કોંગ્રેસના લલિત વસોયા અને ભાજપના જયેશ રાદડિયા એકસાથે જોવા મળતા રાજકારણ ગરમાયું

author img

By

Published : Jul 29, 2022, 9:00 PM IST

કોંગ્રેસના લલિત વસોયા અને ભાજપના જયેશ રાદડિયા એકસાથે જોવા મળતા રાજકારણ ગરમાયું

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022 )નજીક આવી રહી છે ત્યારે રાજકીય ગરમાવો આવવો એ સ્વાભાવિક છે પરંતુ ધોરાજી-ઉપલેટા વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય લલિત વસોયા (MLA Lalit Vasoya ) ભાજપ સાથે જોડાશે તેવી વાત ચાલે છે. ત્યારે કોંગ્રેસ ધારાસભ્ય ( Congress MLA ) લલિત વસોયા અને પૂર્વ કેબિનેટપ્રધાન ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા ( Jayesh Radadiya )એકસાથે જોવા મળતા રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે.

રાજકોટ: સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની ત્રીજી પુણ્યતિથિ (Third death anniversary of Vitthalbhai Raddia) નિમિતે ઠેર ઠેર અનેક કાર્યક્રમો યોજાયા છે. ધોરાજી, ઉપલેટા, જેતપુર, જામકંડોરણા સહિતના વિસ્તારીમાં પણ ખાસ કાર્યક્રમો યોજાયા છે. આ બાબતે ધોરાજી તેમજ ઉપલેટા વિસ્તારમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ રક્તદાન કેમ્પમાં ભાજપ-કોંગ્રેસ ( Congress MLA )ભાઈ-ભાઈ હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે.

લડાયક નેતાની છાપ ધરાવતા ધારાસભ્ય લલિત વસોયા ભાજપમાં જોડાય તેવી ચર્ચા ચાલે છે

આ પણ વાંચોઃ સરકારની મીઠી નજર હેઠળ અધિકારીઓ બેફામ : લલિત વસોયા

ભાજપમાં જોડાય તેવી ચર્ચા - આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022 ) આવી રહી છે. ત્યારે ધોરાજી-ઉપલેટા વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય લલિત વસોયા (MLA Lalit Vasoya )ભાજપ સાથે જોડાય તે પ્રકારની ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી ચાલે છે. ત્યારે ઉપલેટા અને ધોરાજીમાં કોંગ્રેસના ( Congress MLA )લડાયક નેતાની છાપ ધરાવતા ધારાસભ્ય લલિત વસોયા ભાજપમાં જોડાય તેવી ચર્ચા ચાલે છે.

આ પણ વાંચોઃ 2022ની ચૂંટણીને લઈ વસોયાનું આક્રમણ તેવર, ભાજપનો ભરપુર ઉડાવ્યો છેદ !

રક્તદાન કેમ્પમાં જોવા મળ્યાં સાથે - ચર્ચાઓની વચ્ચે ઉપલેટા અને ધોરાજીમાં યોજાયેલ રક્તદાન કેમ્પમાં કોંગ્રેસના ( Congress MLA ) ધારાસભ્ય લલિત વસોયા અને પૂર્વ કેબિનેટપ્રધાન અને જેતપુર-જામકંડોરણાના ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા ( Jayesh Radadiya )એક સાથે જોવા મળતા ભાજપ તરફ લલિત વસોયા (MLA Lalit Vasoya )વળતા હોવાનું પણ ફરીવાર ચર્ચાઈ રહ્યું છે.

અગાઉ ચર્ચામાં પણ આવી ચુક્યા છે - ધોરાજી-ઉપલેટા વિસ્તારના કોંગ્રસ પક્ષના ધારાસભ્ય કોંગ્રેસથી ( Congress MLA )નારાજ હોઇ તે બાબતે તેમજ ભાજપ સાથે સંપર્કમાં હોઈ તે બાબતે પણ અગાઉ ચર્ચામાં આવી ચુક્યા છે અને ભાજપમાં જોડાશે તેને લઈને પણ ચર્ચાઓ થતી રહી છે. ત્યારે સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથી નિમિતે ( Third death anniversary of Vitthalbhai Raddia ) યોજાયેલ રક્તદાન કેમ્પમાં ભાજપ-કોંગ્રેસ ભાઈ-ભાઈ હોઈ તેવા દ્રશ્યોએ ફરીવાર ધારાસભ્ય લલિત વસોયા (MLA Lalit Vasoya )ભાજપના લોકો સાથે સંપર્કમાં હોઈ તેમજ ભાજપમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.