World Soil Day 2021: 'જમીનનુ ધોવાણ રોકી, બચાવો આપણું ભવિષ્ય'

author img

By

Published : Dec 5, 2021, 8:05 AM IST

World Soil Day 2021:'જમીનનુ ધોવાણ રોકી, બચાવો આપણું ભવિષ્ય'

5 ડિસેમ્બરના દિવસે સમગ્ર વિશ્વ જમીન દિવસની ઉજવણી (World Soil Day 2021) કરી રહ્યું છે, વર્ષ 2012માં થાઈલેન્ડના રાજાના અધ્યક્ષ સ્થાને જમીન દિવસની ઉજવણી કરવાની શરૂઆત (World Soil Day History) કરવામાં આવી હતી. સતત ઘટી રહેલી જમીનની ગુણવત્તા અને તેની ઉત્પાદન ક્ષમતા પર રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ અને નિંદામણ નાશક રસાયણોની વિપરીત અસરોને કારણે ખેડૂતોમાં જાગૃતિ આવે અને ખેતી રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ અને નિંદામણ નાશક કેમિકલથી મુક્ત બને તે માટે આજના દિવસની ઉજવણી કરવામાં આવે છે.

  • 5 ડિસેમ્બરના દિવસે સમગ્ર વિશ્વમાં જમીન દિવસની ઉજવણી
  • વર્ષ 2012માં થાઈલેન્ડના રાજાએ કરી જમીન દિવસની ઉજવણીની શરૂઆત
  • નાશક કેમિકલોની અસરોથી જમીનને બચાવવાની થઈ શરૂઆત

જૂનાગઢ: 5 ડિસેમ્બરના દિવસે સમગ્ર વિશ્વમાં જમીન દિવસની ઉજવણી કરવાની (World Soil Day 2021) શરૂઆત વર્ષ 2012થી કરવામાં આવી છે, 2012ના વર્ષમાં આજના દિવસે થાઈલેન્ડના રાજાના અધ્યક્ષ સ્થાને ખોરાક અને ખેતીવાડી સંગઠન દ્વારા જમીનને બચાવવાના ભાગરૂપે વિશ્વ જમીન દિવસની (World Soil Day History) ઉજવણી કરવાની શરૂઆત (soil day celebration) થઈ હતી, સતત વધી રહેલા રાસાયણિક ખાતરના વપરાશ, જંતુનાશક દવાનો બિનજરૂરી ઉપયોગ તેમજ શારીરિક શ્રમ ન પડે તે માટે નિંદામણને દૂર કરવાના કેમિકલને કારણે જમીન સતત બિન ઉપજાવ અને ગુણવત્તા વિહીન બનતી જાય છે, જેની વિપરીત અસરો હવે કૃષિ પેદાશો પર પણ જોવા મળી રહી છે, જેને ધ્યાને રાખીને 5મી ડિસેમ્બરના દિવસે સમગ્ર વિશ્વમાં જમીન દિવસની ઉજવણી (Soil Day 2021 significance) કરવાની શરૂઆત વર્ષ 2012થી કરવામાં આવી છે.

World Soil Day 2021:'જમીનનુ ધોવાણ રોકી, બચાવો આપણું ભવિષ્ય'

પારંપરિક ખેતીની જગ્યા હવે આધુનિક સાધન અને સંસાધનોએ લિધી

આધુનિક સમયમાં ટેક્નોલોજીનો વ્યાપ સમગ્ર વિશ્વના સીમાડાઓ ઓળંગી રહ્યો છે, દરરોજ ટેકનોલોજીને લઈને નવા સંશોધનો સામે આવી રહ્યા છે ટેકનોલોજીના આ સંશોધનમાં ખેતી ક્ષેત્ર પણ બાકાત રહેલું જોવા મળતું નથી. એક સમય હતો કે ભારતમાં માત્ર બળદ અને ગાડા દ્વારા ખેતી થતી હતી આ ખેતીને પારંપરિક ખેતી તરીકે સમગ્ર વિશ્વમાં જોવાતી હતી પરંતુ સમય બદલાવાની સાથે ટેકનોલોજીમાં થયેલા સંશોધનોને કારણે પારંપરિક ખેતીની જગ્યા પર હવે આધુનિક સાધન અને સંસાધનોએ લિધી છેે.

ઉત્પાદિત થતો કૃષિ પાક પણ રસાયણો અને કેમિકલ યુક્ત બની રહ્યો છે

ખેતી પદ્ધતિમાં થયેલા આમૂલ ફેરફારને કારણે કૃષિ પાકો લેતી વખતે રાસાયણિક ખાતરો જંતુનાશક દવાઓ અને નિંદામણનો નાશ કરે તેવા રસાયણોનો ઉપયોગ બિન જરૂરી રીતે અને પુષ્કળ પ્રમાણમાં થતો જોવા મળી રહ્યો છે, જેની વિપરીત અને નકારાત્મક અસરો હવે ખેતી લાયક જમીન પર પણ જોવા મળી રહી છે, આ નકારાત્મક અસરોને કારણે જમીન બિન ઉપજાવ પ્રદૂષિત અને બંજર બની રહી છે, જેની સાથે ઉત્પાદિત થતો કૃષિ પાક પણ રસાયણો અને કેમિકલ યુક્ત બની રહ્યો છે જે સમગ્ર સૃષ્ટિ માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે.

જમીનને બચાવવા માટે નૈસર્ગિક ખેતી પદ્ધતિ તરફ પરત વળવું વર્તમાન સમયની જરૂરિયાત

કેમિકલ યુક્ત રાસાયણીક ખાતરો જંતુનાશક દવાઓ અને નિંદામણ નાશક રસાયણોને કારણે જમીન બિન ઉપજાઉ બની રહી છે, આ જમીનને ખરાબ થતી બચાવવા માટે નૈસર્ગિક ખેતી તરફ પરત ફરવું ખૂબ જ જરૂરી બની રહ્યું છે, સતત રસાયણો અને ખાતરોના ઉપયોગથી ખેતી બરબાદ થઈ રહી છે, જેની સામે જમીનને મળતા કુદરતી પોષક તત્વોનો નાશ થઈ રહ્યો છે, સાથે સાથે બહારથી નૈસર્ગિક રીતે દેશી ખાતર અને ગૌમુત્ર દ્વારા જમીનને મળતું પોષણ પણ સદંતર બંધ થઈ ગયું છે, આવી પરિસ્થિતિમાં જમીનને બચાવવા માટે હવે નૈસર્ગિક ખેતી પદ્ધતિ તરફ વળવું સમયની તાતી જરૂરિયાત જોવા મળે છે, જો સમય રહેતા નૈસર્ગિક ખેતી તરફ જગતનો તાત પરત નહીં ફરે તો સતત બગડી રહેલી જમીન સમય જતા સદંતર બિન ઉપજાઉ બની જશે, જેને કારણે જગતનું પોષણ કરતો જગતનો તાત પણ બેરોજગાર બની જશે તેવો વિપરીત સમય પણ આવી શકે છે.

દર વર્ષે 1 કીલોમીટર કરતા વધુ જમીનમાં દરિયાઈ વિસ્તાર આગળ ધપી રહ્યો છે

જમીનમાં ક્ષારનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે, જમીને ખરાબ થવા પાછળનો એકમાત્ર કારણ ક્ષારીય પદાર્થો જમીનમાં સતત વધી રહ્યા છે જે ચિંતાજનક બાબત પણ માનવામાં આવે છે કે આખા ભારત દેશમાં ૧૬૦૦ કિ.મી.નો લાંબો દરિયાકિનારો એક માત્ર ગુજરાતમાં જોવા મળે છે. દરિયાઈ નૈસર્ગિક સંપત્તિનો અખુટ ભંડાર ખેતીલાયક જમીનને નુકસાન કરી રહ્યો છે પ્રતિવર્ષ 1 કિલોમીટરની આસપાસની ખેતીલાયક જમીન ક્ષારીય જમીનમાં પરિવર્તિત થઇ રહી છે, આ ખૂબ જ ચિંતાજનક માનવામાં આવે છે.

જમીનમાં ક્ષારીય પદાર્થોને દૂર કરવા ખેડૂતો ટપક સિંચાઇ પદ્ધતિનો ઉપયોગ કરે

જમીનમાં ક્ષારીય પદાર્થોને દૂર કરવા માટે ખેડૂતો ટપક સિંચાઇ પદ્ધતિનો ઉપયોગ કરે અને જો આ કરવા માટે ખેડૂતો સમર્થ ન હોય તો જરૂર પૂરતું અને ખેતી પાકોને પ્રમાણિત કરવામાં આવેલું પાણી પિયતના રૂપમાં આપવામાં આવે તો પણ જમીનમાં વધતા જતા સાર ભાગને ઓછો કરવામાં ખૂબ મદદરૂપ બની શકે છે.

આ પણ વાંચો: વિશ્વ ભેજવાળી જમીન દિવસ ૨૦૨૧ : જાળવણી જરૂરી

આ પણ વાંચો: ધરતી માતાનું હૈયું આક્રંદ કરી રહ્યું છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.