જેતપુરમાં આયુર્વેદિક ડૉક્ટર સામે ફરિયાદ નોંધાવી પત્નીએ

author img

By

Published : Sep 24, 2021, 1:16 PM IST

જેતપુરમાં આયુર્વેદિક ડૉક્ટર સામે ફરિયાદ નોંધાવી પત્નીએ

પતિ પત્નીના ઝઘડાઓની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં મોભો ધરાવતા ડૉક્ટરના વ્યવસાય સાથે જોડાયેલા એક આયુર્વેદિક ડૉક્ટર સામે તેની પત્નીએ ફરિયાદ નોંધાવતા આ કિસ્સો શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

  • ડૉક્ટર બીભત્સ વિડીઓ જોઇને પત્નીને વિડિઓ મુજબ તાબે થવા કરતો હતો દબાણ
  • પત્નીને માવતરેથી પૈસા લાવવા માટે આપતો હતો ત્રાસ
  • પત્નીએ પતિ વાત ન માનતા ત્રણ દિવસ જમવાનું ન આપ્યું

    જેતપુરઃ જેતપુરમાં રહેતા આયુર્વેદિક તબીબ વિરુદ્ધ તેની પત્નીએ પોલીસ ફરિયાદ નોંધવી છે. જેમાં ડૉક્ટર પતિ સામે ચોકાવનારા આક્ષેપ કર્યા છે. પતિએ તેના મોબાઇલમાં બિભીત્સ વિડીયો જોઇ તે પ્રમાણે વર્તવા માટે દબાણ કરતો હતો. પત્નીએ ના પાડતા પત્ની સાથે ઝઘડો કરી તેને મારમારતો તેમજ મોટું કલીનીક બનાવવા રૂપિયાની માંગણી કરી હતી. પતિ અને સાસરિયાઓ ત્રાસ આપતા હોય આ અંગે જેતપુર પોલીસમાં તબીબ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પત્ની ભુવા પાસે દોરાધાગા ન કરવે તો ઢીકાપાટુનો માર મળ્તો
આરોપી તબીબની પત્નીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના સાસુ પણ માનસિક ત્રાસ આપતા અને અંધશ્રદ્ધામાં માનતા હોય તેને ભુવા પાસે દોરાધાગ કરવા પણ લઈ જતા અને જો તબીબની પત્ની ત્યાં જવાની ના પાડતા તો તેમને ઢીકાપાટુનો માર પણ મારવામાં આવતો. આમ તબીબ પત્નીએ તબીબી પતિ અને તેમની માતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

તબીબ ઉપર વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી
આરોપી તબીબ અને તેમની માતા વિરુદ્ધ જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં કાયદાની કલમો IPC કલમ 498(ક), 323, 114 તથા દહેજ ધારા કલમ 3,4 મુજબ પોલીસ ફરિયાદ નોંધાય છે.

આ પણ વાંચોઃ રાજકોટમાં પ્રેમલગ્ન કરનાર બહેનને ઉઠાવી જનાર ભાઈ સહિત ચાર આરોપી ઝડપાયા

આ પણ વાંચોઃ Cyber Crime ના પ્રકાર અને સાયબર ક્રાઇમથી બચવાના ઉપાયો જાણો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.