ભવનાથમાં ગણપતિદાદાને 551 કિલોનો બુંદીનો લાડુ ધરાવાયો, ભક્તોમાં પ્રસાદરૂપે વિતરિત થયો

author img

By

Published : Sep 20, 2021, 7:31 PM IST

ભવનાથમાં ગણપતિદાદાને 551 કિલોનો બુંદીનો લાડુ ધરાવાયો, ભક્તોમાં પ્રસાદરૂપે વિતરિત થયો

ભવનાથમાં ભગવાન ગણપતિ માટે 551 કિલો બુંદી લાડૂ નિર્માણ કરવામાં આવ્યો છે. આ લાડુ બનાવવામાં સૂકોમેવો, શુદ્ધ દેશી ઘી, તેલ ચણાનો લોટ સહિત મળીને કુલ 551 કિલો જેટલી ચીજવસ્તુઓનો ઉપયોગ કરીને ગણપતિ બુંદી લાડૂ બનાવવામાં આવ્યો છે. આ લાડુનું વિતરણ પ્રસાદરુપે ગણપતિદાદાના ભક્તોમાં કરવામાં આવ્યું છે.

  • ભવનાથ મંદિરમાં ભગવાન ગણપતિને ખાસ ભોગ ધરાવાયો
  • કુલ 551 કિલોનો બુંદીનો મહાલાડુ ધરાવાયો
  • ભક્તજનોને પ્રસાદરુપે વિતરણ કરવામાં આવ્યો મહાલાડુ


    જૂનાગઢઃ ભવનાથ મંદિર દ્વારા 551 કિલો ગણપતિ બુંદીનો લાડુ તૈયાર કરવામાં આવ્યો હતો. આ લાડુને આજે બપોર બાદ ગણેશ ભકતોમાં વિસર્જનના ભાગરૂપે પ્રસાદીરુપે અર્પણ કરવામાં આવ્યો હતો.બે દિવસથી કારીગરો દ્વારા આ બુંદીના લાડુને બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે પૂર્ણ થતા તેને ગણપતિ પ્રતિમા સાથે ગણપતિ બુંદીના લાડુ તરીકે સ્થાપિત કરીને પૂજા કરવામાં આવી હતી. આ લાડુને આજે બપોર બાદ વિધિવત્ રીતે પૂજા કરીને ગણેશ ભકતોમાં પ્રસાદના રૂપે બુંદીના લાડુનું વિસર્જન કરવાનો નિર્ણય લેવાયો છે.
    સૂકોમેવો, શુદ્ધ દેશી ઘી, તેલ ચણાનો લોટ સહિત મળીને કુલ 551 કિલો જેટલી ચીજવસ્તુઓનો ઉપયોગ

ભવનાથ મંદિર દ્વારા પ્રથમ વખત આ પ્રકારના ગણપતિ બુંદીના લાડુનું કરાયું આયોજન

ભવનાથ મંદિર દ્વારા પ્રથમ વખત આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે ભરડાવાવ સ્થિત જૂના અખાડાની જગ્યામાં 551 કિલો બુંદીના લાડુનું નિર્માણ કરાયું હતું જે આજે વિસર્જન કરવામાં આવ્યું છે. ચણાનો લોટ, માવો, ખાંડ, શુદ્ધ દેશી ઘી, સૂકો મેવો મળીને અંદાજિત 551 કિલો લાડુનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેનું આજે વિધિવત રીતે સાંજના સમયે પૂજન કરીને પ્રસાદરુપે વિસર્જન કરવા માટે આ બુંદીના લાડુનું ગણેશ ભકતોમાં પ્રસાદીરૂપે વિતરણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા જિલ્લા વિકાસ અધિકારીએ નુક્સાનનો હાથ ધર્યો સર્વે

આ પણ વાંચોઃ અશોક શિલાલેખની પ્રતિકૃતિ ભવનાથમાં પુરાતત્વ વિભાગની ઉદાસીનતાનો બની રહી છે ભોગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.