NTDNTની 40 જ્ઞાતિઓએ ભાજપ સાથે ફાડ્યો છેડો, કમલમની બહાર કર્યો ઉગ્ર દેખાવ

author img

By

Published : Sep 22, 2022, 3:14 PM IST

NTDNTની 40 જ્ઞાતિઓએ ભાજપ સાથે ફાડ્યો છેડો, કમલમની બહાર કર્યો ઉગ્ર દેખાવ

રાજ્યમાં વિચતરી વિુમુક્ત જનજાતિએ હવે રાજ્ય સરકાર (Denotified tribes) સામે બાંયો ચડાવી છે. ત્યારે ગાંધીનગરમાં રામકથા મેદાનમાં તેમણે સરકાર (ram katha ground gandhinagar) સામે વિરોધ કર્યો હતો. સાથે જ તેમણે ભાજપના ખેસ રસ્તા પર નાખીને ભાજપથી છેડો ફાડી દીધો હતો.

ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓની (Gujarat Assembly Elections 2022) વાર છે. તેવામાં હવે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) નિવાસસ્થાન ખાતે વિવિધ જ્ઞાતિના આગેવાનો સાથે સંમેલન અને શુભેચ્છા મુલાકાત કરી રહ્યા છે. ત્યારે હવે વિચરતી વિમુક્ત જનજાતિએ સરકાર સામે બાંયો (nomadic free tribe) ચડાવી છે.

કમલમની બહાર દેખાવ એક સપ્ટેમ્બરે ગાંધીનગરના રામકથા મેદાનમાં (ram katha ground gandhinagar) કરેલા આંદોલનમાં તેમણે ભાજપ સરકારને સ્પષ્ટ ચિમકી આપી હતી. સાથે જ વિચરતી વિમુક્તિ જાતિના (nomadic free tribe) આગેવાનોએ કમલમની બહાર ભાજપનો ખેસ રસ્તા પર ફેંકીને ભાજપથી છેડો ફાડ્યો છે.

અમે ભાજપની ચા પણ પીધી નથી

મુખ્ય માગ રાજ્યમાં વિચરતી વિમુક્તિ જનજાતિની સંખ્યાની (nomadic free tribe) વાત કરીએ, તો તેમની કુલ 1.25 કરોડની વસ્તી છે. જ્યારે 40 જ્ઞાતિની વાત કરીએ તો, તેમાં દેવીપૂજક, ચુવાળીયા, કોળી રાવળ, યોગી, લૂહાર, વણઝાર, નટ, બજાણિયા, દોરી સહિત એનટીડીએનટીમાં સમાયેલા કુલ 40 જનજાતિઓને OBCમાં ફાળવવામાં આવેલા 27 ટકા અનામતમાંથી 11 ટકા અનામત અલગ આપવાની માગ કરવામાં આવી છે. જ્યાં સુધી ભાજપ સરકાર અમને હક્ક નહીં આપે ત્યાં સુધી ભાજપનો ખેસ નહીં પહેરવામાં આવે તેવી ચિમકી આગેવાન રૂપસંગ ભરભીડીયાએ આપી હતી.

અમે ભાજપની ચા પણ પીધી નથી આગેવાન રૂપસંગ ભરભિડીયાએ વધુમાં આક્ષેપ કર્યા હતા કે, અમે છેલ્લા કેટલાય વર્ષોથી ભાજપ પક્ષ સાથે છીએ અને ભાજપ પક્ષને જીતાડવા માટે અમે મહેનત કરીએ છીએ, પરંતુ આજ સુધી અમે ભાજપ પક્ષની ચા પણ પીધી નથી અને તેમના માટે જ કાર્ય કર્યું છે, પરંતુ અમને વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Elections 2022) આપેલું વચન હજી સુધી તેનું પાલન થયું નથી. ત્યારે હવે અમે આ ભાજપના કેસનો બહિષ્કાર કરીએ છીએ. તમામ લોકોએ કમલમની બહાર આવેલા કોબા બસ સ્ટેન્ડ પાસે જ રસ્તા ઉપર જ ભાજપના ખેસ મૂક્યા હતા.

નિર્ણય નહીં કરે તો ફાડી દઈશું છેડો આંદોલનના આગેવાન રૂપસંગ ભરભિડીયાએ 1 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે, વર્ષ 2000થી આ બાબતની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. જ્યારે વર્ષ 2015માં કેન્દ્ર સરકારની કમિટી દ્વારા પણ કેન્દ્ર સરકારને ભલામણ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે આ ભલામણને આધારે રાજ્ય સરકારને પણ ભલામણ કરી છે, જેને 5 વર્ષ પૂર્ણ થયા છે. છતાં પણ હજી સુધી કોઈ પણ કામગીરી થઈ નથી અને રાજ્ય સરકારે કોઈ પણ પ્રકારનો નિર્ણય કર્યો નથી. ત્યારે જો હવે આગામી 15 દિવસમાં રાજ્ય સરકાર કોઈ નિર્ણય નહીં કરે તો ભાજપ સરકાર અને ભાજપ પક્ષથી છેડો ફાડવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.