Gujarat Assembly Election 2022 : આગામી વિધાનસભા ચૂંટણીને લઈને જાણો જૂનાગઢ બેઠકનો રોચક રાજકીય ઇતિહાસ

author img

By

Published : Apr 14, 2022, 6:01 AM IST

Gujarat Assembly Election 2022 : આગામી વિધાનસભા ચૂંટણીને લઈને જાણો જૂનાગઢ બેઠકનો રોચક રાજકીય ઇતિહાસ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) આવી રહી છે. ત્યારે ETV Bharat આપને ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો વિશે માહિતી આપી રહ્યું છે. જેમાં દરેક બેઠકનું મહત્વ, VIP ઉમેદવાર અને શા કારણે વિધાનસભા બેઠકની ઓળખ છે એવી તમામ માહિતી આપના સુધી પહોંચાડીએ છીએ. આજે જાણો જૂનાગઢ વિધાનસભા બેઠક (Junagadh Assembly Seat) વિશે.

જૂનાગઢ- વર્ષના અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022) આવી રહી છે ત્યારે ઈ ટીવી ભારત દર્શકો માટે ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો રોચક રાજકીય ઇતિહાસ લઈને આવ્યું છે. જે અંતર્ગત આજે જૂનાગઢ વિધાનસભા બેઠક (Junagadh Assembly Seat) પર કેવા છે રાજકીય સમીકરણો અને શા માટે જૂનાગઢ બેઠક દરેક રાજકીય પક્ષ માટે ખૂબ મહત્વની બની રહી છે તે જાણો. આ બેઠક પર અત્યાર સુધી કયા કયા રાજકીય પક્ષનો દબદબો જોવા મળ્યો છે રાજકીય વિવિધતાથી ભરપૂર અને ધાર્મિક રાજધાની તરીકે ઓળખાતી જૂનાગઢ વિધાનસભા બેઠકનો આ રહ્યો ઇતિહાસ.

જૂનાગઢ વિધાનસભા બેઠકનો રાજકીય ઇતિહાસ -આ વર્ષના અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ (Gujarat election 2022)પૂર્ણ થતી જોવા મળશે. ત્યારે વિધાનસભાની 182 બેઠકો પૈકી જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢ સહિત માણાવદર, વિસાવદર, માંગરોળ અને કેશોદ એમ પાંચ બેઠકો આવેલી છે. 2017ની સામાન્ય ચૂંટણીમાં પાંચ બેઠકો પૈકી કેશોદ વિધાનસભા બેઠક ભાજપે જીતી હતી. ત્યાર બાદ વર્ષ 2019ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામું આપીને જવાહર ચાવડા માણાવદર વિધાનસભા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય પદે ચૂંટાયા હતાં. આમ વર્ષ 2017 થી લઈને 2019 સુધીમાં માણાવદર વિધાનસભા બેઠક કે જે કોંગ્રેસ પાસે હતી તેના વર્ષ 2019માં ભાજપે કબ્જો જમાવ્યો હતો.

વિધાનસભા ચૂંટણી 2017ના પરિણામ
વિધાનસભા ચૂંટણી 2017ના પરિણામ

જૂનાગઢ વિધાનસભા બેઠક પર ચોક્કસ જ્ઞાતિ અને જાતિનું પ્રભુત્વ -જુનાગઢ વિધાનસભા બેઠક પર દલિત, બ્રાહ્મણ અને મુસ્લિમ મતદારોનો વિશેષ પ્રભાવ જોવા મળે છે. આ સિવાય પાટીદાર, લોહાણા, આહીર, વાલ્મીકિ સહિત અન્ય જ્ઞાતિઓના મળીને કુલ 2,86,293 જેટલા મતદારો જૂનાગઢ વિધાનસભા બેઠક પર નોંધાયેલા છે જે પૈકી 65.96 પુરુષ અને 66.28 મહિલા મતદારો જૂનાગઢ વિધાનસભા સીટ પર નોંધાયેલા છે. વર્ષ 2012 અને 2017માં ભાજપ તરફથી લોહાણા સમાજના અગ્રણી મહેન્દ્ર મશરૂ ઉમેદવાર હતાં. બીજી તરફ કોંગ્રેસમાંથી મેંદરડાના પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશી ચૂંટણી જંગમાં હતાં. જેમાં વર્ષ 2012માં હારનો સ્વાદ ચાખી ચૂકેલા ભીખાભાઈ જોશી વર્ષ 2017માં (Gujarat Assembly Election 2017)તેના પૂર્વ પ્રતિસ્પર્ધી મહેન્દ્ર મશરૂને પરાજય આપીને હારનો બદલો લઈને જૂનાગઢ બેઠક ભાજપ પાસેથી આંચકી લેવામાં સફળતા (Bhikhabai Joshi Seat) મેળવી હતી.

જૂનાગઢ વિધાસસભામાં મતદાર સ્થિતિ
જૂનાગઢ વિધાસસભામાં મતદાર સ્થિતિ

જૂનાગઢ બેઠક પર સફળ રહેલા ઉમેદવારો અને રાજકીય પક્ષોનું વિશ્લેષણ - વર્ષ 1962 માં અસ્તિત્વમાં આવેલી જૂનાગઢ વિધાનસભા બેઠક પર 1લાખ 47હજાર અને 291 પુરુષ અને 01 લાખ 38 હજાર 986 જેટલા મહિલા મતદારો મળીને કુલ 2લાખ 86 હજાર 293 જેટલા મતદારો જૂનાગઢ વિધાનસભા સીટ પર નોંધાયેલા છે. એક સમાન ભાજપ અને કોંગ્રેસના વર્ચસ્વવાળી જૂનાગઢ બેઠક પર જૂનાગઢ શહેર સહિત જેટલા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં જૂનાગઢ શહેરનું મતદાન કોઈ પણ રાજકીય પક્ષની હાર અને જીત માટે અત્યાર સુધી મહત્વનું બનતું આવ્યું છે અને આગામી દિવસોમાં જૂનાગઢ શહેર ફરી એક વખત (Election 2022 )ધારાસભ્યની હાર અને જીત માટે મહત્ત્વનું બનશે.

ધાર્મિક દ્રષ્ટિએ મહત્વના સ્થળો ધરાવે છે જૂનાગઢ બેઠક
ધાર્મિક દ્રષ્ટિએ મહત્વના સ્થળો ધરાવે છે જૂનાગઢ બેઠક

1975માં જૂનાગઢના ધારાસભ્ય હેમાબેન આચાર્ય બન્યા હતા આરોગ્યપ્રધાન- વર્ષ 1962થી અસ્તિત્વમાં આવેલી જૂનાગઢ વિધાનસભા બેઠક પર ભાજપ કોંગ્રેસ એક સમાન રીતે બેઠક જીતવામાં સફળ રહ્યું છે. પૂર્વ આરોગ્યપ્રધાન હેમાબેન આચાર્ય જનસંઘના ઉમેદવાર તરીકે 1975માં જૂનાગઢ બેઠક પરથી ધારાસભ્ય થવાની સાથે સરકારમાં પ્રભાવશાળી હોદ્દા પર પહોંચવામાં સફળ રહ્યા હતાં. ત્યાર બાદ જૂનાગઢ બેઠકનો એક પણ ધારાસભ્ય હજુ સુધી રાજ્ય સરકારમાં પ્રધાન બનવા સુધીની સફળતા પ્રાપ્ત કરી શક્યો નથી. 1962 કુંદનલાલ દિવ્યકાંત કોંગ્રેસ 1967 પી.કે. દવે કોંગ્રેસ 1972 diવ્યકાંત નાણાવટી કોંગ્રેસ 1975 હેમાબેન આચાર્ય જનસંઘ 1980 અને 1985 માં ગોરધનભાઈ પટેલ કોંગ્રેસ 1990 અને 1995 માં મહેન્દ્ર મશરૂ અપક્ષ 1998 થી લઈને 2012 સુધી મહેન્દ્ર મશરૂ ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી જીતવામાં સફળ રહયા હતાં. પરંતુ વર્ષ 2017 માં કોંગ્રેસના ભીખાભાઈ જોશીએ મહેન્દ્ર મશરૂને હરાવીને જૂનાગઢ બેઠક કોંગ્રેસ (Gujarat Assembly Election 2017)માટે જીતી હતી. પરંતુ મહેન્દ્ર મશરૂ વર્ષ 1990 થી લઈને 2012 સુઘી સતત 6 વખત જૂનાગઢના ધારાસભ્ય બન્યા હતાં જે પણ તેમનો એક રેકોર્ડ (Mahendra Mashru Seat)માનવામાં આવે છે.

મહેન્દ્ર મશરૂ સતત છ વખત ધારાસભ્ય બનાવવાનું આજે પણ ધરાવે છે બહુમાન- જૂનાગઢ વિધાનસભા બેઠકની ખાસિયતની વાત કરીએ તો આ બેઠક પર અત્યાર સુધી જ્ઞાતિ અને જાતિનું સમીકરણ કામ કરતું જોવા મળતું નથી. અત્યાર સુધી એકમાત્ર મહેન્દ્ર મશરૂને બાદ કરતા કોઈ ચોક્કસ જ્ઞાતિ કે જાતિનો ઉમેદવાર ધારાસભ્ય બનવામાં સફળ રહ્યા નથી. જૂનાગઢ વિધાનસભા બેઠક પર 12 થી 15 હજાર જેટલા લોહાણા મતદારો નોંધાયેલા છે તેમ છતાં મહેન્દ્ર મશરૂ છ વખત જૂનાગઢ વિધાનસભા બેઠક પર ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે આ એક માત્ર પાસું જૂનાગઢ બેઠકને વિશેષ બનાવી રહ્યું છે.

જૂનાગઢમાં સ્થાનિક પ્રવાસન છતાં રોજગાર નહીં
જૂનાગઢમાં સ્થાનિક પ્રવાસન છતાં રોજગાર નહીં

પર્યટન કોરિડોરમાં આવતું જૂનાગઢ આજે પણ સ્થાનિક રોજગારીને લઈને પછાત -આ વિસ્તારના મતદારો વિકાસને લઈને સતત ઝંખી રહ્યા છે. જૂનાગઢમાં એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપ વે વર્ષ દરમિયાન મહાશિવરાત્રી અને પરિક્રમાના યોજાતા મેળામાં લાખોની સંખ્યામાં દેશ અને દુનિયાના પ્રવાસીઓ આવતા હોય છે. પરંતુ સ્થાનિક રોજગારીને લઈને આજે પણ લોકો ખૂબ નિરાશ થઈ રહ્યા છે. જૂનાગઢના મતદારો માગ કરી રહ્યા છે કે લાખોની સંખ્યામાં જૂનાગઢમાં આવતા પ્રવાસીઓ જૂનાગઢની સ્થાનિક રોજગારીનું સર્જન કરી શકે તેવી શક્યતાઓ છે. પરંતુ અત્યાર સુધી સ્થાનિક રોજગારીને લઈને કોઈ નક્કર કામ થયું નથી. જેને લઇને મતદારોમાં નારાજગી પણ જોવા મળે છે.

1985 બાદ શરુ થયેલો કોંગ્રેસનો વનવાસ 2017માં થયો પૂર્ણ - વર્ષ 2017ના વિધાનસભાના પરિણામો (Gujarat Assembly Election 2017)પર નજર કરીએ તો ભાજપના મહેન્દ્ર મશરૂને 70 હજાર 766 જેટલા મત મળ્યા હતા ત્યારે તેમના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ભીખાભાઈ જોશીને 76 હજાર 850 મતો મળ્યા હતા આમ જૂનાગઢ બેઠક પર વર્ષ 2017માં કોંગ્રેસના ભીખાભાઈ જોશીનો 6084 મતે વિજય થયો હતો અને પરંપરાગત રીતે ભાજપની માનવામાં આવતી જૂનાગઢ બેઠક કોંગ્રેસે વર્ષ 1985 બાદ જીતવામાં સફળતા મેળવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.