ડેમના દરવાજા ખોલી કઢાતા મામલતદારે નીચાણવાળા વિસ્તારોમાં કર્યું ગ્રાઉન્ડ ઝીરો નિરીક્ષણ

author img

By

Published : Sep 15, 2022, 9:31 AM IST

Updated : Sep 15, 2022, 9:40 AM IST

ડેમોના દરવાજા ખોલી કઢાતા મામલતદારે નીચાણવાળા વિસ્તારોમાં કર્યું ગ્રાઉન્ડ ઝીરો નિરીક્ષણ

રાજકોટના ઉપલેટા પંથકના ડેમોમાં પાણીની સારી આવક થઈ છે. તેના કારણે ડેમના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. તેવામાં મામલતદારે નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લઈ સ્થાનિક તંત્રને સતર્ક રહેવા સૂચના આપી છે. Rajkot Dam gate open, upleta mamlatdar visits low lying area.

રાજકોટ શહેરમાં સારા વરસાદના કારણે નદી, તળાવ અને જળાશયોમાં પાણીની સારી આવક થઈ છે. તેવામાં ઉપલેટા પંથકના ડેમોમાં (Upleta dam gate open) પાણીની આવક થતા ડેમોના દરવાજા ખોલવામાં આવ્યા હતા. તેને ધ્યાનમાં રાખીને મામલતદાર પોતે નીચાણવાળા વિસ્તારોમાં ગ્રાઉન્ડ ઝીરો નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. અહીં તેમણે વિસ્તારોની મુલાકાત (upleta mamlatdar visits low lying area) લઈને સ્થાનિક તંત્રને સતર્ક રહેવા સૂચના આપી હતી.

તંત્રને સતર્ક રહેવા કડક સૂચના

ડેમમાં પાણીની સારી આવક ઉપલેટા શહેર તેમ જ ગ્રામ્ય વિસ્તારોની અંદર વરસાદને લઈને ડેમમાં પાણીની આવક થઈ છે. તેના કારણે ઉપલેટા તાલુકાના મોજીરા પાસે આવેલ મોજા ડેમમાં (Upleta dam gate open) તેમ જ ગધેથડ ગાયત્રી આશ્રમ (gadhethad gayatri ashram) પાસે આવેલા વેણુ 2 ડેમમાં પાણીની આવક થતા ડેમના દરવાજાઓ ખોલવામાં આવ્યા છે આ સાથે જ ધોરાજીના ભૂખી પાસે આવેલ ભાદર 2 ડેમમાં પણ પાણીની આવકમાં વધારો થતા ભાદર ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે.

મામલતદારે તંત્રને આપી સૂચના
મામલતદારે તંત્રને આપી સૂચના

દરવાજા ખોલવા પડ્યા ઉપલેટા પંથકના મોજ અને વેણુ 2 ડેમ તેમ જ ધોરાજીના ભાદર બે ડેમની અંદર પાણીના પ્રવાહમાં વધારો થતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે જેને લઈને ઉપલેટા મામલતદાર દ્વારા નીચાણવાળા તેમજ નદીકાંઠાના વિસ્તારોની મુલાકાત (upleta mamlatdar visits low lying area) કરી અને લોકોને સતર્ક રહેવા અને નદીકાંઠા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડી જવા માટેની સૂચના આપવામાં આવી છે.

મામલતદારે લીધી નીચાણવાળા વિસ્તારોની મુલાકાત
મામલતદારે લીધી નીચાણવાળા વિસ્તારોની મુલાકાત

તંત્રને એલર્ટ રહેવા સૂચના આ સાથે જ તાલુકા પંચાયત કચેરી, નગરપાલિકા કચેરી અને ગ્રામ પંચાયત સહિતના સ્ટાફને સતર્ક રહેવા અને એલર્ટ રહેવા માટેની ખાસ સૂચના આપવામાં આવી છે ત્યારે વધુમાં મામલતદાર જણાવ્યું હતું કે તંત્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે સતત સક્રિય (upleta mamlatdar visits low lying area) છે તેવું પણ જણાવ્યું છે.

Last Updated :Sep 15, 2022, 9:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.