INS Khukhari Memorial Diu: દીવના ચક્રતિર્થ બીચ પર બનશે યુદ્ધ જહાજ INS ખુખરી મેમોરિયલ

author img

By

Published : Jan 15, 2022, 10:04 PM IST

INS Khukhari Memorial Diu: દીવના ચક્રતિર્થ બીચ પર બનશે યુદ્ધ જહાજ INS ખુખરી મેમોરિયલ

ભારતીય સેનાના INS ખુખરી (INS Khukhari Memorial Diu) યુદ્ધ જહાજે પાકિસ્તાની submarine ના હુમલામાં જળ સમાધી લીધી હતી, જેની કાયમી યાદ દીવમાં જળવાઈ રહે તે માટે યુદ્ધ જહાજ ખુખરીની પ્રતિકૃતિ દીવના ચક્રતીર્થ બીચ પર રાખવામાં આવશે.

દીવ : વર્ષ 1971માં ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધની લડાઈમાં મુંબઈ તરફથી આવી રહેલા ભારતીય સેનાના INS ખુખરી યુદ્ધ જહાજે પાકિસ્તાની submarine ના હુમલામાં જળ સમાધી લીધી હતી, જેની કાયમી યાદ દીવમાં જળવાઈ રહે તે માટે યુદ્ધ જહાજ ખુખરીની પ્રતિકૃતિ દીવના ચક્રતીર્થ બીચ પર રાખવામાં આવશે, જેમાં યુદ્ધ જહાજના વીર કેપ્ટન મહેન્દ્રનાથ મુલ્લા અને યોદ્ધાઓને લોકો જાણી અને તેના ગૌરવવંતા ઇતિહાસને ફરી એક વખત નજર સમક્ષ મેળવી શકે તે માટે મેમોરિયલ ની સ્થાપના કરવામાં આવશે.

દીવના ચક્રતિર્થ બીચ પર બનશે યુદ્ધ જહાજ INS ખુખરી મેમોરિયલ

દીવના પ્રશાસક પ્રફુલ પટેલ કરશે લોકાર્પણ

INS ખુખરી મેમોરિયલ (INS Khukhari Memorial Diu) જે જહાજમાં બનવા જઈ રહ્યું છે તે વિશાખાપટ્ટનમથી દીવ આવી પહોંચ્યું છે, જેને અન્ય બોટના સહારે દીવના ચક્રતીર્થ બીચ પર રાખવામાં આવશે, જેનું 26મી જાન્યુઆરીના દિવસે દીવના પ્રશાસક પ્રફુલ પટેલ લોકાર્પણ કરવાના છે

171 કરતાં વધુ જવાનો અને અધિકારીઓએ શહીદી વહોરી

વર્ષ 1971માં પાકિસ્તાન સાથે થયેલા યુદ્ધમાં ભારતીય સેનામાં યુદ્ધ જહાજ તરીકે કામ કરતા 2 INS ખુખરી મુંબઈ અને વિશાખાપટ્ટનમથી દીવ તરફ લડાઈમાં સામેલ થવા માટે આવી રહ્યા હતા, જે પૈકીના મુંબઈથી દીવ આવી રહેલા ખુખરી યુદ્ધ જહાજ પાકિસ્તાની સબમરીનના ષડયંત્રને કારણે દરિયામાં જળસમાધિ લીધી હતી, જેમાં 171 કરતાં વધુ જવાનો અને અધિકારીઓએ શહીદી વહોરી હતી, જેના માનમાં દીવમાં આજે પણ ખુખરી મેમોરિયલ અસ્તિત્વમાં છે.

મેમોરીયલ આગામી 26મી જાન્યુઆરીએ શરૂ થશે

આવનારા દિવસોમાં યુદ્ધ જહાજ ખુખરીની પ્રતિકૃતિમાં દીવ આવતા પ્રવાસીઓ યુદ્ધ જહાજ ખુખરીની બાહોશી અને નીડરતા ભરી કહાનીની સાથે ભારતીય સેનાના 171 કરતાં વધુ કેપ્ટન અને વીર જવાનોની સાથે અન્ય લોકોની શહીદીને ફરી એક વખત નજર સમક્ષ ઉતારી શકે તે માટે આ મેમોરીયલ આગામી 26મી જાન્યુઆરીએ શરૂ થવા જઈ રહ્યું છે.

આ પણ વાંચો:

Hajira To UT Diu Cruise : જય સુફિયા ક્રૂઝ દીવ આવી પહોંચી

New Year Celebration In Diu: આ વર્ષે પણ દીવમાં નવા વર્ષની ઉજવણીને લઈને માહોલ ફિક્કો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.