Vibrant Gujarat Summit 2022: 8 ડિસેમ્બરે દુબઇમાં CMનો રોડ શો, ઉદ્યોગસાહસિકો સાથે કરશે વન-ટુ-વન બેઠક

author img

By

Published : Dec 7, 2021, 7:43 PM IST

Vibrant Gujarat Summit 2022: 8 ડિસેમ્બરે દુબઇમાં CMનો રોડ શો, ઉદ્યોગસાહસિકો સાથે કરશે વન-ટુ-વન બેઠક

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ટોચના અધિકારીઓ 2 દિવસીય દુબઇ મુલાકાતે (cm bhupendra patel dubai visit) જવાના છે. દુબઇ ખાતે 8 ડિસેમ્બરના રોજ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (Vibrant Gujarat Global Summit 2022)ને લઇને રોડ શૉનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તેઓ ભાગ લેશે. દુબઇ મુલાકાત દરમિયાન CM ભૂપેન્દ્ર પટેલ અને પ્રતિનિધિમંડળ ઉદ્યોગસાહસિકો સાથે વન-ટુ-વન બેઠક (cm bhupendra patel meetings with entrepreneurs in dubai) કરશે અને ગુજરાતમાં મૂડીરોકાણની તકો (investment opportunities in gujarat) અંગે વાતચીત કરશે.

  • ગુજરાત સરકારના ટોચના અધિકારીઓ પણ સાથે જશે
  • ગુજરાતમાં રહેલી મૂડીરોકાણની તકો વિશે પ્રેઝન્ટેશન કરશે
  • દુબઈ એક્સ્પોમાં ઈન્ડિયા પેવેલિયનની મુલાકાત લેશે

ગાંધીનગર: દેશના સૌથી વધુ બિઝનેસ ફ્રેન્ડલી રાજ્ય (business friendly states in india) ગુજરાતમાં જાન્યુઆરી 2022માં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (Vibrant Gujarat Global Summit 2022) સંદર્ભમાં દુબઈમાં આવતીકાલે 8 ડિસેમ્બરને બુધવારે રોડ-શો (vggs 2022 road show in dubai)નું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઉદ્યોગપ્રધાન જગદીશ વિશ્વકર્મા, ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ અને ગુજરાત સરકારના ટોચના અધિકારીઓ આ હેતુસર દુબઇની 2 દિવસીય મુલાકાતે (cm bhupendra patel dubai visit) જવા રવાના થશે.

દુબઇમાં ઉદ્યોગકારો સાથે વન-ટુ-વન બેઠકો યોજશે

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 (Vibrant Gujarat Summit 2022)ના સંદર્ભમાં યોજાયેલી દુબઇ મુલાકાત દરમિયાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રતિનિધિમંડળ દુબઇમાં ઉદ્યોગસાહસિકો સાથે વન-ટુ-વન બેઠક (cm bhupendra patel meetings with entrepreneurs in dubai) કરવાના છે, તેમજ હાલ દુબઈમાં ચાલી રહેલા એક્સપોમાં ઇન્ડિયા પેવેલિયન (india pavilion dubai expo)ની મુલાકાત પણ લેવાના છે. દુબઈમાં ટીમ ગુજરાત ઉદ્યોગકારો સાથે વન-ટુ-વન બેઠકો યોજીને ગુજરાતમાં મૂડીરોકાણ કરવા અંગે વાતચીત કરશે. એટલું જ નહીં, ઉદ્યોગકારો સમક્ષ ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે ઉપલબ્ધ રોકાણની તકો (investment opportunities in gujarat) વિશે પ્રેઝન્ટેશન પણ કરવામાં આવશે.

આ સેક્ટર્સમાં મૂડીરોકાણની સંભાવનાઓને લઇને થશે વાતચીત

ગુજરાતનું પ્રતિનિધિમંડળ દુબઈમાં ઊર્જા, એન્જિનિયરિંગ, હોસ્પિટાલિટી, આરોગ્ય, લોજિસ્ટિક્સ, ફિનટેક (ફાયનાન્સિયલ ટેકનોલોજી) તથા સેવાઓના ક્ષેત્રોમાં ગુજરાતમાં ઉપલબ્ધ મૂડીરોકાણની સંભાવનાઓ અંગે બિઝનેસ અગ્રણીઓ સાથે વાતચીત કરશે. દુબઈ રોડ-શોમાં મુખ્યપ્રધાન (cm bhupendra patel in dubai road show) સાથે જઇ રહેલા ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળમાં મુખ્યપ્રધાનના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કે. કૈલાસનાથન, એડિશનલ ચીફ સેક્રેટરી (ઉદ્યોગો) ડૉ. રાજીવકુમાર ગુપ્તા, બિઝનેસ અગ્રણીઓ તથા રાજ્ય સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ભાગ લઈ રહ્યાં છે. દુબઇમાં યોજાનારા રોડ-શોને લઇને અખાત ક્ષેત્રમાં ઉત્સાહનો માહોલ ઊભો થયો છે.

10મી VGGS 2022ની થીમ ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’

10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 10-11-12 જાન્યુઆરી, 2022 દરમિયાન ગાંધીનગર (vggs 2022 in gandhinagar)માં યોજાઈ રહી છે. આ ઉપરાંત એ જ ગાળામાં 9થી 13 જાન્યુઆરી દરમિયાન વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું પણ આયોજન થયેલું છે. તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ 2003થી દ્વિવાર્ષિક વાયબ્રન્ટ ગુજરાત સમિટ શરુ કરાવી હતી. જેમાં ભારતના રાજ્યો ઉપરાંત દુનિયાના ઉત્તરોત્તર વધુ દેશો રસ લઈ રહ્યાં છે. એ કારણે મૂડીરોકાણ તેમજ વેપારના ક્ષેત્રમાં ગુજરાત (gujarat in investment field)ને વૈશ્વિક મંચ જેવું સ્થાન મળ્યું છે. આ વર્ષના વાયબ્રન્ટ સમિટની થીમ ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ રાખવામાં આવી છે.

આ પણ વાંચો: Cabinet Meeting Gujarat: દુબઈ પ્રવાસે જશે CM ભૂપેન્દ્ર પટેલ, મંગળવારના થશે કેબિનેટ બેઠક

આ પણ વાંચો: Vibrant Gujarat Summit 2022: CMની હાજરીમાં 12 કંપનીઓ સાથે 14,000 કરોડના MOU કરાયા સાઇન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.