ઘેડ વિસ્તારમાં જ્યાં જૂઓ ત્યાં પાણી જ પાણી, દાયકાઓ જૂની સમસ્યા સરકાર નિવારે તેવી લોકમાગ

author img

By

Published : Jul 15, 2022, 9:43 AM IST

ઘેડ વિસ્તારમાં જ્યાં જૂઓ ત્યાં પાણી જ પાણી, દાયકાઓ જૂની સમસ્યા સરકાર નિવારે તેવી લોકમાગ

જૂનાગઢમાં ઘેડ વિસ્તાર ફરી એક વખત જળમગ્ન (Ghed area of ​​Junagadh submerged) બન્યો છે. અહીં ઓજત અને ભાદર નદીમાં પૂર (Flooding in Ojat and Bhadar river) આવવાના કારણે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. આ સાથે જ 50 કરતા વધુ ગામોને અસર થઈ છે.

જૂનાગઢઃ જિલ્લામાં ઓજત અને ભાદર નદીમાં પૂર (Flooding in Ojat and Bhadar river) આવ્યું છે. તેના કારણે જૂનાગઢ અને પોરબંદર જિલ્લાનો ઘેડ વિસ્તાર ફરી (Ghed area of ​​Junagadh submerged) જળમગ્ન બન્યો છે. અહીં મોટા ભાગે બગસરા ઘેડ, ફુલરામા, મટીયાણા, કોડવાવ બામણાસા સહિત 50 કરતા વધુ ગામો થોડાક ઘણા અંશે પૂરના પાણીથી પ્રભાવિત થયા છે, જેમાં પશુધનથી લઈને ગામડાનો પ્રત્યેક વ્યક્તિ ચો તરફ પાણીની વચ્ચે પોતાની જાતને નિઃસહાય અનુભવી રહ્યો છે.

ઘેડ વિસ્તારમાં જ્યાં જૂઓ ત્યાં પાણી જ પાણી, દાયકાઓ જૂની સમસ્યા સરકાર નિવારે તેવી લોકમાગ

ઘેડ વિસ્તાર જળમગ્ન - પાછલા કેટલાય દશકાથી ઘેડ વિસ્તાર વગર વરસાદે ઓજત અને ભાદર નદીમાં પૂરના કારણે જળમગ્ન (Flooding in Ojat and Bhadar river) બની રહ્યો છે. ત્યારે ઓજત અને ભાદર નદીમાં આવેલા અતિભારે પૂરના કારણે ઘેડ વિસ્તાર ફરીથી જળમગ્ન બની રહ્યો છે. વગર વરસાદે ગામના પ્રત્યેક માર્ગ અને પ્રત્યેક ઘર કમર સુધી પાણીમાં જોવા મળી (Flooding in Ojat and Bhadar river) રહ્યા છે.

દશકાઓથી આ મુશ્કેલી યથાવત્ - આ પ્રકારની વિપરીત પરિસ્થિતિ ઘેડ વિસ્તારના ગામોની છેલ્લા કેટલાય દશકાથી (Junagadh Ghed Area People in Trouble) ચાલી રહી છે. આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી ઘેડ વિસ્તારના ગામડાઓને હજી સુધી બહાર નીકળવાની તક મળી નથી. ત્યારે આવી વિપરિત પરિસ્થિતિમાં પોતાની જાતને અનુકૂળ કરીને પણ ઘેડ વિસ્તારનો મક્કમ માણસ આજે ભારે પૂર સામનો બિલકુલ સહજતાથી કરી રહ્યા છે.

આ પણ વાંચો- NDRFની ટીમે સાદકપર-ગોલવાડ ગામમાં કર્યું મોટું રેસ્ક્યૂ ઓપરેશન, આટલા લોકોને બચાવાયા

અનેક ગામ જળમગ્ન - ઓસા ફૂલરામાં ઘેડ બગસરા, બાલાગામ, બામણાસા, કોડવાવ, મટીયાણા, અખોદર, હંટરપુર સહિત ઘેડ વિસ્તારના 50 જેટલા ગામો જળમગ્ન બની ગયા છે. અચાનક આવેલા પૂરના કારણે પશુધન પણ મુશ્કેલીમાં મુકાયું છે. સાથે સાથે ઘેડના તમામ ગામોમાં પાણી સામાન્ય જોવા મળી રહ્યું છે. જોકે, આવા વિપરિત સમયમાં ગામના લોકો ખૂબ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.

દાય ત્યારે અનેક વખત આવી પરિસ્થિતિમાંથી પસાર થયા બાદ હવે ઘેડના લોકો સરકાર સામે પણ આશાની નજરથી જોઈ રહ્યા છે, પરંતુ છેલ્લા કેટલાય દશકાથી ચાલતી આવતી આ વગર વરસાદના પૂરની પરિસ્થિતિ ઘેડના ગામ લોકોનું જીવન દુષ્કર બનાવી રહી છે

આ પણ વાંચો- ગુજરાતમાં મેઘસવારી યથાવત: નવસારી, વલસાડમાં કોહરામ, 24 કલાકમાં 213 તાલુકાઓમાં વરસાદ

લોકોએ સરકાર સામે મીટ માંડી - તેમ છતાં ખમીરવંતી ઘેડનો આ માનવ આજે વિપરિત પરિસ્થિતિમાં પણ પોતાના માલ-ઢોર પરિવાર અને તમામ સંપત્તિ સાથે પાણીમાં પણ ખુમારીથી ઊભેલો જોવા (Junagadh Ghed Area People in Trouble) મળી રહ્યો છે. બની શકે ઘેડની આ વિપત્તિ સરકારની નજરમાં આવે અને ઘેડનો દશકા જૂનો આ પ્રશ્ન સમાધાન તરફ આગળ વધે તેવી આશા ભરી નજરો સાથે ઘેડાના ગામો આજે જળમગ્ન બનીને જોઈ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.