રાજકોટમાં હાર્દિક પટેલે પત્રકાર પરિષદ યોજી, નવા મુખ્યપ્રધાન અંગે શુ કહ્યું જાણો..

author img

By

Published : Sep 21, 2021, 1:09 PM IST

રાજકોટમાં હાર્દિક પટેલે પત્રકાર પરિષદ યોજી,  નવા મુખ્યપ્રધાન અંગે શુ કહ્યું જાણો..

કોગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે આજે રાજકોટમાં પત્રકાર પરિષદ યોજી હતી. covid-19 ન્યાય યાત્રા દ્વારા કોરોના મૃત્યુ પામેલા લોકોના પરિવારનો સર્વે કરીને તેમને સહાય માટે કાર્યકારવા જણાવ્યું હતુ. આ સાથે જ હાર્દિક પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો પણ કર્યા હતા.

  • કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે આજે રાજકોટમાં પત્રકાર પરિષદ યોજી
  • હાર્દિક પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા
  • લોકોને સરકાર દ્વારા સહાય આપવાની પણ કોંગ્રેસ દ્વારા માગ કરવામાં આવી

રાજકોટઃ શહેર કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે આજે રાજકોટમાં પત્રકાર પરિષદ યોજી હતી. covid-19 ન્યાય યાત્રા દ્વારા કોંગ્રેસ કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને સહાય આપવામાં આવે તેને લઈને રાજ્યના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. જેને લઇને આજે રાજકોટમાં હાર્દિક પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા યોજી અને અત્યાર સુધીમાં 31 હજારથી વધુ કોરોના મૃત્યુ પામેલા લોકોના પરિવારનો સર્વે કરીને તેમને સહાય માટેના ફોર્મ ભરાવવામાં આવ્યા છે. જ્યારે આગામી દિવસોમાં આ કામગીરી ચાલુ રહેશે. આ સાથે જ હાર્દિક પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો પણ કર્યા હતા.

રાજકોટમાં હાર્દિક પટેલે પત્રકાર પરિષદ યોજી, નવા મુખ્યપ્રધાન અંગે શુ કહ્યું જાણો..

2 લાખની આસપાસ લોકોના કોરોનામાં થયા મોત

હાર્દિક પટેલે રાજકોટમાં યોજેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં સરકારની બેદરકારીના કારણે 2 લાખની આસપાસ લોકોના કોરોના મૃત્યુ થયા છે. જ્યારે વિવિધ સંસ્થાઓ દ્વારા આંકડાઓ આપવામાં આવ્યા છે પરંતુ ગુજરાત સરકાર દ્વારા માત્ર 10 હજાર જેટલા લોકોના કોરોનાથી મૃત્યુ થયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કોરોનાના સમય દરમિયાન લોકોને બેડ ન મળવાના કારણે, સારું સ્વાસ્થ્યની સુવિધાન મળવાના કારણે મોટાભાગના લોકોના મોત થયા છે. જે લોકોના કોરોનામાં મોત થયા છે. તે તમામ લોકોને સરકાર દ્વારા સહાય આપવાની પણ કોંગ્રેસ દ્વારા માગ કરવામાં આવી છે.

નવી સરકાર પાસે શુ વિઝન છે: હાર્દિક

રાજ્યમાં તાજેતરમાં જ પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએની આખી સરકારે રાજીનામું આપી દીધું છે. ત્યારે રાજ્યમાં નેતૃત્વ પરિવર્તનને લઈને હાર્દિક પટેલે મુખ્યપ્રધાન પર આક્ષેપ કર્યા હતા કે, જે નવા મુખ્યપ્રધાન બનાવામાં આવ્યા છે તેમની કામગીરી શુ, શુ તમે તેમને ઓળખતા હતા. તેમજ તેમની સરકાર પાસે શુ વિઝન છે. આમ ભાજપની નવી સરકાર પર કહાર્દિક પટેલ દ્વારા આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. જ્યારે હાલ કોરોનામાં ઘણા લોકોના મૃત્યુ થયા છે. તેમજ રાજ્યમાં હજુ પણ યુવાનો બેરોજગાર છે, ત્યારે આ નવી સરકારે શું કરી રહી છે. તેમ હાર્દિકે જણાવ્યું હતું.

કોંગ્રેસની મુખ્ય 4 માગ

  • કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને રૂપિયા 4 લાખની સહાય
  • કોવિડ ગ્રસ્ત તમામ લોકોને હોસ્પિટલ અને મેડિકલની ખર્ચની રકમ ચૂકવામાં આવશે
  • સરકારી તંત્રની ઘોર નિષ્ફળતાની ન્યાયિક તપાસ
  • કોવિડમાં મૃત્યુ પામેલા સરકારી કર્મચારીઓના સંતાન/ પરિવારજનો પૈકી કાયમી નોકરી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.