Drugs seized in Jamnagar : રોઝી બંદર પાસે રૂપિયા 10 કરોડના ડ્રગ્સ સાથે બે ઈસમ ઝડપાયા

author img

By

Published : Nov 22, 2021, 5:56 PM IST

Drugs seized in Jamnagar : રોઝી બંદર પાસે રૂપિયા 10 કરોડના ડ્રગ્સ સાથે બે ઈસમ ઝડપાયા

જામનગરમાં રોઝી બંદર ( rosy port jamnagar ) પાસે Gujarat ATS અને સ્થાનિક પોલીસનું (Jamnagar Police ) ઓપરેશન હાથ ધરવામાં ( Drugs seized in Jamnagar ) આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે હાલાર પંથકમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ (drugs smuggling ) હેરાફેરી થતી હોવાની એટીએસને માહિતી મળી હતી. જે અનુસંધાને સલાયામાં મોટા પ્રમાણમાં દરોડા પાડવામાં આવ્યાં હતાં. સલાયા ડ્રગ્સ કેસમાં ( salaya drug trafficking case ) ઝડપાયેલા આરોપીના રિમાન્ડ મેળવવામાં આવ્યાં હતાં અને રિમાન્ડ દરમિયાન આરોપીઓએ અનેક ખુલાસા કર્યા છે.

  • જામનગર પાસેથી રૂપિયા 10 કરોડના ડ્રગ્સ સાથે બે ઈસમ ઝડપાયા
  • સલાયા બાદ જામનગરમાંથી મળ્યું ડ્રગ્સ
  • હાલાર ડ્રગ્સ હેરાફેરીનું હબ બન્યું

જામનગરઃ સલાયા ડ્રગ્સ કેસના ( salaya drug trafficking case ) આરોપીઓ પાસેથી મળેલી માહિતીના અનુસંધાને આજ રોજ એટીએસ ( Gujarat ATS ) અને સ્થાનિક પોલીસની (Jamnagar Police ) ટીમ દ્વારા જામનગરના રોઝી બંદર ( rosy port jamnagar ) પાસે દરિયા કિનારે ( Coast of Gujarat ) તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં રૂપિયા 10 કરોડના ડ્રગ્સ ( Drugs seized in Jamnagar ) સાથે બે ઈસમો ઝડપાયા છે. હાલ પોલીસે બંને આરોપીઓની અટક કરી છે અને તેની પૂછપરછ શરૂ કરી છે.

બે ઇસમોની આકરી પૂછપરછ, હજુ સ્થાનિકોના નામ ખૂલે તેવી શક્યતા

અગાઉના ડ્રગ્સ કાંડમાં મળેલી માહિતીના આધારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અગાઉ પકડાયેલા શખ્સે માહિતી આપી અને વધુ ડ્રગ્સ મળ્યું છે. 2 કિલોથી વધુ હેરોઇનનો જથ્થો ઝડપાયો હતો.

અગાઉ ઝડપાયેલા આરોપીઓએ આપી હતી માહિતી

ઉલ્લેખનીય છે કે અગાઉ દેવભૂમિ દ્વારકાના સલાયામાંથી પણ કરોડો રૂપિયાનું ડ્રગ્સ મળી આવ્યું હતું. ડ્રગ્સ રેકેટના તાર પાકિસ્તાન સાથે ( International Drug conspiracy ) સંકળાયેલા હોવાનું બહાર આવ્યું છે. હાલાર પંથકમાં દરિયાકિનારેથી ( Coast of Gujarat ) કરોડો રૂપિયાનું ડ્રગ્સ પાકિસ્તાન દ્વારા ઘુસાડવામાં આવ્યું છે. હાલ પોલીસે ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા બંને આરોપીઓની આકરી પૂછપરછ શરૂ કરી છે. હજુ પણ જામનગરના સ્થાનિક લોકો ડ્રગ્સ કેસમાં ( Drug racket ) સંડોવાયેલા હોવાની વિગતો બહાર આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચોઃ Dwarka drugs case: 120 કરોડનાં ડ્રગ્સ સાથે 3 આરોપીઓની કરાઇ અટકાયત

આ પણ વાંચોઃ ગુજરાતમાં ડ્રગ્સ રેકેટની શંકામા વધારો: દ્વારકા જિલ્લામાંથી ફરી વખત ઝડપાયું 120 કરોડનું ડ્રગ્સ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.