Samples of revenue records request સરળતાથી મળશે, દેવદિવાળીથી મહેસૂલી રેકોર્ડના નમૂના ઓન-લાઇન ઉપલબ્ધ થશે

author img

By

Published : Nov 18, 2021, 8:45 PM IST

Samples of revenue records request સરળતાથી મળશે, દેવદિવાળીથી મહેસૂલી રેકોર્ડના નમૂના ઓન-લાઇન ઉપલબ્ધ થશે

Digital Gujarat નિર્માણ ક્ષેત્રે રાજ્ય સરકારનું વધુ એક નક્કર કદમ ઉઠાવ્યું છે. રાજ્યના નાગરિકોને દેવ દિવાળીથી મહેસૂલી રેકોર્ડના નમુના ( Samples of revenue records request ) નં.6, 7/12, 8-અ હવે ઓનલાઇન ઉપલબ્ધ થશે તેવું મહેસૂલપ્રધાન રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ ( Revenue Minister Rajendra Trivedi ) જણાવ્યું હતું. ડિજિટલી સાઇન્ડ (Digitally Signed) નકલ AnyRoR અથવા i-ORA પોર્ટલ પરથી મેળવી શકાશે. નકલ પર કયુઆર કોડ (QR Code) ઉપલબ્ધ હશે જેથી તેની અધિકૃતતાની ખાત્રી ઓન-લાઇન કોઇપણ વ્યકિત-સંસ્થા કરી શકશે.

  • ડિજિટલ ગુજરાત નિર્માણ ક્ષેત્રે રાજ્ય સરકારનું વધુ એક નક્કર કદમ
  • દેવ દિવાળીથી મહેસૂલી રેકોર્ડના નમૂના નં.6, 7/12, 8-અ હવે ઓનલાઇન ઉપલબ્ધ થશે
  • આજે એક વધુ નક્કર કદમ રાજ્ય સરકારે ઉપાડીને દેવ દિવાળીની ભેટ આપી

ગાંધીનગર : મહેસૂલપ્રધાન રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ ( Revenue Minister Rajendra Trivedi ) જણાવ્યું છે કે, ગુજરાત સરકારે ડિજિટલ ગુજરાતના ( Digital Gujarat ) નિર્માણ માટે ઈ-ગવર્નન્સના માધ્યમ દ્વારા અનેકવિધ નવતર આયામો હાથ ધરીને પારદર્શી સેવાઓ નાગરિકો માટે ઉપલબ્ધ બનાવી છે. જેના ભાગરૂપે આજે એક વધુ નક્કર કદમ રાજ્ય સરકારે ઉપાડીને દેવ દિવાળીની ( Devdiwali 2021 ) ભેટ આપી છે. આજથી મહેસૂલી રેકોર્ડના નમૂના નં.6, 7/12, 8-અ હવે ઓનલાઇન ઉપલબ્ધ ( Samples of revenue records request ) થશે. રાજય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની ગાઈડલાઈન મુજબ સિટિઝન સેન્ટ્રીક સર્વીસ ક્ષેત્રે ઈ સીલનો ઉપયોગ સૌ પ્રથમવાર મહેસૂલ વિભાગે શરૂ કર્યો છે.

નકલ ફી પણ ઓનલાઇન ભરવાની રહેશે

મહેસૂલપ્રધાને જણાવ્યું કે, રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે જનસુખાકારી અને નાગરિકોના જરૂરી મહેસૂલી દસ્તાવેજો સરળતાથી ઉપલબ્ધ બને તે માટે આ મહત્વનો નિર્ણય કર્યો છે. તેમણે ઉમેર્યું કે, જમીન માટેનું મહત્વનું રેકર્ડ ગામ નમૂના નં.6, 7/12, 8-અ ની અધિકૃત નકલો ( Samples of revenue records request ) હાલ જે તાલુકા ઇ-ધરા કેન્દ્રો / ઇ-ગ્રામ્ય કક્ષાએથી ઉપલબ્ધ થાય છે, તે હવે કોઇપણ વ્યકિત ડિજિટલી સાઇન્ડ (Digitally Signed) નકલ ઓન-લાઇન મેળવી શકશે તથા આ નકલ ઉપયોગ માટે અધિકૃત ગણાશે. આ માટે ભરપાઇ કરવાની થતી નકલ ફી પણ ઓન-લાઇન ભરવાની રહેશે. ડિજિટલી સાઇન્ડ નકલ AnyRoR (https://anyror.gujarat.gov.in) અથવા i-ORA (https://iora.gujarat.gov.in) પોર્ટલ પરથી મેળવી શકાશે. આ નકલ પર કયુઆર કોડ (QR Code) ઉપલબ્ધ હશે જેથી તેની અધિકૃતતાની ખાત્રી ઓન-લાઇન કોઇપણ વ્યકિત સંસ્થા કરી શકશે તેમ તેમણે ઉમેર્યું હતું.

Digital Gujarat નિર્માણ ક્ષેત્રે રાજ્ય સરકારનું વધુ એક નક્કર કદમ

રાજ્યના નાગરિકોના સમયની સાથે નાણાંની બચત પણ થઈ રહી છે

અત્રે ઉલ્લેખનીય છે કે, મહેસૂલી સેવાઓના દસ્તાવેજો રાજ્યના નાગરિકોને સરળતાથી અને પારદર્શિતાપૂર્વક મળી રહે એ માટે રાજ્ય સરકારે i-ORA પોર્ટલ સહિત અનેકવિધ આયામો હાથ ધરીને આ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. જેના પરિણામે રાજ્યના નાગરિકોના સમયની સાથે નાણાંની બચત પણ થઈ રહી છે. આ સેવાઓ ઓનલાઈન કરાવવા બદલ Revenue Minister Rajendra Trivedi મહેસૂલ વિભાગે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર અને સાયન્સ અને ટેકનોલૉજી વિભાગના અધિકારીઓ – કર્મચારીઓને અભિનંદન પાઠવ્યાં છે.

આ પણ વાંચોઃ લાંચિયા કર્મચારીઓને મહેસુલ પ્રઘાન રાજેન્દ્ર ત્રિવેદીએ ખુલ્લી ચીમકી આપી...

આ પણ વાંચોઃ હવે ગમે ત્યારે કલેક્ટર ઓફિસે પડશે સરકારની રેડ, મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીની મહત્વની જાહેરાત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.