Fire In Gujarat 2022 : બસમાં આગ લાગવાના આટલા બધા બનાવ કેમ બને છે? તાજેતરમાં આગ લાગવાની 4 ઘટનાઓ જાણો

author img

By

Published : Jan 22, 2022, 2:39 PM IST

Updated : Jan 22, 2022, 5:17 PM IST

Fire In Gujarat 2022 : બસમાં આગ લાગવાના આટલા બધા બનાવ કેમ બને છે? તાજેતરમાં આગ લાગવાની 4 ઘટનાઓ જાણો

ગુજરાતમાં શિયાળાની ઠંડી વચ્ચે પણ મોટી આગની ઘટનાઓ (Fire In Gujarat 2022) બની છે. જેમાં અમુક ઘટનામાં જાનહાનિ પણ થઇ છે.આમાં બસમાં આગ લાગતાં જાનહાનિ પણ થઇ છે. તો સવાલ એ છે કે ખખડધજ બસો કેમ ચલાવાય છે? તેનું ફિટનેસ સર્ટિફિકેટ કેવી રીતે લઇ લેવામાં આવે છે? જાણો એક સપ્તાહમાં જ બની ગયેલી આગની આ ઘટનાઓ વિશે.

રાજકોટ-સુરતઃ આગની ઘટનાઓ હાલના દિવસોમાં જોવા મળી તેમાં સુરતમાં આવા બનાવ (Fire In Gujarat 2022) વધુ પ્રમાણમાં બની રહ્યાં છે. એક જ સપ્તાહમાં બનેલી આ ચાર ઘટનાઓમાં એક રાજકોટમાં આજે શનિવારે રાજકોટની સિટી બસમાં આગ લાગવાની ઘટના છે. જ્યારે સુરતમાં બે બસોમાં આગ લાગવાની અને સુરતના પલસાણામાં મિલમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે તેમાં પણ જાનહાનિ નોંધાઇ છે. કોમર્શિયલ વેહિકલ સર્ટિફિકેટ (Commercial Vehicle Fitness Certificate) આ ઘટનાઓમાં હતાં કે નહીં તે તપાસનો વિષય છે.

Fire In Gujarat 2022

રાજકોટમાં સિટી બસમાં આગ, જાનહાનિ નહીં

રાજકોટના ભક્તિનગર સર્કલ નજીક આજે શનિવારે સિટી બસમાં આગ (Fire In City bus Rajkot) લાગવાનો બનાવ સામે આવ્યો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી. આ સિટી બસમાં 20 જેટલા પ્રવાસીઓ હતાં. સિટીબસમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવતા વિસ્તારમાં થોડા સમય માટે ભયનો માહોલ ફેલાયો હતો. ફાયરવિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે આવી આગ બૂઝાવવાની કામગીરી કરી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ બહાર આવ્યું નથી. રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત બસમાં આગ લાગવાની ઘટનાને લઇ આવતા મનપા તંત્ર એલર્ટ થયું હતું.

સુરતમાં ખાનગી બસમાં આગની ઘટનામાં મહિલાનું મોત થયું હતું

18 જાન્યુઆરીએ રાત્રે સુરતના નાના વરાછા વિસ્તારમાં ખાનગી બસમાં આગ (Fire in a private bus in Surat) લાગતાં મહિલા સહિત ત્રણ લોકો દાઝ્યા્ હતાં. જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત (A woman died on spot) થયું હતું. સુરતના નાના વરાછા વિસ્તાર પાસે આવેલ હીરાબાગ સર્કલ પાસે ખાનગી બસમાં આગ લાગતાં મહિલા સહિત ત્રણ લોકો દાઝતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ ઘટનામાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ફાયરની 4 ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. રાજધાની નામની ખાનગી લકઝરી બસ સુરતથી સૌરાષ્ટ્ર તરફ જઈ રહી હતી. બસ નંબર- GJ04-AT 9963માં અચાનક એસીમાં બ્લાસ્ટ તથા બસમાં આગ લાગી (Fire in a private bus in Surat) હતી. આ બસમાં અન્ય પાંચ જણાં આગની ઝપેટમાં આવી ગયાં હતાં. તેમાં બે દંપતિઓ પણ હતાં. તેમાં એક દંપતિ ગંભીર રીતે દાઝી જતાં મહિલાનું મોત થયું હતું. મહિલના પતિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પતિએ જીવ બચાવવા બસમાંથી કૂદકો મારી પોતાની પત્નીને બચાવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમની પત્ની બસમાં ફસાઈ જતા ગંભીર રીતે દાઝી ગયા હતાં અને તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આગની આ ઘટના શોર્ટ સર્કિટ થવાના કારણે લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું.

સુરતમાં જ બનેલી ખાનગી બસમાં આગની ઘટના, જાનહાનિ થઇ ન હતી

સુરતમાં વરાછા-કાપોદ્રા બાદ હજીરાના મોરાગામમાં વધુ એક ખાનગી બસમાં અચાનક આગ (Fire in a private bus in Surat) લાગી જતા ભાગદોડ મચી ગઇ હતી. આ ઘટનામાં આગે વિકરાળરૂપ લેતાં ફાયર વિભાગને જાણ કરાઈ હતી. અડાજણ ફાયર વિભાગ દ્વારા ગણતરીના કલાકોમાં કાબૂ મેળવ્યો હતો અને આ ઘટનામાં કોઈ જાનહાનિ થઇ ન હતી. હજીરા પોલીસ કંટ્રોલરૂમ દ્વારા ફાયર કંટ્રોલરૂમમાં 11:20એ કોલ મળ્યો હતો. એ કોલ અડાજણ ફાયરને મળતાં ઘટના સ્થળ ઉપર આવતા 30 મિનિટ જેટલો સમય લાગ્યો હતો. આ બસ રિલાયન્સની હતી. બસ ઉભી જ હતી ત્યારે એમાં આગ લાગી હતી અને આગ લાગવાનું કારણ બહાર આવ્યું ન હતું.

આ પણ વાંચો: Fire In Rajkot: સિટીબસમાં અચાનક આગ ભભૂકી ઉઠી, 20 પ્રવાસીઓ હતાં સવાર

સુરતના પલસાણામાં 20-21 જાન્યુઆરીની રાત્રે લાગેલી આગમાં 3ના મોત

સુરત જિલ્લાના પલસાણામાં ગુરુવારે મળસ્કે મિલમાં આગ (Mill Fire in Surat) લાગી હતી. આ આગમાં ત્રણ લોકોના મૃત્યુ થયા હતાં. મૃત્યુની ઘટના સામે આવતાં પલસાણા પોલીસે કાર્યવાહી કરતાં ત્રણ શખ્સો સામે સદોષ માનવવધનો ગુનો નોંધ્યો હતો. પલસાણાની ભીંડી બજાર ખાતે આવેલી સોમ્યા પ્રોસેસર પ્રાઈવેટ લિમિટેડ નામની કાપડ મિલમાં આગમાં (Mill Fire in Surat) બે માળનું બિલ્ડીંગ આગની લપેટમાં આવી ગયું હતું. આ મિલમાં લાગેલી ભીષણ આગમાં ત્રણ યુવકોના મૃત્યુ થયાં હતાં. આ ઘટનામાં પોલીસે મિલના ડાયરેક્ટર, સુપરવાઇઝર અને રાત્રિના ઇન્ચાર્જ સામે સદોષ માનવ વધનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આવી ઘટનાઓ અટકાવવા સતર્કતા જરુરી

આ તમામ ઘટનાઓને (Fire In Gujarat 2022) લઇને પોલીસ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે લાંબા ગાળે જે કારણ સામે આવશે તેમાં શોર્ટસર્કિટનું કારણ મોટાભાગે આવે તેવી સંભાવના છે. ત્યારે ખાનગી બસોમાં બની રહેલી ઘટના, જ્યાં મોટાપ્રમાણમાં લોકો સવાર હોય છે તેવામાં બની રહેલી આગની ઘટના સાચે જ ચિંતાનું કારણ છે. જેને અટકાવવા તમામ સ્તરે સતર્કતા દાખવવી આવશ્યક છે.

આ પણ વાંચો: સુરતમાં વધુ એક બસમાં આગ લાગતા મચી દોડધામ, ફાયર વિભાગે ગણતરીના કલાકોમાં જ મેળવ્યો આગ ઉપર કાબુ

Last Updated :Jan 22, 2022, 5:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.