આ જગ્યા પર કેમિકલ લીકેજ થતા લોકોને શ્વાસ લેવામાં પણ પડ્યા ફાંફા

author img

By

Published : Sep 13, 2022, 5:38 PM IST

Updated : Sep 13, 2022, 6:05 PM IST

કેમિકલ લીકેજ લોકો શ્વાસ લેવામાં ફાંફા

રાજકોટના જેતપુરમાં જલદ કેમિકલ લીકેજ થવાની ઘટના સામે આવી છે, જેમાં એક ગોડાઉનમાંથી આ કેમિકલ લીકેજ થતા આસપાસના વિસ્તારમાં કેમિકલનો ધુમાડો ફેલાયો હતો, ત્યારે આ કેમિકલનો ધુમાડો આસપાસ ફેલાતા લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ ઉભી થઇ છે. જાણો સમગ્ર વિગતો આ અહેવાલમાં. Rajkot Jetput chemical leakage

રાજકોટ: જેતપુર શહેરના ધારેશ્વર વિસ્તાર પાસે આવેલ વૃદ્ધાશ્રમ પાછળ એક ગોડાઉનમાંથી કેમિકલ લીક થવાની ઘટના બની છે, ત્યારે આ કેમિકલ લીકેજ (Rajkot Jetput chemical leakage) થતા તેમાંથી નીકળેલ ગેસ આસપાસ ફેલાયો છે, જેને લઈને આસપાસમાં રહેલા લોકોને શ્વાસ લેવાની અને આંખો બળવાની તકલીફ ઉભી થઇ છે. જેતપુરના ગોડાઉન માંથી લીકેજ થયેલ આ કેમિકલ જલદ કેમિકલ હોવાનું માલુમ પડી રહ્યું છે, ત્યારે આ લીકેજ થવાને લઈને આસપાસના લોકોની મુશ્કેલીઓ વધી છે.

આ જગ્યા પર કેમિકલ લીકેજ થતા લોકોને શ્વાસ લેવામાં પણ પડ્યા ફાંફા

કેમિકલનો ધુમાડો: આ લીકેજ થવાને લઈને આસપાસના વિસ્તારમાં કેમિકલના ધુમાડાં જોવા મળ્યા છે, જેને લઈને શ્વાસ લેવામાં ખુબ મુશ્કેલી પડી છે. જેતપુરમાં લીકેજ થયેલ આ કેમિકલ HCL (jetpur hydrochloric acid) છે જે અચાનક લીકેજ થયેલ હોવાનું સામે આવ્યું છે ત્યારે આ બાબતે ટાંકીમાંથી લીકેજ થયું છે તેવું સામે આવ્યું છે જેમાં આ કેમિકલનો ઉપયોગ કાપડ વોશ કરવા માટે થતો હોવાનું સામે આવ્યું છે જેમાં આ કેમિકલ લાવ્યા તેના થોડા જ દિવસ થયા હતા ને અચાનક લીકેજ થવાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે.

5000 લીટરની 4 ટાંકી: આ લીકેજ થયેલ કેમીકલની ઘટના અંગેની જાણ થતા તુરંત જેતપુર મામલતદાર, જેતપુર પોલ્યુશન બોર્ડના (Jetpur pollution board) અધિકારી, જેતપુર નગરપાલિકા ટીમ ઘટના સ્થળે દોડી અને આ લીકેજ કેમિકલ પર પાલિકાની ફાયર ટીમ દ્વારા આ કેમિકલ પર પાણી છંટકાવ કરીને લીકેજ કેમિકલને શાંત કરવા માટેની કામગીરી હાથ ધરી હતી. જેતપુરમાં જ્વલનશીલ કેમિકલમાં અહિયાં 5000 લીટરની ચાર જેટલી ટાંકીઓ રાખવામાં આવી હતી, જેમાંથી આ લીકેજ થયું હોવાનું સામે આવ્યું છે.

કેમિકલના નમૂનાઓ: આ જ્વલનશીલ કેમિકલ રાખવા માટે મંજુરી છે, કે નહિ અને કોના દ્વારા અને ક્યાંથી લાવવામાં આવ્યું છે અને કોને આપવા સહિતની તપાસ શરૂ કરવા માટે કેમિકલના નમૂનાઓ લઈને કાર્યવાહી હાથ ધરી છે. આ કેમિકલ જે જગ્યા પર રાખવામાં આવી છે, તે જગ્યા પર આ કેમિકલ રાખવા માટેની મંજૂરી ના હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ સામે આવ્યું છે. આ લીકેજ કેમિકલને લઈને નજીકમાં જ આવેલ વૃધ્ધાશ્રમમાં રહેલા વૃદ્ધ લોકોને અતિભારે તકલીફો ઉભી થયેલ હતી. જે અંગે વૃદ્ધોને પણ સૌથી વધુ આ લીકેજથી તકલીફ ઉભી થવા પામી હતી, ત્યારે આ સમગ્ર લીકેજ અને સ્ટોરેજ તેમજ મંજૂરી સહીતીની તપાસ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે.

Last Updated :Sep 13, 2022, 6:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.