રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઝૂ સામે દાખલ કરાયેલી પિટિશન સુપ્રીમ કોર્ટમાં ફગાવાઇ

author img

By

Published : Aug 20, 2022, 9:01 PM IST

જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઝૂ સામે દાખલ કરાયેલી પિટિશન સુપ્રીમ કોર્ટમાં ફગાવાઇ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ગુજરાતના જામનગર ખાતે પ્રાણી સંગ્રહાલય બનાવવાની મંજૂરીને પડકારતી PILને સુપ્રીમ કોર્ટે એમ કહીને ફગાવી દીધી છે કે, અરજીમાં કોઈ દલીલ કે આધાર આપવામાં આવ્યો નથી. જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને જસ્ટિસ કૃષ્ણા મુરારીની બેન્ચે ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર દ્વારા પ્રાણીઓના સંપાદન પર પ્રતિબંધની માંગ કરતી વકીલની અરજીને ફગાવી દીધી છે. Reliance Industries Zoo in Jamnagar, PIL Against Reliance Industries Zoo

નવી દિલ્હી: ગુજરાતના જામનગરમાં સ્થિત રિલાયન્સ સમર્થિત 'ગ્રીન ઝૂઓલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર' સામે દાખલ (PIL Against Reliance Industries Zoo in Jamnagar) કરવામાં આવેલી PILને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આ અરજી વકીલ કન્હૈયા કુમારે દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં કહ્યું કે, ગ્રીન ઝૂલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર (GZRRC) એક પ્રાણી સંગ્રહાલય અને નોંધાયેલું સંરક્ષણ કેન્દ્ર છે, તેમાં કોઈ વિવાદ નથી. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ તેને વિદેશથી પ્રાણીઓ લાવવા અને અહીં રાખવાની મંજૂરી આપવામાં કોઈ કાનૂની ભૂલ કરી નથી. આ ઝૂ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. permission granted For Reliance Industries zoo

આ પણ વાંચો : પ્રાણીઓની સુરક્ષા, જરૂરી વાતાવરણ માટે સરકાર પોતાનો રિપોર્ટ આપે: હાઇકોર્ટે ઈશ્યુ કરી નોટિસ

વિવાદને કોઈ અવકાશ નથી : સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર એક માન્ય પ્રાણીસંગ્રહાલય તેમજ બચાવ કેન્દ્ર છે, તે મુદ્દે વિવાદને કોઈ અવકાશ નથી. તેમાં કહેવામાં આવ્યું છે કે, સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા પ્રાણી સંગ્રહાલય અને બચાવ કેન્દ્રને માન્યતા આપવામાં કોઈ કાનૂની ક્ષતિ નથી. Green Zoological Rescue and Rehabilitation Centre

આ પણ વાંચો : ઉત્તરાખંડના વાઘ-વાઘણ ગુજરાત અંબાણીના ઝૂમાં લવાતા કોંગ્રેસ વિફરી

SITની કરાઈ હતી માંગ : ખંડપીઠે વધુમાં જણાવ્યું હતું કે, "પ્રતિવાદી નંબર-2ના નિપુણતાના અભાવ અથવા વ્યાપારીકરણના અરજદારના આક્ષેપો અનિશ્ચિત છે અને એવું લાગતું નથી કે તેણે (અરજીકર્તા) આ કોર્ટમાં હાજર થતાં પહેલાં જાહેર હિતની અરજીના અધિકારક્ષેત્રનો ઉપયોગ કર્યો છે." અરજદાર કન્હૈયા કુમારે ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરના સંચાલન માટે SITની રચના કરવાની પણ માંગ કરી હતી. PIL dismissed Filed against Reliance Industries Zoo

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.