વાઈબ્રન્ટ સમિટને લઈ મુખ્યપ્રધાન દિલ્હીમાં રોડ શો કરશે: જીતુ વાઘાણી

author img

By

Published : Nov 24, 2021, 3:58 PM IST

Updated : Nov 24, 2021, 9:58 PM IST

રાજ્યના કેબિનેટ પ્રવક્તા જીતુ વાઘાણીની પત્રકાર પરિષદ

રાજ્યના પ્રધાન જીતુ વાઘાણી પત્રકાર પરિષદ (Jitu Waghani's Press Conference)ને સંબોધતા જણાવ્યું હતું કે, કેબિનેટ બેઠકમાં વાઇબ્રન્ટ મહોત્સવની તૈયારી બાબતે ખાસ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં આવતીકાલે એટલે કે 25 નવેમ્બરના રોજ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દિલ્હી ખાતે રોડ શો યોજશે. આ ઉપરાંત સવારે ૯ કલાકની આસપાસ આદર્શોનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાર બાદ ૧૨ વાગ્યાથી સાડા બાર વાગ્યા દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે એક કાર્યક્રમમાં પણ તેઓ વર્ચ્યુલી જોડાશે અને ત્યારબાદ એસ.જયશંકર સાથે પણ એક ક્ષણમાં હાજર રહેશે

  • વાઈબ્રન્ટ મહોત્સવ 2022 બાબતે અધિકારીઓને આપવામાં આવી સૂચના
  • સૌથી શ્રેષ્ઠ વાઈબ્રન્ટ મહોત્સવ માટે અધિકારીઓ પાસે કામગીરીની સમીક્ષા
  • સીએમ ભુપેન્દ્ર પટેલ દિલ્હીમાં 25 નવેમ્બરના રોજ કરશે રોડ શો

ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું કે, બેઠકમાં રાજ્યના મુખ્ય પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ (Jitu Waghani's Press Conference)ને સંબોધતા કેબિનેટમાં થયેલ તમામ મુદ્દાઓની માહિતી આપતા જણાવ્યું હતું કે, જાન્યુઆરીમાં યોજાનાર ગુજરાત વાઇબ્રન્ટ મહોત્સવ (Vibrant Summit 2022)ની કામગીરી બાબતે ખાસ સમીક્ષા કરવામાં આવી છે. જેમાં અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી છે અને આ વાઇબ્રન્ટમાં અત્યાર સુધીનો શ્રેષ્ઠ વાઈબ્રન્ટ મહોત્સવ હોય તે રીતનું આયોજન કરવાની સૂચના પણ મુખ્યપ્રધાન પટેલ દ્વારા આપવામાં આવી છે.

વાઈબ્રન્ટ સમિટને લઈ મુખ્યપ્રધાન દિલ્હીમાં રોડ શો કરશે: જીતુ વાઘાણી

25 નવેમ્બરના રોજ દિલ્હીમાં રોડ શો

રાજ્યના પ્રધાન જીતુ વાઘાણી પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, કેબિનેટ બેઠકમાં વાઇબ્રન્ટ મહોત્સવની તૈયારી બાબતે ખાસ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં આવતીકાલે એટલે કે 25 નવેમ્બરના રોજ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દિલ્હી ખાતે રોડ શો યોજશે. આ ઉપરાંત સવારે ૯ કલાકની આસપાસ આદર્શોનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાર બાદ ૧૨ વાગ્યાથી સાડા બાર વાગ્યા દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે એક કાર્યક્રમમાં પણ તેઓ વર્ચ્યુલી જોડાશે અને ત્યારબાદ એસ.જયશંકર સાથે પણ એક ક્ષણમાં હાજર રહેશે. જ્યારે વાઇબ્રન્ટ ગુજરાતની કામગીરી આવતીકાલથી દિલ્હીના રોડથી જ શરૂ કરવામાં આવશે.

ખેડૂતોને 1500 સ્માર્ટ ફોનની સહાય

વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતો સ્માર્ટફોનનો ઉપયોગ કરે તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી માટેની સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ફોનની કિંમતના 10% અથવા 1500 રૂપિયા બંનેમાંથી ઓછી કિંમત હશે તે ચુકવવાની રહેશે. આમ રાજ્યમાં કુલ ૧ લાખ જેટલા ખેડૂતોને સ્માર્ટફોન માટેની સહાય આપવામાં આવશે, પરંતુ જો ખેડૂતો દ્વારા વધુ પ્રમાણમાં અરજી કરવામાં આવશે અને વધુ અરજી રાજ્ય સરકાર આવશે તો ડ્રો સિસ્ટમ દ્વારા ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે.

સ્વચ્છતામાં ગુજરાત 5માં ક્રમે

કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન દરમિયાન અનેક શહેરોને ક્રમ આપવામાં આવ્યા છે, ત્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાત પહેલા સ્વચ્છતા બાબતે સમગ્ર દેશમાં સાતમા ક્રમે હતું, પરંતુ હવે તે પાંચમા ક્રમે આવ્યું છે જ્યારે શ્રેષ્ઠ શહેરમાં સુરત શહેરને બીજો ક્રમ પ્રાપ્ત થયો છે, જ્યારે દેશના તમામ રાજ્યના પાટનગરમાં સૌથી સ્વચ્છ પાટનગર તરીકે ગાંધીનગર પ્રથમ નંબરે રહ્યું હોવાની વિગત પણ જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ દરમિયાન આપી હતી.

આદિવાસી સમાજ માટે 10,000 આવાસ બનશે

કેબિનેટ બેઠકમાં ચર્ચા થાય એ પ્રમાણે આદિવાસી સમાજ માટે રાજ્યમાં ૧૦ હજાર જેટલા આવાસ યોજના બનાવવાની જાહેરાત કરવામાં આવી છે, આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં જે કમોસમી વરસાદ થયો છે. તેમાં અને જિલ્લામાં એકથી બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, ત્યારે આ બાબતે કૃષિ વિભાગ બધા સર્વે કરીને તેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આવનારા સમયમાં રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો: સુરતમાં વિજય એટલે આખા ભારતનો મેન્ડેટ: અમિત શાહ

આ પણ વાંચો: Repeal Farm Law: સંસદના શિયાળુ સત્રમાં ત્રણેય કાયદાઓ રદ કરવામાં આવશે, કેબિનેટે મંજૂરી આપી

Last Updated :Nov 24, 2021, 9:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.