પુરૂષોત્તમ રૂપાલાનો પાટીદાર સમાજને સંદેશ: સંયુક્ત કુટુંબની ભાવના ફરી શરૂ કરો

author img

By

Published : Nov 21, 2021, 7:45 AM IST

Parshottam Rupala in gandhinagar

ગાંધીનગર જિલ્લાના અંબાપુર (Ambapur) ગામ ખાતે બેતાલીસ કડવા પાટીદાર સમાજ દ્વારા નવીન સમાજ સંકુલના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન (Inauguration of Navin Patidar Samaj Sankul) કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) અને કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલા (Parshottam Rupala) મધ્ય સ્થાને હાજર રહ્યા હતા.

  • પાટીદાર સમાજના નવીન સમાજ સંકુલનું લોકાર્પણ
  • મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કર્યું લોકાર્પણ
  • પાટીદાર સમાજમાં સંયુક્ત કુટુંબની ભાવના ફરી શરૂ થાય તે બાબતે કરી ટકોર

ગાંધીનગર: જિલ્લાના અંબાપુર (Ambapur) ગામ ખાતે બેતાલીસ કડવા પાટીદાર સમાજ દ્વારા નવીન સમાજ સંકુલના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) અને કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલા (Parshottam Rupala) મધ્ય સ્થાને હાજર રહ્યા હતા. આ ઉપરાંત ગુજરાતના પૂર્વ કેબિનેટ પ્રધાન નીતિન પટેલ પણ કાર્યક્રમ દરમિયાન હાજર હતા. આ દરમિયાન કાર્યક્રમમાં પુરૂષોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને આહ્વાન કર્યું છે કે, પહેલાના સમયમાં જે રીતે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા તેવી રીતે જ સંયુક્ત કુટુંબની આવનારા સમયમાં પણ રહે તેવા પ્રકારનું આયોજન તમામ લોકોએ કરવું જોઈએ.

પુરૂષોત્તમ રૂપાલાનો પાટીદાર સમાજને સંદેશ: સંયુક્ત કુટુંબની ભાવના ફરી શરૂ કરો

આ પણ વાંચો: વડોદરા લામડાપુરામાં આવેલી પ્લાસ્ટિકની કંપનીમાં ભીષણ આગ

પાટીદાર સમાજ વિશ્વમાં પૈસાથી ઓળખાય છે: પુરૂષોત્તમ રૂપાલા

કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ (Parshottam Rupala) પોતાના વ્યક્તવ્ય દરમિયાન સમાજના લોકોને સંદેશો (Parshottam Rupala message to Patidar community) આપ્યો હતો કે, પાટીદાર સમાજ (Patidar community) એ પૈસાથી ઓળખાય છે, પૈસા જ પાટીદાર સમાજની શાક છે. બેતાલીસ કડવા પાટીદાર સમાજના ટ્રસ્ટી એવા સાંકળચંદ પટેલને પણ હું રૂપિયાવાળા સમાજના ટ્રસ્ટી તરીકે જ ગણું છું. આ ઉપરાંત પૈસા સાથે હવે સમાજમાં પહેલાની જેમ સંયુક્ત કુટુંબની ભાવના ફરીથી જાગે અને હવે આવનારા દિવસોમાં સમાજ દ્વારા જે પરિવાર સંયુક્ત કુટુંબમાં રહેતા હોય તેવા પરિવારના મહિલાઓનું સન્માન કરવાની કામગીરી શરૂ કરવામાં આવે તેવું પણ સમાજના આગેવાનોને સૂચન કરવામાં આવ્યું હતું.

પુરૂષોત્તમ રૂપાલાનો પાટીદાર સમાજને સંદેશ: સંયુક્ત કુટુંબની ભાવના ફરી શરૂ કરો
પુરૂષોત્તમ રૂપાલાનો પાટીદાર સમાજને સંદેશ: સંયુક્ત કુટુંબની ભાવના ફરી શરૂ કરો

આ પણ વાંચો: 75 Years of Independence:Sardar Utham Singh એ નામ જેણે બ્રિટિશ સામ્રાજ્યના બડેખાંઓને થથરાવી દીધાં હતાં

પહેલા દીકરી ભાગી જતી ન હતી: પુરૂષોત્તમ રૂપાલા

સંયુક્ત કુટુંબ બાબતે પુરૂષોત્તમ રૂપાલાએ એક મહત્વનો દાખલો (Parshottam Rupala message to Patidar community) આપ્યો હતો. જેમાં રૂપાલાએ સમાજના તમામ લોકોને જણાવ્યું હતું કે, પહેલાના જમાનામા દીકરી કાકા -કાકી, મામા- મામી, દાદા- દાદી, ફઈ આ તમામ લોકો વચ્ચે મોટી થતી હતી અને ક્યારે પરણાવવા જેવી ઉંમર થઈ જાય તે ખબર પડતી ન હતી પરંતુ અત્યારના સમયમાં સંયુક્ત કુટુંબમાં કોઈ રહેતું નથી. જેથી પહેલા જે વાડ હતી એ વાડ હટી ગઈ છે અને આવી ભાગી જવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ફરીથી સંયુક્ત કુટુંબની ભાવના અને પ્રયાસો ફરીથી શરૂ કરવા જરૂરી છે.

સમાજને સારું લેશન પ્રાપ્ત થયું છે: ભુપેન્દ્ર પટેલ

પુરૂષોત્તમ રૂપાલાના વક્તવ્ય બાદ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) નવા સંકુલનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ પોતાની સ્પીચમાં તેઓએ સમાજના આગેવાનો અને સમાજને જણાવ્યું હતું કે, પુરૂષોત્તમ રૂપાલાએ (Parshottam Rupala) જે સંદેશો આપ્યો છે તેને મેં પણ શાંતિથી અને ધ્યાનથી સાંભળ્યો છે અને આ હવે જીવનમાં ઉતારવા જેવો છે. આ એક મહત્વનું લેશન સમાજને આપવામાં આવ્યું છે. જેથી લોકો આખી સ્ટેશન પર વધુ ધ્યાન આપે ત્યારે આવનારા દિવસોમાં પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવતા આયોજન બાબતે પણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છા પાઠવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.