Meeting in Khodaldham: ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ફરી આવ્યા ચર્ચામાં, હવે કોની સાથે બેઠક કરી, જાણો

author img

By

Published : Apr 25, 2022, 8:46 AM IST

Meeting in Khodaldham: ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ફરી આવ્યા ચર્ચામાં, હવે કોની સાથે બેઠક કરી, જાણો

રાજકોટના ખોડલધામ ખાતે (Meeting in Khodaldham) નરેશ પટેલ અને કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલ વચ્ચે બેઠક યોજાઈ (Khodaldham chairman Naresh Patel and Congress spokesperson Manhar Patel Meeting) હતી. તેના કારણે નરેશ પટેલ ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. જોકે, બંનેએ આ બેઠકને સામાજિક હોવાનું જણાવ્યું હતું. પરંતુ તેની પાછળ કંઈક અલગ જ રંધાયું હોય તેવું લાગી રહ્યું છે.

રાજકોટઃ ખોડલધામ ખાતે (Meeting in Khodaldham) નરેશ પટેલ અને કૉંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ વચ્ચે એક બેઠક યોજાઈ (Khodaldham chairman Naresh Patel and Congress spokesperson Manhar Patel Meeting) હતી. આ બેઠક બાદ નરેશ પટેલે જણાવ્યું હતું કે, મનહર પટેલ સાથે ઘણા આગેવાનો માતાજીના દર્શનાર્થે આવ્યા હતા. સાથે જ એક શુભેચ્છા મુલાકાત કરી હતી. ત્યારબાદ નરેશ પટેલના રાજકારણ પ્રવેશ (Naresh Patel Politics Entry) અંગેની હુંફ આપી હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાજના લોકો પણ મળ્યા નરેશ પટેલને

નરેશ પટેલ ફરી દેખાયા કોંગી નેતા સાથે- ખોડલધામ ખાતે કૉંગ્રેસ પ્રવક્તા અને તેમના સાથી આગેવાનો (Meeting in Khodaldham) પહોંચ્યા હતા. અહીં તેમણે નરેશ પટેલ સાથે એક બેઠક (Khodaldham chairman Naresh Patel and Congress spokesperson Manhar Patel Meeting) યોજી હતી. આ સાથે જ નરેશ પટેલ ફરી એક વાર કોંગ્રેસના નેતા સાથે દેખાતા તેઓ ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. જોકે, બેઠક બાદ નરેશ પટેલે આ બેઠકને સામાજિક ગણાવી હતી.

નરેશ પટેલ ફરી દેખાયા કોંગી નેતા સાથે
નરેશ પટેલ ફરી દેખાયા કોંગી નેતા સાથે

આ પણ વાંચો- NCP road Show in Bhavnagar: પ્રફુલ પટેલની ઝપટે ચડ્યાં હાર્દિક પટેલ, નરેશ પટેલ અને આપનું રાજકારણ, શું કરી ટીપ્પણી જાણો

અન્ય સમાજના લોકો પણ મળ્યા નરેશ પટેલને - બીજી તરફ કૉંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે પણ જણાવ્યું હતું કે, તેઓ અહિયાં ઘણી વાર દર્શનાર્થે (Meeting in Khodaldham) આવતા હોય છે અને તેમની સાથે ઘણા અગેવાનો તેમ જ અન્ય સમાજના આગેવાનો પણ હોય છે. ત્યારે તેમણે નરેશ પટેલ સાથે મુલાકાત (Khodaldham chairman Naresh Patel and Congress spokesperson Manhar Patel Meeting) કરી હતી.

આ પણ વાંચો- Naresh Patel's Decision : રાજકારણમાં જોડાવા અંગે નરેશ પટેલે હજુ વધુ સમય માગ્યો

નરેશ પટેલના નિર્ણય પર સૌની નજર - ઉલ્લેખનીય છે કે, અત્યારે નરેશ પટેલ કયા રાજકીય પક્ષમાં (Naresh Patel Politics Entry) જોડાશે. આ અંગે કયો નિર્ણય કરશે. તે ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે કૉંગ્રેસના પ્રવક્તા તેમ જ તેમની સાથે આવેલા આગેવાનોએ નરેશ પટેલ સાથે કરેલી મુલાકાત બાદ રાજકારણમાં ગરમાવો આવતો નજરે પડી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.