લમ્પીથી પશુઓને બચાવવા વેક્સીનના 1 લાખ ડોઝ મંગાવ્યા, ઘરબેઠા પણ સારવાર શક્ય

author img

By

Published : Aug 1, 2022, 4:54 PM IST

લમ્પીથી પશુઓને બચાવવા સરહદ ડેરીએ વેક્સીનના 1 લાખ ડોઝ મંગાવ્યા, ટીમ તૈયાર

લમ્પી રોગની સારવાર માટે (Treatment of Lumpy Virus) કચ્છ જિલ્લામાં સરહદ ડેરીએ (Sarhad Dairy Kutchh) મોટા અને મહત્ત્વના પગલાં લીધા છે. આ ડેરીએ પશુપાલકો માટે 1 લાખ વેક્સિનના (Lumpy Virus Vaccination Jab) ડોઝ મંગાવ્યા છે. જેનાથી પશુઓની સારવાર ઝડપથી શક્ય બની રહેશે. આ માટે એક ટીમ તૈયાર કરીને સારવાર કરાવવામાં આવી રહી છે.

કચ્છઃ કચ્છમાં લમ્પીનો હાહાકાર દિવસે દિવસે વધી રહ્યો છે. જેના કારણે ગાયની (Treatment of Lumpy Virus) સ્થિતિ બગડી રહી છે. કચ્છ જિલ્લામાં (Sarhad Dairy Kutchh) પશુઓમાં ફેલાઈ રહેલો આ રોગ નિયંત્રણ બહાર જઈ રહ્યો છે. જેને ધ્યાને લઈને વહીવટી તંત્ર એ રોગની સારવાર અને રસીકરણની કામગીરી માટે એક ટીમ તૈયાર કરી લીધી છે. આ લમ્પીને ડામવા માટે સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. કચ્છ જિલ્લામાં 23.79 લાખ પશુધન છે. જે પૈકી 5.74 લાખ ગાયો છે. તેમાંથી 1.86 લાખ ગાયનું લમ્પિ રોગ માટેનું રસીકરણ (Lumpy Virus Vaccination Jab) કરાયું છે. લમ્પી સ્કિન ડીસીઝના (Lumpy Skin Disease) કારણે જિલ્લામાં 1136 ગાય મોતને ભેટી રહી છે. કચ્છની સરહદ ડેરી દ્વારા ગામની દૂધ ડેરીઑ મારફત પશુપાલકો માટે રસીના 1 લાખ ડોઝ મંગાવવામાં આવ્યા છે. જિલ્લા પંચાયત પશુપાલન શાખાને પણ સરહદ ડેરી દ્વારા 32.50 હજાર ડોઝ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ જંતુનાશક દવાના ઓનલાઇન વેચાણથી કોણ મેળવી રહ્યું છે લાભ, વિપક્ષનો સળગતો સવાલ

ડેરીની કામગીરીઃ લમ્પી વાયરસમાં ડેરી દ્વારા પશુઓની સારવાર અને રસીકરણની કામગીરી જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.“સરહદ ડેરી”પશુઓની સારવાર માટે કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ગામે ગામ પશુઓનો કેમ્પ કરી દરેક પશુપાલકોને ગાઈડ કરવામાં આવી રહ્યા છે. સાથો સાથ સરકારી પશુ ડૉક્ટર સાથે તેમજ પાંજરાપોળ વગેરેમાં પણ સારવાર કરવામાં આવે છે. આ માટે એક ખાસ ટીમ પણ તૈયાર કરવામાં આવી છે. સરહદ ડેરી તરફથી હોમીઓપેથિક ઉપચાર માટે દવાઓ, વિટામિન વગેરે મંગાવીને પશુની ચિંતા કરવામાં આવી છે. દરેક પશુ પાલકોને એનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

લમ્પીથી પશુઓને બચાવવા સરહદ ડેરીએ વેક્સીનના 1 લાખ ડોઝ મંગાવ્યા, ટીમ તૈયાર
લમ્પીથી પશુઓને બચાવવા સરહદ ડેરીએ વેક્સીનના 1 લાખ ડોઝ મંગાવ્યા, ટીમ તૈયાર

લોકોને પણ અપીલઃ આ બાબતે ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે લમ્પી રોગના કારણે પશુઓમાં આવેલ રોગચાળાના કારણે દૂધ ઉત્પાદનમાં ઘટાડો થયો છે. લંમ્પી વાયરસના કારણે નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર કોઈ દૂધ પીવાથી કોઈ નુકશાન નથી. પરંતુ ઉકાળીને પીવું જોઈએ. તેમજ હાલમાં પશુપાલકોએ પશુઓનું ખરીદ વેચાણ કરવું નહીં. જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનું પાલન કરી પશુઓનું ખરીદ અને વેચાણ ન કરવું જોઈએ. તેમજ કોઈપણ પશુપાલકને રસીકરણ તેમજ સારવારની જરૂરિયાત હોય તો તાત્કાલિક સરહદ ડેરીનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ વિવશતાની વારદાત, 5 વર્ષની દીકરી સાથે પિતાએ નહેરમાં ઝંપલાવ્યું

લમ્પીના લક્ષણોઃ લમ્પી સ્કીન-ગાંઠદાર ચામડીનો રોગ દૂધાળા પશુઓમાં કેપ્રી પોક્સ નામના વાયરસથી થતો ચેપી રોગ છે. આ રોગનો ફેલાવો મચ્છર, માખી અને ઈતરડી દ્વારા એક પશુથી બીજા પશુમાં ફેલાય છે. ચેપગ્રસ્ત પશુને ઘણી વખત બે થી ત્રણ અઠવાડીયા સુધી નીચે મુજબના ચિહ્નો જોવા મળે છે. આ રોગમાં પશુનો મૃત્યુદર ઘણો ઓછો હોય છે પરંતુ ચેપી રોગ હોવાથી ઝડપથી ફેલાય છે તેથી સાવધાની રાખવી જરૂરી છે.

પશુઓમાં આવું થાયઃ આ રોગમાં બેથી ત્રણ દિવસ થી તાવ આવે છે. પશુના શરીર ઉપર કઠણ ગોળ(2 થી 5 સે.મી) આકારની ગાંઠ ઉપસી આવે છે,જે ચામડીમાં તથા ઘણી વખત સ્નાયુ સુધી ઊંડી ફેલાયેલ હોય છે. ગાંઠમાં ઘણી વખત રસી થાય છે. ચાંદા પણ થાય છે. અસરગ્રસ્ત પશુના મોઢામાં,ગળાની અંદરના ભાગમાં લસિકા ગ્રંથિમાં અને પગમાં સોજો જોવા મળે છે. અસરગ્રસ્ત પશુમાં દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવામળે છે. કોઈકવાર ગાભણ પશુ તરવાઇ જાય છે અને ગંભીર રીતે બીમાર પશુનું મૃત્યુ પણ થાય છે.

આ પણ વાંચોઃ કોવિડ-19 અંગેની ગંભીરતા બેઠક: ડીસ્ટ્રીકટ ટાસ્ક ફોર્સ ઈમ્યુનાઈઝેશન

ઘરગથ્થુ ઉપચાર: નાગરવેલના પાન 10 નંગ, કાળામરી 10 ગ્રામ, જીરું 10 ગ્રામ, હળદર 10 ગ્રામ, ગોળ 50 થી 100 ગ્રામ લેવું. તમામ વસ્તુનો પાવડર કરી ગોળ સાથે મિશ્રણ કરી નાના નાના લાડવા બનાવી પશુઓને દિવસમાં બે-થી ત્રણ વખત ખવડાવવા (ઉપરોક્ત મિશ્રણ એક પુખ્ત વયના પશુ માટે છે) આ ઉપચાર એકથી બે અઠવાડીયા સુધી કરવો. લીમડાના પાન 10 નંગ. મહેંદીના પાન 10 ગ્રામ, કુંવારપાઠું 1 પાન, હળદર 20 ગ્રામ, લસણ 10 ક્ળી, કોપરેલ/સરસીયુ તેલ 50 થી 100 લેવું. આ તમામ વસ્તુઓનું મિશ્રણ કરી ગરમ કરીને ઠંડુ પડ્યા બાદ હાથના મોજા પહેરીને પશુના શરીર પર દિવસમાં એક વાર લગાવવું. તે ઉપરાંત લીમડાના પાન અને ફટકડીનું મિશ્રણ કરી નવશેકા પાણી થી દિવસમાં બે થી ત્રણ વખત નવડાવવું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.