લમ્પી વાયરસને લઈને ક્લકેટરે કરી સમીક્ષા, પશુ સુરક્ષા માટે લેવાશે મોટા પગલાં

લમ્પી વાયરસને લઈને ક્લકેટરે કરી સમીક્ષા, પશુ સુરક્ષા માટે લેવાશે મોટા પગલાં
કચ્છમાં લમ્પી વાયરસને લઈને જિલ્લા ક્લેકટરે (Kutchh Collector Review Meet) એક ખાસ બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં તાલુકાથી લઈને ગ્રામ્ય સ્તર સુધી થઈ રહેલી દરેક કામગીરી અંગે સમીક્ષા કરી (Meeting About Lumpy) હતી. આ સાથે પશુપાલકોને પ્રાથમિક સ્તરે કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ એ અંગે માર્ગદર્શન પણ આપ્યું છે. જોકે, કચ્છ જિલ્લામાં મોટી સંખ્યામાં પશુઓ હોવાથી લમ્પી દિવસે દિવસે જોખમી પુરવાર થતો જાય છે.
કચ્છઃ કચ્છ જિલ્લામાં ખાસ કરીને ગાયમાં ઈન્ફેક્ટેડ (Lumpy Virus Infection) થયેલા લમ્પી વાયરસને લઈને જિલ્લા વહીવટી તંત્રની ટીમ યુદ્ધના ધોરણે એક્ટિવ (Kutchh Collector Review Meet) થઈ ગઈ છે. લમ્પી વાઈરસને કચ્છ જિલ્લા કલેક્ટર પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. કલેક્ટરએ વીડિયો કોન્ફરન્સના (Kutchh Video Conference) માધ્યમથી દરેક તાલુકામાં લમ્પી વાઈરસની (Lumpy Virus Infection kutchh) સ્થિતિને લઈને વહીવટીતંત્ર એ કરવામાં આવી રહેલી કામગીરી વિગતોની સમીક્ષા કરી હતી. આ સાથે કેટલાક જરૂરી આદેશ પણ આપ્યા છે.
આ પણ વાંચોઃ આ જિલ્લામાં લમ્પી વાઈરસ બન્યો બેકાબૂ, તંત્રની ઊડી ઊંઘ
જાહેરનામાનો અમલઃ જિલ્લે ક્લેક્ટરે આઈસોલેશન અને લોકજાગૃતિ પર ભાર મૂકીને જાહેરનામાનો કડકાઈથી અમલ કરાવવા યોગ્ય અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. કલેક્ટરએ આ બેઠક દરમિયાન લમ્પી વાઈરસ અંગેના જાહેરનામાનો કડકાઈથી અમલ થાય તેને લઈને સુદ્દઢ કામગીરી કરવા પ્રાંત અધિકારીઓને સૂચના આપી હતી. તેઓએ લમ્પી વાઈરસને લઈને પશુપાલકોમાં લોકજાગૃતિ આવે તે માટે ગ્રામ્ય સ્તર સુધી યોગ્ય રીતે સંકલન કરી પગલાં ભરવા માર્ગદર્શન આપ્યું છે.
આઈસોલેટ કરોઃ ખાસ કરીને પશુઓના રહેઠાણને સ્વચ્છ રાખવામાં આવે, જો પશુઓમાં લમ્પી વાઈરસના લક્ષણો દેખાય તો તે પશુને અન્ય પશુઓથી અલગ કરીને આઈસોલેશનમાં રાખવામાં આવે. તેની તકેદારી લેવાય તે માટે સૂચના આપી હતી. કોઈપણ રખડતા પશુઓમાં લમ્પી વાઈરસના લક્ષણો દેખાય તો તંત્ર તરફથી તરત જ કામગીરી કરીને તેને આઈસોલેશન સેન્ટરમાં સ્થળાંતરિત કરવામાં આવે તે બાબતે સૂચાન આપી છે.
આ પણ વાંચોઃ લમ્પી વાયરસ ગ્રસ્ત ગાયનું દૂધ નુકશાન કારક નહીં, દૂધને ઉકાળવાથી સુરક્ષિત થાય
મૃતદેહનો તાત્કાલિક નિકાલ કરોઃ આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ જણાવ્યું હતું કે, લમ્પી વાઈરસને અટકાવવા કચ્છ જિલ્લામાં સૌથી ઝડપી અને સૌથી વધારે રસીકરણ થયું છે. પશુપાલન વિભાગની સાથે સહયોગ કરીને આ રસીકરણની કામગીરીમાં કોઈ જ વિલંબ ન થાય તેની કાળજી રાખવા સંબંધિત પ્રાંત અધિકારીઓને સૂચના આપી છે. આ ઉપરાંત, પશુઓના મૃતદેહનો તાત્કાલિક સરકારની ગાઈડલાઈન મુજબ નિકાલ થાય તેનું સતત મોનિટરીંગ કરીને કામગીરી કરવા તેઓએ સૂચના આપી હતી.