PM મોદીને વળાવવા માટે CMએ જોવી પડી રાહ, શું હતું કારણ, જૂઓ

author img

By

Published : Jul 5, 2022, 8:48 AM IST

Updated : Jul 5, 2022, 8:54 AM IST

PM મોદીને વળાવવા માટે CMએ જોવી પડી રાહ, શું હતું કારણ, જૂઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે એક દિવસીય ગુજરાત પ્રવાસે (PM Modi Gujarat Visit) આવ્યા હતા. જોકે, આ દિવસે તેઓ સાંજે 6.30 વાગ્યે કાર્યક્રમ પૂર્ણ કરી સીધા રાજભવન પહોંચ્યા હતા. નવાઈની વાત એ છે કે, અહીં તેઓ 9.30 વાગ્યા સુધી રોકાયા હતા. તો તેમણે અહીં મહત્વની બેઠક (Important meeting of PM in Raj Bhavan) કરી હોવાની ચર્ચા ચાલી રહી છે.

ગાંધીનગર: રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી આવી (Gujarat Assembly Election 2022) રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતમાં ભાજપની નૈયા પાર લગાવવા માટે કમાન પોતાના હાથમાં લઈ લીધી છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મિશન ગુજરાત (PM Modi Mission Gujarat) જોવા મળી રહ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ફરી એક વાર એક દિવસીય ગુજરાતના પ્રવાસે (PM Modi Gujarat Visit) આવ્યા હતા.

PMએ ડિજિટલ ઇન્ડિયા વીક 2022નો શુભારંભ કરાવ્યો
PMએ ડિજિટલ ઇન્ડિયા વીક 2022નો શુભારંભ કરાવ્યો

PMએ ડિજિટલ ઈન્ડિયા વીકનો કરાવ્યો પ્રારંભ - વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે એક દિવસીય ગુજરાતના પ્રવાસે (PM Modi Gujarat Visit) હતા. તેઓ સાંજે 5 વાગ્યાની આસપાસ ડિજિટલ ઈન્ડિયા વીક 2022નો (Digital India Week 2022) પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ એક કલાકના કાર્યક્રમ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6.30 વાગ્યાની આસપાસ કાર્યક્રમ પૂર્ણ કરીને સીધા રાજભવન પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાને 9.30 કલાક સુધી રોકાણ કરીને મહત્વની બેઠકો યોજી (Important meeting of PM in Raj Bhavan) હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

PMએ ડિજિટલ ઇન્ડિયા વીક 2022નો શુભારંભ કરાવ્યો
PMએ ડિજિટલ ઇન્ડિયા વીક 2022નો શુભારંભ કરાવ્યો

8 કલાકે પીએમ મોદી દિલ્હી જવા રવાના થવાના હતા - વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના એક દિવસ ગુજરાત પ્રવાસે હતા. મહાત્મા ગાંધી મંદિર ખાતે યોજાયેલો ડિજિટલ ઈન્ડિયા 2022નો કાર્યક્રમ 7 વાગ્યે પૂર્ણ થયો હતો અને આઠ વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી જવા રવાના થવાના હતા, પરંતુ સૂત્ર તરફથી મળતી માહિતી પ્રમાણે, અમુક બેઠકોના કારણે તેઓ 9.30 વાગ્યે દિલ્હી ખાતે રવાના થયા હતા.

ડિજિટલ ઈન્ડિયા વીક 2022
ડિજિટલ ઈન્ડિયા વીક 2022

આ પણ વાંચો- વડાપ્રધાન મોદીની સુરક્ષામાં મોટી ચૂક: હેલિકોપ્ટર નજીક કાળા ફુગ્ગા દેખાતા કાર્યવાહી

CM અને રાજયપાલ એક કલાકથી એરપોર્ટ પર રહ્યા - વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 કલાકે દિલ્હી જવા જવાના થવાના હતા. તેને લઈને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM waiting for PM arrival at airport) અને રાજ્યપાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એરપોર્ટ ઉપરથી વિદાય આપવા માટે 8 વાગ્યા પહેલાં જ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા, પરંતુ તેમને એક કલાકથી વધારે સમય સુધી અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાહ જોવી પડી હતી અને 9 30 કલાકની આસપાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિદાય આપીને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ ગાંધીનગર પરત થયા હતા.

ડિજિટલ ઈન્ડિયા વીક 2022
ડિજિટલ ઈન્ડિયા વીક 2022

આ પણ વાંચો-વડાપ્રધાન મોદીએ સ્વતંત્રતા સેનાની અલ્લુરીની પ્રતિમાનું અનાવરણ કર્યું

ચૂંટણી બાબતે મંથન - ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly Election 2022) હવે ગણતરીના મહિનાઓની જ વાર છે. ત્યારે થોડા દિવસ અગાઉ કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે પણ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે મહત્વની બેઠકો યોજી હતી. તો હવે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગુજરાત વિધાનસભા વર્ષ 2022ની ચૂંટણી અંતર્ગત આ બેઠકો યોજી હોવાની વાત પણ સામે આવી રહી છે.

Last Updated :Jul 5, 2022, 8:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.