18 જૂને હીરાબા થશે 100 વર્ષના, વડાપ્રધાન મોદી ખાસ મુલાકાત કરે એવી શક્યતાઓ

author img

By

Published : Jun 15, 2022, 3:18 PM IST

Updated : Jun 16, 2022, 12:42 PM IST

18 જૂને હીરાબાનો જન્મ દિવસ, વડાપ્રધાન મોદી ખાસ મુલાકાત કરે એવી શક્યતાઓ

વિધાનસભાની ચૂંટણી પહેલા કેન્દ્રના નેતાઓની ગુજરાત મુલાકાત (PM Modi Gujarat Visit 2022) વધી રહી છે. આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ બાદ, અમિત શાહ અને હવે ફરી વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાત માટે આવી રહ્યા છે. પણ આ વખતે એમની મુલાકાત ઘણી ખાસ રહેવાની છે. કારણ કે, તારીખ 18 જુનના રોજ એમના માતા હીરાબાનો (Pm Modi with Mother Heeraba) જન્મદિવસ છે.

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેક ટુ બેક ગુજરાતની (PM Modi Gujarat Visit 2022) મુલાકાત કરી રહ્યા છે. જુદા જુદા પ્રોજેક્ટનું લોકાર્પણ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનો (PM Modi with Mother Heeraba) તારીખ 18 જૂનના દિવસે જન્મ દિવસ છે. આ વર્ષમાં તેઓ 100 વર્ષ (100 Birthday of Heeraba) પૂર્ણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તારીખ 17 અને 18 જુનના દિવસે ગુજરાતના પ્રવાસે (Narendra Modi in Ahmedabad) આવી રહ્યા છે. વડાપ્રધાન મોદીના કાર્યક્રમ આ વખતે થોડો અલગ રહેવાનો છે. તારીખ 17 જુનના રોજ તેઓ અમદાવાદ આવશે. ત્યાર પછી તેઓ પોતાના માતાને (PM Modi in Gandhinagar) મળવા જશે. હાલ એવી શક્યતાઓ સેવાઈ રહી છે.

આ પણ વાંચો: Jalyatra Celebration in Dwarka : દ્વારકામાં ઢોલ નગારા સાથે શ્રીજીને કર્યા સોળે શણગાર

પાવાગઢમાં દર્શન કરશે: વડાપ્રધાન મોદી સવારે 9.30 વાગ્યે મહાકાળી મંદિર પાવાગઢમાં દર્શન કરશે. આ દર્શને જતા પહેલા તેઓ પોતાના માતા હીરાબા સાથે ખાસ મુલાકાત કરશે. માતાને જન્મદિવસની શુભેચ્છા પણ પાઠવશે. બે દિવસ સુધી પાવાગઢ મહાકાળી મંદિર બંધ કરી દેવામાં આવ્યું છે. ગુજરાત સરકાર પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, તારીખ 18 જુનના રોજ હીરાબાનો જન્મદિવસ છે. એટલે વડાપ્રધાન મોદી હીરાબાને મળવા માટે જશે. આ પહેલા ઘણી વખત જ્યારે વડાપ્રધાન મોદી ગુજરાત મુલાકાતે આવ્યા છે ત્યારે તેઓ પ્રોટોકોલ તોડીને માતા હીરાબાને મળવા માટે ગયા છે. આ વખતે પણ મોદી વહેલી સવારે માતા હીરાબાના દર્શન કરવા માટે જાય એવી પૂરી શક્યતાઓ છે.

વડનગરમાં કાર્યક્રમ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાના જન્મદિવસના નિમિત્તે વડનગરમાં પણ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 18 જુનના દિવસે હીરાબાના 100માં જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે દેશની જાણીતી ગાયિકા અનુરાધા પોડવાલ, લોકહાસ્યક ગુણવંતભાઈ ચુડાસમા, સુંદરકાંડ વક્તા કેતન કામલે અને જીતુભાઈ રાવલના ભજનનું વડનગરમાં આયોજન કરાયું છે. હાટકેશ્વર મહાદેવ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએના જન્મની ભવ્ય ઉજવણી પણ કરવામાં આવશે

આ પણ વાંચો: પાવાગઢ મંદિર 2 દિવસ ભક્તો માટે રહેશે બંધ, શું છે કારણ, જાણો

માર્ચમાં કરી હતી મુલાકાત: પીએમ મોદી અને હીરાબાની છેલ્લી મુલાકાત તારીખ 11 માર્ચ 2022ના રોજ થઈ હતી. હીરાબા ગાંધીનગરના રાયસણ વિસ્તારમાં રહે છે. રાજભવન ખાતે સોમનાથ ટ્રસ્ટની બેઠક પૂર્ણ કર્યા બાદ તાત્કાલિક ધોરણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હીરાબા ને મળવા પહોંચ્યા હતા. બન્નેએ એક સાથે વઘારેલી ખીચડી ખાધી હતી. ચાર મહિના બાદ હવે બીજી વખત માતા-પુત્રની મુલાકાત ગાંધીનગરમાં થાય એવી પૂરી શક્યતાઓ છે.

Last Updated :Jun 16, 2022, 12:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.