંડળી છે, જે આદિજાતિ બાબતોના મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ કાર્ય કરે છે. જેનો હેતુ આદિજાતિ સમુદાયને સશક્તિકરણ કરવાનો છે.

હવે સેલવાસ-દમણમાંથી પણ પ્રવાસીઓ Tribes India Outletમાંથી આદિવાસી ચીજવસ્તુઓ ખરીદી શકશે

સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં કુલ 137 આઉટલેટ્સ કાર્યરત

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવના એડમિનિસ્ટ્રેટર પ્રફુલ પટેલના માર્ગદર્શનથી અને ટ્રાઇફેડ (ટ્રાઇબલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ડેવલોપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ)ના સહયોગથી, કેન્દ્ર શાસિત દાદરા અને નગર હવેલીના સેલવાસ અને દમણ અને દીવમાં બે નવા Tribes India Outletનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. Tribal Cooperative Marketing Development Federation of India limited (TRIFED) દ્વારા સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં કુલ 135 Tribes India Outlet કાર્યરત હતા. હવે તેની સંખ્યા 137 થઈ છે. આ પ્રસંગે TRIFED કઈ રીતે આદિવાસી સમાજને રોજગારી આપે છે. કઈ રીતે તેમને પ્રોત્સાહન આપે છે. તેની વિગતો TRIFEDના રિજનલ મેનેજર રાજ વશિષ્ઠ દ્વારા આપવામાં આવી હતી.

Tribes India outlet
પ્રશાસક પ્રફુલ પટેલના હસ્તે ટ્રાઇબ્સ ઇન્ડિયા આઉટલેટનું ઉદ્ઘાટન

15 લાખ અને અઢી કરોડના ઉભા કરાશે મેગા ક્લસ્ટર

ઉલ્લેખનીય છે કે, આ TRIFED સ્ટોર્સ દ્વારા કાપડ, આદિજાતિ પેઇન્ટિંગ્સ, વાંસ અને શેરડી હસ્તકલા, કાર્બનિક અને પ્રાકૃતિક ખોરાકના ઉત્પાદનો, આદિજાતિ ઝવેરાત, ધાતુનું કામ, માટીકામ, ગીર ગાય ઘી, ચોખા, લાલ ઘઉં વગેરે વસ્તુઓ બનાવવામાં આવે છે. આ આદિવાસીઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓની ઉપલબ્ધતા આ રાજ્યમાં આવતા પ્રવાસીઓ માટે સુનિશ્ચિત કરવામાં આવશે. આનાથી પ્રવાસીઓ આકર્ષિત થશે અને કેન્દ્રશાસિત પ્રદેશો પર્યટનનો વિકાસ અને પ્રમોટ કરી શકશે. આ ઉપરાંત આગામી દિવસોમાં આદિવાસી સમાજને રોજગારી મળી રહે તે માટે 15 લાખ સુધીની ગ્રાન્ટ આપી ક્લસ્ટર ઉભા કરાશે. જ્યારે મોટાપાયે રોજગારી આપવાામાં આદિવાસી ક્ષેત્રીય રાજ્યમાં 2.5 કરોડના ખર્ચે મેગા ફૂડ ફેકટરી પાર્ક સ્થાપવાની પણ નેમ છે.

Tribes India outlet
આદિવાસી હસ્તકળા માટે જાણીતું છે Tribes India Outlet
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.