લોકડાઉન-2: સ્ટેશનરી અને ઈલેકટ્રીકની દુકાનો ખુલ્લી રાખવાના નિર્ણયને લોકોએ આવકાર્યો

author img

By

Published : Apr 26, 2020, 4:51 PM IST

લોકડાઉન-2 દરમિયાન સ્ટેશનરી અને ઇલેક્ટ્રિકની દુકાનો ખુલ્લી રાખતા નિર્ણયને લોકોએ આવકાર્યો

કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનની સ્થિતિમાં નાના દુકાનદારોને કેટલીક શરતોને આધીન દુકાન ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. આ નિર્ણયને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી તથા દમણ અને દીવના લોકોએ આવકાર્યો હતો. 26 એપ્રિલ રવિવારે રજાનો દિવસ હોવા છતાં પણ લોકડાઉનના પાલન સાથે ઈલેકટ્રીક અને સ્ટેશનરીની દુકાને ગ્રાહકોની અવરજવર જોવા મળી હતી.

સેલવાસઃ કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનની સ્થિતિમાં નાના દુકાનદારોને કેટલીક શરતોને આધીન દુકાન ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. આ નિર્ણયને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી તથા દમણ અને દીવના લોકોએ આવકાર્યો હતો. 26 એપ્રિલ રવિવારે રજાનો દિવસ હોવા છતાં પણ લોકડાઉનના પાલન સાથે ઈલેકટ્રીક અને સ્ટેશનરીની દુકાને ગ્રાહકોની અવરજવર જોવા મળી હતી. પ્રશાસનના આ નિર્ણયને વિદ્યાર્થીઓએ અને વેપારીઓએ આવકાર્યો હતો.

સોશ્યલ ડિસ્ટન્સ સાથે દુકાનો ખોલવાની આપી છુટ
સોશ્યલ ડિસ્ટન્સ સાથે દુકાનો ખોલવાની આપી છુટ
લોકડાઉન દરમિયાન સ્ટેશનરીની દુકાનો ખુલી રાખવાથી ઓનલાઈન શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને ઘરે રહીને અભ્યાસ કરવા માટે જરૂરી પુસ્તકો ઉપલ્બધ થયા છે. એ સાથે જ ગરમીમાં તોબા પોકારતા લોકો ઠંડક મેળવવા માટે પંખા, કુલર, એરકન્ડિશનરની ખરીદી કરી શકશે. દુકાનદારોએ પ્રસાશન દ્વારા જે દુકાનો ચાલુ રાખવાની પરવાનગી આપવામા આવી છે. તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે એમણે જણાવ્યુ હતું કે, અમે લોકડાઉનના તમામ નિયમોનુ પાલન અને સોશિયલ ડિસ્ટન્સનુ પણ ધ્યાન રાખીશુ.
સોશ્યલ ડિસ્ટન્સ સાથે દુકાનો ખોલવાની આપી છુટ
સોશ્યલ ડિસ્ટન્સ સાથે દુકાનો ખોલવાની આપી છુટ

નાના વેપારીઓની દુકાનો ખોલવાની પરવાનગી મળ્યા બાદ સેલવાસની બજારોમાં લોકોની ચહલપહલ જોવા મળી હતી. દુકાનો પર માસ્ક લગાવીને આવેલા ગ્રાહકો સોશ્યલ ડિસ્ટન્સ જાળવી ખરીદી કરતા નજરે પડ્યા હતાં. તો વેપારીઓ પણ ગ્રાહકોને આવકારી સોશ્યલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝરથી હાથ સ્વચ્છ કરાવી જરૂરી સામગ્રી આપી ખુશ થતા હતાં. લોકોને કોરોના મહામારીની જંગ સામે રામબાણ ઈલાજ સમાન સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કનું મહત્વ પણ સમજાવતા હતાં.

સોશ્યલ ડિસ્ટન્સ સાથે દુકાનો ખોલવાની આપી છુટ
સોશ્યલ ડિસ્ટન્સ સાથે દુકાનો ખોલવાની આપી છુટ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.