રાજકોટ: ભાજપના મહિલા કોર્પોરેટરના ઘરમાં ચોરી, જાણભેદુનો હાથ હોવાની પોલીસને શંકા

author img

By

Published : Nov 13, 2021, 3:36 PM IST

રાજકોટ: ભાજપના મહિલા કોર્પોરેટરના ઘરમાં ચોરી, જાણભેદુનો હાથ હોવાની પોલીસને શંકા

રાજકોટમાં ભાજપના મહિલા કોર્પોરેટર (bjp women corporator Rajkot)ના ઘરમાં ચોરી થઈ હોવાથી ખળભળાટ મચ્યો છે. મહિલા કોર્પોરેટર (women corporator) પરિવાર સાથે 2 કલાક માટે મંદિરે દર્શન કરવા હતા ત્યારે તેમના ઘરમાંથી 6 લાખ રૂપિયાની ચોરી (Theft of Rs 6 lakh) થઈ હતી. પોલીસને ઘરના કોઈ જાણભેદુ દ્વારા ચોરીને અંજામ આપ્યો હોવાની શંકા છે.

  • 2 કલાક માટે બહાર ગયા અને ઘરમાં થઈ ચોરી
  • ચોરીમાં કોઈ જાણભેદુ જ હોવાની પોલીસને શંકા
  • રૂપિયા 6 લાખની રોકડ રકમ તસ્કરો ઊપાડી ગયા

રાજકોટઃ ઠંડીની ઋતુ આવતા શહેરમાં તસ્કરોનું આતંક વધ્યો છે. રાજકોટના સાધુ વાસવાણી રોડ (sadhu vaswani road, rajkot) ઉપર રહેતા ભાજપના મહિલા કોર્પોરેટર (bjp women corporator Rajkot)ના ઘરમાં ચોરીનો બનાવ બન્યો છે. ઘર 2 કલાક બંધ હોતું અને પરિવારના તમામ લોકો મંદિરે દર્શન કરવા માટે ગયા હતા તે દરમિયાન ભાજપ મહિલા કોર્પોરેટરના ઘરમાં અજાણ્યા ઇસમો દ્વારા હાથફેરો કરવામાં આવ્યો હતો.

ચોરીમાં ઘરના જ કોઈ જાણભેદુનો હાથ હોવાની શંકા

સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ (rajkot police) દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને કેટલાક શકમંદોની પૂછપરછ હાથ ધરાઈ છે. પોલીસને એવી પણ શંકા છે કે આ ચોરીમાં કોઈ ઘરનું જાણભેદુ જ હોઈ શકે છે. રાજકોટમાં મહિલા ભાજપ કોર્પોરેટના ઘરમાં ચોરીનો બનાવ સામે આવતા શહેરભરમાં ચર્ચાએ જોર પકડ્યું છે.

પરિવારના સભ્યો મંદિરે દેશન કરવા ગયા હતા

સાધુવાસવાણી રોડ પર આવેલા અંજલી પાર્કમાં વોર્ડ (anjali park ward) નંબર-9ના ભાજપના મહિલા કોર્પોરેટર દક્ષાબેન ભરતભાઈ વસાણી ગઈકાલે જલારામ જયંતિ હોય રાત્રીના સમયે પરિવારના સભ્યો સાથે મંદિરે દર્શન કરવા ગયા હતા. જે સમયે લગભગ 2 કલાક તેમનું ઘર બંધ હતું. જ્યારે તેઓ પરિવારના સભ્યો સાથે દર્શન કરીને ઘરે પરત આવ્યા ત્યારે ઘરના દરવાજા ખુલ્લા હતા અને ઘરમાં તમામ વસ્તુઓ વેરવિખેર પડી હતી અને ખબર પડી ઘરમાં ચોરી થઈ છે. ત્યારબાદ પરિવારના સભ્યો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.

તસ્કરો રૂપિયા 6 લાખની રોકડ ઉપાડી ગયા

ભાજપ મહિલા કોર્પોરેટરના ઘરમાંથી રૂપિયા 6 લાખની રોકડ રકમ તસ્કરો ઊપાડી ગયા. આ સમગ્ર મામલાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ ક્રાઇમ બ્રાન્ચ અને FSLની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. યુનિવર્સિટી પોલીસને શંકા છે કે કોઈ ઘરનું જ જાણભેદુ આ ચોરીમાં સામેલ છે. પોલીસ દ્વારા કેટલાક શકમંદોની પણ અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: અમદાવાદની 206 સ્કૂલોમાં NASની પરીક્ષા લેવાઈ, દેશભરમાં એચિવમેન્ટ સર્વેના ભાગરૂપે લેવાય છે પરીક્ષા

આ પણ વાંચો: Vibrant Gujarat 2022 : સરકારે તૈયારીઓ શરૂ કરી, દેશના અનેક શહેરમાં થશે રોડ શો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.