આંદોલનમાં નિવૃત્ત આર્મી જવાનનું મોત થતાં AAPની ટીમ પહોંચી સમર્થનમાં

author img

By

Published : Sep 14, 2022, 10:58 AM IST

Updated : Sep 14, 2022, 6:10 PM IST

આંદોલનમાં નિવૃત્ત આર્મી જવાનનું મોત થતાં AAPની ટીમ પહોંચી સમર્થન આપવા

ગાંધીનગરના આંદોલનમાં એક નિવૃત્ત આર્મીના જવાનનું (army soldiers Movement in Gandhinagar) મૃત્યુ થતાં નિવૃત સૌનિકોએ શહેરને બાનમાં લીધું હતું. ત્યારે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી તેમજ ગોપાલ ઇટાલિયા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે મુલાકાત માટે પહોંચ્યા હતા. Retired Army Goes death in Gandhinagar, Retired Army jawan demand

ગાંધીનગર ગુજરાત રાજ્યના નિવૃત્ત આર્મીના જવાનો પાટનગર ગાંધીનગરમાં છેલ્લા 25 દિવસથી આંદોલન કરી રહ્યા છે. રાજ્ય સરકાર માંગ ન સંતોષે ત્યાં સુધી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે, ત્યારે ગઈકાલે ગાંધીનગરના ચિલોડા સર્કલ ખાતે ફરીથી નિવૃત્ત આર્મીના જવાનોએ આંદોલન રણશિંગુ ફૂંક્યું હતું. આર્મીના જવાનોએ આક્ષેપ કર્યો હતો કે, પોલીસ સાથેના ઘર્ષણમાં એક જવાનને છાતીમાં લાકડી વાગી જતા તેઓનું મૃત્યુ થયું છે. આ બનાવને લઈને આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી તેમજ ગોપાલ ઇટાલિયા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે મુલાકાત માટે પહોંચ્યા હતા. (Retired Army Goes death in Gandhinagar)

આંદોલનમાં નિવૃત્ત આર્મી જવાનનું મોત થતાં AAPની ટીમ પહોંચી સમર્થન આપવા

કોણ છે એ જવાન આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી તેમજ ગોપાલ ઇટાલિયા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે મુલાકાત માટે પહોંચ્યા હતા. પૂર્વ સૈનિકનું દુઃખદ અવસાન થતા ઈસુદાન ગઢવી તેમજ ગોપાલ ઇટાલિયાએ શોક વ્યક્ત કર્યો હતો.આ ઉપરાંત મળતી માહિતી અનુસાર આંદોલન સમયે આ જવાન જમવા બેઠા હતા અને ટોળામાં સામેલ ન હતા. જ્યારે હાર્ટ એટેક આવવાથી તેઓ શહીદ થયા હોવાની વાત પણ સામે આવી છે. જ્યારે કાનજી મોથલીયા એ કચ્છ રેન્જ IGના ભાઈ હોવાની માહિતી સામે આવી રહી છે કે, ગાંધીનગર DYSP એમ કે રાણાએ પણ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આ કુદરતી રીતે મૃત્યુ છે. જ્યારે ભારે ગરમીના કારણે હાઇડ્રેશન થવાના કારણે છાતીમાં દુખાવો થયો હતો અને ત્યારબાદ એટેક આવતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.( isudan gadhvi Gopal Italia in Gandhinagar)

આંદોલનમાં નિવૃત્ત આર્મી જવાનનું મોત

સચિવાલયના નિવાસસ્થાને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત નિવૃત્ત આર્મી જવાનોની ચીમકીને કારણે અને એક વ્યક્તિ મૃત્યુ થયાના કારણે ગાંધીનગર પોલીસ તાત્કાલિક ધોરણે એક્શનમાં આવી હતી. તેમજ સ્વર્ણિમ સંકુલ એક બે તથા સચિવાલયના તમામ ગેટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મહત્વની વાત કરવામાં આવે તો ગાંધીનગરના અનેક રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રધાન નિવાસસ્થાન કે જ્યાં ભુપેન્દ્ર પટેલ સહિત રાજ્યપાલ દેવદત્ત આચાર્ય અને તમામ રાજ્યકક્ષા અને કેબિનેટ કક્ષાના પ્રધાનોનું નિવાસસ્થાને પણ પોલીસે કોર્ડન કરી હતી.(Gujarat Retired Army Personnel Protest)

નિવૃત્ત આર્મી જવાનનું મોત
નિવૃત્ત આર્મી જવાનનું મોત

પોલીસે બળજબરી કરી : સુનિલ ગઢવી સુનિલ ગઢવીએ જણાવ્યું હતું કે, અમે પડતર માંગણી લઇને ચિલોડા ખાતે આંદોલન કરી રહ્યા હતા. જેમાં પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને પોલીસે અમારા ઉપર લાઠીચાર્જ કર્યો હતો. આ દરમિયાન અમારા એક નિવૃત્ત જવાનને છાતીમાં લાકડી વાગી હતી અને તેઓને હાલત ગંભીર થતાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને તેઓનો મૃત્યુ થયું છે. મૃત્યુ થયાના કારણે જ અમે દોષમાં છીએ. પોલીસે અમારા ઉપર લાઠીચાર્જ કર્યો અને અમને ખૂબ માર્યા હોવાનો આક્ષેપ પણ કર્યા હતા. જ્યારે આ રેલી પોલીસના વિરોધમાં કરવામાં આવી હોવાનું નિવેદન ગઢવી આપ્યું હતું. (Army jawan death in Gandhinagar)

પડતર માંગ સંતોષવા આવ્યા હતા ગાંધીનગર નિવૃત્ત આર્મીના જવાનોના આગેવાન કુમાવતે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે અમારી જે માંગ સંતોષી તેના પરિપત્ર કર્યો નથી. અમે તે માંગ સ્વીકારવા માટે અને રાજ્ય સરકાર પરિપત્ર કરીને માંગ તાત્કાલિક ધોરણે સંતોષાય તે માટે ગાંધીનગર આવ્યા હતા, પરંતુ રાજ્ય સરકારે પોલીસને સૂચના આપી શકે કોઈ પણ નિવૃત્ત જવાન ગાંધીનગર આવે નહીં અને અમે ગાંધીનગર આવ્યા. તેથી પોલીસ સાથે અમારું ઘર્ષણ થયું. અમારા એક સાથીદારનું મૃત્યુ થયું, જ્યારે હવે અમે સિવિલ હોસ્પિટલ જઈને તેની ડેડબોડી સચિવાલયની અંદર લઈ જઈશું.(isudan gadhvi Gopal Italia in Gandhinagar)

કયા મુદ્દા પર છે પૂર્વ સૈનિકોની માગણીઓ શહીદ પરિવારને એક કરોડ રૂપિયાની સહાય તથા પરિવારમાં એક સદસ્યને સરકારી નોકરી, ગાંધીનગર ખાતે રાજ્ય લેવલનું શહીદ સ્મારક તથા સૈનિકો માટે આરામગૃહ, સૈનિકો માટે રાજ્ય સરકાર તરફથી નોકરી માટેની અનામત, ખેતી માટે જમીન તથા રહેણાંક પ્લોટ, ભારતીય સેના માટે આપેલ દારૂ માટેની પરમિટ માન્ય ગણવી, કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરી સીધી ભરતી કરવામાં આવે, હથિયાર લાયસન્સ રીન્યુ કરવા અલગ અલગ વ્યવસ્થા કરવી. (army soldiers Movement in Gandhinagar)

અન્ય કેટલી માંગણી પૂર્વ સૈનિકના પરિવારની સમસ્યા માટે કચેરીઓમાં અલગથી ખાસ વ્યવસ્થા કરી જલ્દી ઉકેલ લાવવામાં આવે, પૂર્વ સૈનિકના નોકરીના કિસ્સામાં સેનામાં કરેલી નોકરીનો ગાળો કરવામાં આવે, પૂર્વ સૈનિકો માટે પાંચ વર્ષના ફિક્સ પગારવાળી પદ્ધતિ નાબૂદ કરવામાં આવે, પૂર્વ સૈનિકને પોતાના વતનમાં નોકરી આપવામાં આવે, ઉચ્ચ અભ્યાસ અંગેના પ્રવેશમાં સૈનિકોના બાળકોને છૂટછાટ આપવામાં આવે, સૈનિકોના બાળકોનો ખર્ચ રાજ્ય સરકાર આપે અને સૈનિકો માટે લેવામાં આવતો વ્યવસાયવેરો માફ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે દસ દિવસ પહેલા નિવૃત્ત આર્મીના જવાનોની અમુક માંગો સ્વીકારી છે. પરંતુ એવો આક્ષેપ છે કે રાજ્ય સરકારે હજી સુધી કોઈ આ પ્રકારનો કોઈ પણ GR કર્યો નથી.

જગડીશ ઠાકોર પહોંચ્યા સિવિલ હોસ્પિટલ સમગ્ર ઘટનાની જાણ થતા ગાંધીનગર પોલીસ તાત્કાલિક ધોરણે એલર્ટ મુકાઈ ગઈ હતી. ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે આર્મીના નિવૃત જવાનોની પડખે આવીને ઊભા રહ્યા હતા. મહત્વની વાત કરવામાં આવે તો જ્યારે સચિવાલય ક્લિટ નંબર એકની બહાર નિવૃત્તિ આર્મીના જવાનો બીજી વખત આંદોલન કરી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા અને દંડક સીજે ચાવડાએ તેમની મુલાકાત કરીને કોંગ્રેસની સરકાર આવશે તો તમામ માંગ સ્વીકારવીની બાંહેધરી આપી હતી. Retired Army jawan demand, Jagdish Thakor in Gandhinagar agitation

Last Updated :Sep 14, 2022, 6:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.