રાજકોટમાં 4 મહિનાની બાળકીને કોરોના પોઝિટિવ, સિવિલ હોસ્પિટલમાં દાખલ

author img

By

Published : Sep 17, 2021, 6:21 PM IST

રાજકોટમાં 4 મહિનાની બાળકીને કોરોના પોઝિટિવ

કોરોનાની બીજી લહેર સમાપ્ત થઇ ચુકી છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે તે વચ્ચે રાજકોટમાં 4 માસની બાળકી કોરોના પોઝિટિવ આવી હતી. આ બાળકી અત્યારે રાજકોટ સિવીલમાં સારવાર હેઠળ છે.

  • 4 માસની બાળકી આવી કોરોના પોઝોટિવ
  • રાજકોટ સિવિલમાં ચાલી રહી છે સારવાર
  • અઠવાડિયા અગાઉ કોરોના પોઝિટિવ આવી હતી બાળકી

રાજકોટ: કોરોનાની બીજી લહેર દેશમાંથી સંપૂર્ણ રીતે હજુ સુધી ગઈ નથી. એવામાં આગામી દિવસોમાં આરોગ્ય સંસ્થાઓ દ્વારા કોરોનાની ત્રીજી લહેર ભારતમાં આવવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ત્યારે આ ત્રીજી લહેર દરમિયાન સૌથી વધુ નાના બાળકો કોરોનાથી સંક્રમિત થશે તેવી સંભાવનાઓ નામાંકિત નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. એવામાં રાજકોટમાં ચાર મહિનાની બાળકીને કોરોના પોઝિટિવ આવ્યો હોવાની વાત સામે આવી રહી છે. મૂળ મધ્યપ્રદેશના અને પડધરી ખાતે મજૂરી કામ કરતા પરિવારની 4 માસની બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે. જ્યારે ચાર મહિનાની બાળકીને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

બાળકી હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
રાજકોટમાં ચાર મહિનાની બાળકીને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. જ્યારે હાલ આ ચાર મહિનાની બાળકીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. બાળકી સાથે અન્ય બે લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં આ ચાર મહિનાની બાળકીને એકમાત્ર કોરોના પોઝિટિવ આવ્યો હોવાની વાત સામે આવી રહી છે. જોકે તે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ગામની હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે આ બાળકી છેલ્લા એક અઠવાડિયાથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે. રાજકોટમાં માત્ર ચાર મહિનાની બાળકીને કોરોના પોઝિટિવ આવતા વહીવટીતંત્ર પણ એક્શનમાં આવ્યું છે.

અઠવાડિયા અગાઉ આવ્યો હતો કોરોના પોઝિટિવ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાર મહિનાની બાળકીને કોરોના પોઝિટિવ આવ્યો હોવાની વાત સામે આવતા ETV ભારત દ્વારા આ મામલે રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. આર એસ ત્રિવેદી સાથે વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેમણે બાળકીને કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું જણાવ્યું હતું. જો કે આ બાળકીને આજે નહીં પણ એક અઠવાડિયા અગાઉ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જ્યારે હાલ આ બાળકી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જ સારવાર લઈ રહી છે. આજે સિવિલ હોસ્પિટલમાં દાખલ કોઈ પણ દર્દીના કોરોના પોઝિટિવ રિપોર્ટ નથી આવ્યા નહિ હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે રાજકોટમાં ચાર મહિનાની બાળકીને કોરોના પોઝિટિવ આવતા હાહાકાર મચી જવા પામ્યો છે.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.