ચૂંટણી જાહેર થતા રાજકોટ મનપાના બજેટની કામગીરી પર અસર

author img

By

Published : Jan 26, 2021, 2:23 PM IST

corporation budget

આગામી સપ્તાહમાં રાજકોટ મહાનગરપાલિકાનું બજેટ જાહેર થવાની શક્યતા છે. જેને લઇને મનપા કમિશનર દ્વારા વિવિધ શાખાના અધિકારીઓ સાથે પણ બેઠક યોજી હતી. તેમજ આગામી દિવસોમાં બજેટને લઈને ચર્ચા કરવામાં આવી હતી.

  • ચૂંટણી જાહેર થતા રાજકોટ મનપાના બજેટની કામગીરી પર અસર
  • રાજ્યમાં 6 પાલિકાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત
  • બજેટની કામગીરી પર ચૂંટણીની અસર

રાજકોટઃ રાજ્યમાં 6 પાલિકાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ત્યારે 6 મહાનગરપાલિકામાં રાજકોટનો પણ સમાવેશ થાય છે પરંતુ રાજકોટમાં મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થતા હવે બજેટની કામગીરી પર તેની અસર સીધી જોવા મળી રહી છે. આગામી સપ્તાહમાં રાજકોટ મનપાનું બજેટ જાહેર થવાની શક્યતા છે પરંતુ આ બજેટ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર જાહેર કરશે. તેમજ તેમાં માત્ર અલગ-અલગ કામો માટે રકમની ફાળવણી અંગે જાહેરાત કરશે.

મનપા કમિશનર ઉદિત અગ્રવાલ બજેટ જાહેર કરશે

આગામી સપ્તાહમાં રાજકોટ મહાનગરપાલિકાનું બજેટ જાહેર થવાની શક્યતા છે. જેને લઇને મ્યુનિસિપલ કમિશનર દ્વારા વિવિધ શાખાના અધિકારીઓ સાથે પણ બેઠક યોજવામાં આવી હતી. તેમજ આગામી બજેટને લઈને ચર્ચા કરવામાં આવી હતી. જોકે ચૂંટણી જાહેર થતા બજેટની કામગીરી પર પણ હાલ તેની અસર જોવા મળી રહી છે. મનપા કમિશનર આગામી દિવસોમાં બજેટમાં માત્ર વિવિધ કામો માટે રકમની ફાળવણી જાહેર કરશે. જ્યારે ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રોજેક્ટ તેમજ વિકાસના કામોની જાહેરાત થવાની શક્યતાઓ નહિવત જોવા મળી રહી છે.

નવી બોડીની નિમણુંક બાદ કામોની જાહેરાત કરાશે

એવું માનવામાં આવી રહ્યું છે કે આગામી સપ્તાહમાં રાજકોટના મનપા કમિશનર દ્વારા બજેટ જાહેર કરવામાં આવશે. જેમાં માત્ર વિવિધ કામોની રકમની ફાળવણી અંગેની વિગતો આપવામાં આવશે. જ્યારે અલગ-અલગ પ્રોજેક્ટ તેમજ વિકાસના કામોની માહિતી જાહેર કરવામાં આવશે નહીં. આ માહિતી મનપા ચૂંટણી પછી જે પણ પક્ષની નવી બોડી આવશે તે પદાધિકારીઓ દ્વારા શહેરના અલગ-અલગ વિકાસના કામોની જાહેરાત કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.