યોગ દિવસની ઉજવણીમાં ધરમ કરતા ધાડ પડી

author img

By

Published : Jun 21, 2022, 9:08 AM IST

યોગ દિવસની ઉજવણીમાં ધરમ કરતા ધાડ પડી

જૂનાગઢમાં યોગ દિવસની ઉજવણી (International Yoga Day 2022) દરમિયાન અચાનક એક વિદ્યાર્થી બેભાન (Student became unconscious during yoga) થઈ ગયો હતો. એટલે તાત્કાલિક તેને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો.

જૂનાગઢઃ સમગ્ર વિશ્વમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી (International Yoga Day 2022) થઈ રહી છે. ત્યારે જૂનાગઢમાં પણ સ્વામિનારાયણ મંદિરમાં (Junagadh Swaminarayan Temple) આવેલા પ્રાર્થના હૉલ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં (Yoga Day celebration in Junagadh) આવી રહી હતી, પરંતુ અહીં ધરમ કરતા ધાડ પડી હતી. કારણ કે, યોગની ક્રિયાઓ ચાલી રહી હતી. ત્યારે અચાનક જ એક વિદ્યાર્થી યોગ કરતા કરતા ઢળી પડ્યો હતો. તેના કારણે તેને તાત્કાલિક હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો.

ગુરુકુળનો વિદ્યાર્થી બેભાન

આ પણ વાંચો- International Yoga Day 2022: CM પટેલે 2 લાખ લોકો સાથે રિવરફ્રન્ટ ખાતે ઉજવ્યો યોગ દિવસ

ગુરુકુળનો વિદ્યાર્થી બેભાન - જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર (Junagadh Swaminarayan Temple) ખાતે યોગ ક્રિયાઓનું એક સેશન યોજાયું હતું, જેમાં જૂનાગઢના નાગરિકો પણ જોડાયા હતા. યોગ પ્રક્રિયામાં સામેલ ગુરુકુળનો વિદ્યાર્થી અચાનક યોગ કરતા સમયે બેભાન બનીને ઢળી (Student became unconscious during yoga) પડ્યો હતો. આ સમયે વાતાવરણ ખૂબ જ ચિંતાજનક બની ગયું હતું.

વિદ્યાર્થીની તબિયત સ્થિર
વિદ્યાર્થીની તબિયત સ્થિર

આ પણ વાંચો- PM મોદીએ મૈસુર ખાતે યોગ દિવસની ઉજવણી કરી, કહ્યું - "યોગ સમાજમાં શાંતિ લાવે છે"

વિદ્યાર્થીની તબિયત સ્થિર - જોકે, તાકીદે બેભાન થયેલા વિદ્યાર્થીને જૂનાગઢના મેયરની ગાડીમાં તેને ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. અહીં તબીબોએ વિદ્યાર્થીની પ્રાથમિક તપાસ કરતા યોગ કરતી વખતે વિદ્યાર્થીનું લોહીનું દબાણ ખૂબ વધી જતા તે બેભાન (Student became unconscious during yoga) બની ગયો હતો. હાલ વિદ્યાર્થીની તબીયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.