જામનગરમાં 1.35 કરોડની છેતરપિંડી કેસમાં Nigerian couple સહિત એક શખ્સ ઝડપાયો

author img

By

Published : Jul 9, 2021, 5:00 PM IST

જામનગરમાં 1.35 કરોડની છેતરપિંડી કેસમાં Nigerian couple સહિત એક શખ્સ ઝડપાયો

જામનગરમાં પેલેસ રોડ પર રહેતા બોકસાઈટના એક વેપારી સાથે ઓનલાઈન છેતરપિંડીમાં ( fraud ) વેકિસન ( Vaccine ) બનાવવાના ધંધામાં 50 ટકા નફાની લાલચ આપી વેપારી પાસેથી 1 કરોડ 35 લાખની રકમની છેતરપિંડી કરવા અંગે 14 શખ્સો સામે ફરિયાદ નોંધાવાઈ હતી. આ છેતરપિંડીના બનાવમાં પોલીસે Nigerian couple સહિત ત્રણ શખ્સોની અટકાયત કરી સાહિત્ય પણ કબજે કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

  • જામનગરમાં 1.35 કરોડની છેતરપિંડીનો મામલો
  • Nigerian couple સહિત એક શખ્સ ઝડપાયો
  • ઠગાઈ કેસમાં કુલ 14 ઈસમો સામે નોંધાયો ગુનો
  • બોકસાઈડના વેપારીને લગાવ્યો હતો કરોડનો ચૂનો


    જામનગરઃ જામનગરમાં પેલેસ રોડ પર સ્નેહદીપ એપાર્ટમેન્ટમાં રહેતાં બોકસાઈટના ધંધાથી મનોજભાઈ અનંતરાય શાહે 1 જૂનના દિવસે પોલીસમાં તેની સાથે છેતરપિંડીની ( fraud ) થઈ હોવાની ફરિયાદ કરી હતી. વેપારીને વેકિસનના ( Vaccine ) ધંધામાં 50 ટકા નફાની લાલચ આપી કટકે કટકે 1 કરોડ 35 લાખની રકમ ઓનલાઈન ટ્રાન્જેકશન મારફતે પડાવી લીધાની અને છેતરપિંડી આચરવા અંગેની ફરિયાદમાં પોલીસે કાર્યવાહી કરી 14 આરોપીની સામે તપાસ હાથ ધરી હતી.

1.35 કરોડના fraud કેસમાં યુનાઈટેડ કિંગ્ડમના ત્રણ આરોપી સહિત મહારાષ્ટ્ર, રાજ્સથાન, દિલ્હી, મુંબઈના અલગઅલગ 14 લોકો સામે વેપારીએ ફરિયાદ નોંધાવી હતી. જેને લઇને જામનગર સિટી બી ડિવિઝનના પોલીસ સ્ટાફે તપાસનો દોર મુંબઇ સુધી લંબાવ્યો હતો. ત્યાં ડોમ્બિવલી વિસ્તારમાંથી Nigerian couple ની તેમજ તેની સાથે બેંક ખાતા મારફતે રૂપિયા ટ્રાન્સફર કરાવી નાખનાર જયેશ વસંતરાવ નામના એક મરાઠી શખ્સની પણ અટકાયત કરી લીધી છે.

પોલીસે Cyber Crimeની મદદથી ગુનાનો ભેદ ઉકેલ્યો

આ આંતરરાષ્ટ્રીય છેતરપિંડી ( fraud ) પ્રકરણમાં પીઆઈ કે.જે. ભોયે તથા સ્ટાફે નાઇઝીરીયન યુવક અને યુવતી તેમજ જયેશ વસંતરાય નામના મરાઠી શખ્સ સહિતના ત્રણેયની અટકાયત કરી જામનગર લઇ આવ્યા બાદ જી.જી.હોસ્પિટલમાં કોવિડ ટેસ્ટ માટે કાર્યવાહી હાથ ધરી હતી. આ ત્રણેયના રિપોર્ટ નેગેટિવ આવ્યાં હોવાથી પોલીસે ત્રણેયની છેતરપિંડી ( fraud ) અંગેના ગુનામાં ધરપકડ કરી લીધી છે અને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે.

આ પ્રકરણમાં હજુ અન્ય 11 આરોપીઓની સંડોવણી હોવાથી પોલીસે તેઓની શોધખોળ હાથ ધરી છે તેમજ ઝડપાયેલા શખ્સો પાસેથી આંતરરાષ્ટ્રીય છેતરપિંડીના ( fraud ) વધુ ગુનાઓ ખુલવાની શકયતાઓ રહેલી છે.

આ પણ વાંચોઃ જામનગરઃ શિક્ષિકા સાથે લાખોની છેતરપીંડી આચરનાર નાઈજીરીયન ઝડપાયો

આ પણ વાંચોઃ ‘ઈન્કમટેક્ષ રિફંડ’ ના નામે છેતરપિંડી કરતી નાઈજિરિયન ગેંગની ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.